________________
૧૨
વચનાત. ( લેખક. મુનિ બુદ્ધિસાગર. મુંબઈ. )
( અનુસંધાન ગતાંક પાંચમાના પાને ૧૩૬ થી ) ૩૩--હે મનુષ્ય ! તું જે બેલે તે વિચારીને બેલ. ભાષા સમિતિને ઉપ
ગ રાખ. વાણીની કિમત છે. જે શબ્દો બોલવાની ટેવ પાડશાના ધા રૂજાય છે પણ શબ્દોના ધા રજાતા નથી- શબ્દોથી જગતમાં મહાન ઉપકાર કરી શકાય છે–શબ્દોની મહત્તા કલ્પવૃક્ષકામકુંભ અને ચિતામણિ રત્ન કરતાં પણ વિશેષ છે-શબ્દબ્રહ્મથી
પરબ્રહ્મ જાણી શકાય છે શાબાનું સ્વરૂપ સમજવું જોઈએ. ૩૪–મનથી ઉચ્ચ થઈ શકાય છે. મનથી પરમાત્મપદની પ્રાપ્તિ કરી
શકાય છે મનથી શુભ વિચારે કરવાની ટેવ પ્રથમ પાડવી જોઈએ. ૫–પોપકાર સમાન અન્ય કોઈ ઉત્તમ કાર્ય નથી. જે મનુષ્ય પરોપકાર
કરી શકતા નથી તે કઈ રીતે ઉચ્ચ કોટીપર ચઢી શકતો નથીજે મનુષ્ય પિતાના પ્રતિ થએલા ઉપકારને અવબોધી શકતા નથી તે અન્યોના પર ઉપકાર કરી શકતા નથી–જે ઉપકાર કરવાને આંચકો ખાય છે તે મનુષ્ય થવાને માટે પણ લાયક નથી. – હે મનુષ્ય ! હારી જિંદગી પરપોટા જેવી છે. તારૂ જીવન સુધાર, મહત્માઓની સંગતિ કર, ધર્મ વિનાની ચતુરાઈ ચૂળ બરાબર છે
ધર્મકાર્યો કરીને અમર થા–જગતમાં કદનું બુર કરીને મરીશ નહિ. ૩૭– ઘણે ગંભીર બન. દયાવંત મનુય ગંભીર બને છે-સાગરની પકે
ગંભીર હૃદયવાળો થા–ગંભીર થયા વિના ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી–ગંભીર મનુષ્ય અજેનાં હદય જાણવાને માટે અધિકારી બની શકે છે–-ગંભીર ગુણ વિનાને મનુષ્ય ભૂંડની ચાને ધારણ
૩૮ હે મનુષ્ય ! અભિમાનના શિખર પર ચડીશ નહિ-મન, વાણું, કાયા
લક્ષ્મી અને સત્તાવડે અન્યાને દુ:ખ દેવા કદી પણ પ્રયત્ન કરીશ નહિ-અભિમાન એ એક જાતને માનસિક વિકાર છે તેના વશમાં થએલા પિતાના અધિકારથી ભ્રષ્ટ થાય છે. હે મનુષ્ય –તું લક્ષ્મીના તારમાં અને હલકા ગણુશ નહિ-લક્ષ્મી તારી સાથે આવનાર નથી-લનીના ઘેનમાં ઘેરાયેલ મનુય અને