________________
વધારે
*પ્રીયતમા વિયોગ વિગમાં સધ.
લેખક શાન્તાલય વિજયકર--કપડવણજ. ) રે રે કમલીની શાંતિ તું ભરતી હતી, સંસાર સુખદાયી, પ્રેમ અમૃત ભરતી; તે સમયે નહિ મુજને ભાન હતું કે વિષે. હું માનતો પ્રેમવેલી તે અમરવેલી છે, પણ જ્યારે તું આ દશ્યથી છુટી; ત્યારે મુજ હૃદય શેક ઉદધી ભરિ ગઈ નીચે મુજ મન આવી એવું વસ્યું, આ સંસાર અસાર ક્ષણીક સુખ સર્વે મુજને ભાસીયું. પ્રેમવેલી અમરવેલી ત્યારે તે ગણાતી,
જ્યારે પ્રેમ સરિતા પ્રભુભકિત ઉદધીમાં ભરાતી; નીચ્ચે સત્ય આ વિશ્વમાં જે ભરેલું છે, તે સર્વ આત્મીક રમતા વિષે રહેલું છે. રે રે પ્રીયતમા–આજ તે મુજને શુદ્ધિ બતાવી; ઉપકાર છે મહદ માનું તુજને, મુજને ન સુજતું ભાવી.
તા. ૭-૯-૧૧, સમય–સાંજ.
* આ કાવ્ય પોતાના મિત્રને પ્રીયતમા વિગ પરત્વે સબોધાર્થે લખ્યું હતું..