________________
મુકીને તથા ખાવાની વસ્તુ ડાબા હાથ ઉપર લેઈને ભેજન કરવું નહીં. તદન ખુલ્લી જગામાં, તડકામાં, અંધારામાં, ઝાડ તળે, અને તર્જની આંગળી ઊંચી કરીને કેાઈ સમયે ભોજન કરવું નહીં, મુખ હાથ અને પગ ધાયાવિના નગ્ન અવસ્થામાં મલીન વસ્ત્ર પહેરીને તથા ડાબે હાથે થાળી પકડીને કોઈ કાળે ભોજન કરવું નહીં. વિચિક્ષણ પુરૂષે એક વસ્ત્ર પહેરીને અથવા ભીનું વસ્ત્ર પહેરીને, વસ્ત્રથી માથું વીંટીને શરીર અપવિત્ર છતાં તથા ખાવાની વસ્તુ ઉપર ઘણી જ લાલચ રાખીને ભોજન કરવું નહીં. પગરખાં પહેરીને ઉતાવળા ચિત્તથી, કેવળ ભુમી ઉપર બેસીને, ખાટલે બેસીને અગ્નિ ખૂણામાં, નૈરૂત્ય ખૂણામાં વાવ્ય ખૂણામાં, અને ઈશાન ખૂણામાં તથા દક્ષિણ દિશા તરફ મુખ કરીને અને સાંકડા આસન ઉપર બેસીને ભોજન કરવું નહીં. આસન ઉપર પગ દઈ, ચંડાલે અને ધર્મભ્રષ્ટ પુરૂષોના દેખતાં તથા ભાગેલા અને મલીન આસન ઉપર ભજન કરવું નહીં. અપવિત્ર વસ્તુઓથી બનેલી ચીજ ખાવી નહી. તથા ગર્ભ, સ્ત્રિ, બાળક દત્યાદિકની હત્યા કરનારાઓએ દીઠેલું, રજસ્વલા ત્રિએ અડેલું અને બળદ કુતરા અને પક્ષી એમણે સું. ઘેલું અન્ન ભક્ષણ કરવું નહીં. આ અન્ન કયાંથી આવેલું છે એમ જાણ્યાવિના તથા જેનું નામ પણ અજાણ્યું હોય તથા બે વાર નું કરેલું એવું અન્ન ખાવું નહીં. તેમજ ભેજન કરતી વખતે ચલ ચલ શબ્દ ન કરે તથા મુખ વાવું અથવા બીજી કોઈ પણ રીતે ખરાબ દેખાય એવું ન કરવું. જાણ મનુષ્ય પાસે રહેલા લોકોને બેલાવી પ્રિતિ ઉપજાવી ભગવાનનું નામ સ્મ રણ કરી તથા સમા પિહોળા અને ઘણું ઊચા નહીં એવા આસન ઉપર એશી માશી, મા બહેન પોતાની સ્ત્રિ વિગેરે સ્ત્રિઓએ રાંધેલું અને પવિત્ર તથા ખાઈને ધરાએલા લોકોએ પીરસેલું અને પિતાના બાંધવની જોડે ભક્ષણ કરવું. આ જગતમાં પિતાનું પેટ કેણુ નથી ભરતું માટે જે ઘણું પુરૂષોને આધાર આપે તેજ પુરૂષ કહેવાય. તેથી ભેજનને અવસરે આવેલા પિતાનાં સગાં વહાલાં તથા બીજાઓને પણ અવશ્ય જમાડવા. જે મનુષ્ય સુપાત્રને દાન દઈ અને સુપાત્રનો પગ ન હોય તે શ્રદ્ધાથી ભાવના ભાવી ભજન કરે છે તે ધન્ય છે. બીજા પિતાનું પેટ ભરનાર, ખાધરા અધમ નરેના હાથથી શું સારૂ થવાનું. જ્ઞાની અને ક્રિયાપાત્ર જે સાધુ તે સુપાત્ર કહેવાય છે. જેમ થોડા દિવસ ઉપર જણેલી ગાયને ખવરાવવું તથા ક્ષેત્રમાં વાવવું ઘણું ફળદાયી થાય છે એમ સુપાત્ર મુનિરાજને આહારાદિ દીધાથી બહુ ફળ થાય છે. બુદ્ધિશાળી પુરૂષે જમણી નાસિકા વહે તે ને મન