SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. આપ સર્વે બંધુઓએ અત્રે ચાલતી શ્રી જૈનવેતાંબર બેડીંગ જોઈ હશે. કદા નહી જોઈ હોય તે તેનું નામ પણ કાને સાંભળ્યું હશે. તેના તરફથી પ્રગટ થતા રીપોર્ટો તથા આ બુદ્ધિપ્રભા માસિક આપે વાયું હશે અને તેની વ્યવસ્થા તથા સ્થિતિનો ખ્યાલ અનુભવ્યો હશે. કદાચ ન વાંચ્યાં હોય તો બોડીંગના સરનામે પત્ર લખી મંગાવી લેવા અને વાંચવા કૃપા કરશો, અત્યારે જે જૈન કોમમાં કેદ પણ સંસ્થામાં સો જેટ લી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લઈ શક્યા હશે તો આ પ્રથમજ સંસ્થા છે અત્યારે પણ જેમાં ૮૨ વિદ્યાર્થીઓ છે. વળી તે જૈન પૂરી થયા તે ગૂજરાતના પાટનગર ઉ અમદાવાદ જેવા સ્થળે આવેલી છે. આ સંસ્થાનો લાભ લેનાર આપણી ભવિષ્યની ઓલાદ છે-સંપદા છે. કુવામાં હશે તો હવાડામાં આવશે. તેમ આપણું ભવિષ્યની કામ કેળવાયેલી સમૃદ્ધિવાન હશે ત–શાસનને વિજય થશે. જેનકેમ ઉન્નતિના શિખરે પહોંચશે માટે તેવી સંસ્થાની જેમ વૃદ્ધિ થાય તેમ કરવા ભલામણ કરું છું. આપ જાણો છો કે નૈતિક, ધાર્મિક, સામાજીક સુધારણાનો આધાર આપણી ભવિષ્યની પ્રજા ઉપર છે. ત્યારે શું આવી સંસ્થાને મદદ કરવી એ શું સર્વે જૈનબંધુઓની ફરજ નથી ? આપ “ પુલ નહીં તો ફૂલની પાંખડી ” આપની શક્તિ મુજબ પણ બર્ડગને મદદ આપવા નહિં ચુકશો. “ કાંકરે કાંકરે પાળ બંધાય ” “ ટીપે ટીપે સમુદ્ર ભરાય એ માટે આપ દરેક બંધુ જે થોડી થોડી પણ મદદ કરતા રહેશે તો તેનું ફંડ 3 હિંગત થશે અને ઘણું આપણું સ્વામી ભાઈઓ તેને લાભ લઈ શકશે. બીજી કામની સરખામણીમાં આપણી કામ ઘણી સ્વભાવે ઉદાર, દયાલુ આ ને લાગણવાળી છે. પૈસે પણ લખલૂટ ખરચે છે. પરંતુ દીલગીરી સાથે જણાવવું પડે છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું પૂર્ણ સ્વરૂપ વિચાર્યા વિના કેટલાક પૈસાનો ઉપયોગ કરે છે. વખતે જ્યાં છે ત્યાં ઢગલા કરે છે. જરૂર છે ત્યાં દષ્ટિ પણ કેઈ નાંખતું નથી. બંધુઓ! જ્યારે જમાનો અત્યા રે તમને ખુલ્લી રીતે શીખવે છે ત્યારે તો આપનું જ્ઞાનલોચન વિકસ્વર કરો. ગાડરીઓ પ્રવાહ કયાં સુધી ચાલુ રાખશે. હાલમાં સુભાગ્યે કેટલાક બંધુઓ કેળવણીની જેએ કદર કરી શકે છે તેવા બંધુઓને વિજ્ઞપ્તિ કે તમે તમારા જાતિ બંધુઓને, સંબંધીઓને તે બાબતનું ભાન કરાવશે. જે જે સ્થળે જે ખાનાંઓમાં જરૂર હોય તે દીર્ધદષ્ટિથી વિચારી તે તે ખરતાં પૂર્ણ કરે.
SR No.522027
Book TitleBuddhiprabha 1911 06 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size851 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy