SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ટાય 340 આખી દુનિયાંને લની ગરજ છે અને અક્કલને અનુભવની જરૂર છે કારણુ એવુ કહેવાય છે કે અનુભવ અકલની આરસી છે તેમાં દરેક કામને પડછાયા દેખાઇ આવે છે. અનુભવ મેળવવા માટે લાંખા વખત લાંબી ઉંમર અને બીલકુલ નિશ્ચિંતતાની જરૂર છે. करार निष्ठा. ( Worship of contract. Vs. status. ) ( લેખક. શેઠ. જેશીગભાઈ પ્રેમાભાઈ મુ. કપડવણજ. ) જો કે પશ્ચાત્ય પ્રજા પાસેથી આપણને ધણા ગુણો શીખવાના મલે છે છતાં પણ એટલું તે યાદ રાખવાનુ છે કે ગુલામ સુટવા જતાં તેના કાંટા આંગળીમાં ભેાકાઇ જાય નહિ. ત્યાંની પ્રજાની પ્રકૃતિમાં કંટકની ગર્જ સારનાર કુક્ત એકજ ગુણુ તેની કરાર નિષ્ફાજ છે અને તેને આપણે દ્વિવિધ દ્રષ્ટિથી અવલાકી શકીએ છીએ. પ્રથમ દ્રષ્ટિ આપણાં શાસ્ત્રીએ પ્રયલિત કરી છે જ્યારે મીજી દ્રષ્ટિ પશ્ચાત પ્રજાથી ઉત્પન્ન થઇ છે. પ્રથમ દ્રષ્ટિ તે પ્રતિષ્ટા ( Status ) ની છે ત્યારે ખીજી દ્રષ્ટિ તે કરાર ( Contract ) ની છે. પ્રથમ દ્રષ્ટિ સ ંમતિ વિષયક છે. પ્રથમ દ્રષ્ટિથી આપણા હૃદયમાં પિતા, માતા, ગુરૂ, તેમજ અતિથી ઉપર માનની લાગણી ઉપસ્થિત થાય છે અને આથીજ આ બધાં પૂજા તરીકે સ્વીકારાય છે. આ પ્રમાણે પૂજા ભાવના અથવા સમાત ભાવના ના પ્રથમ અંતઃકરણમાં ઉદય ચાય છે અને તેથી તેને વ્યક્તિ ઉપર તે પ્રમાણે તે ભાવનાને અનુસરત પ્રકૃતિ થાય છે. ત્યારે મીજી દ્રષ્ટિથી મુખ્ય સોંસારિક સાંધે કરાર ઉપર એટલે કે આપ લે ના સિદ્ધાંત ઉપર રચાયલા છે. માતાના અમુક હુક અને અમુકજ કૃતવ્ય હોય છે, પિતાના અમુક હક તેમજ અમુક કૃતવ્ય હાય છે, પુત્રના અમુક હુક અને અમુક ફ્રજ હાય છે, પત્નીના અમુક ટુક તેમજ અમુક અધિકાર હોય છે. પ્રથમ દ્રષ્ટિ પ્રેમ ભાવના મય છે જ્યારે બીજી દ્રષ્ટિ જમા તથા ઉધાર બાજી સાખી ગણે છે. આ માટે બન્ને દ્રષ્ટિમાં ખાસમાન જમીનનું અંતર રહેલ છે માતાને માતા કહેવાથી પ્રેમ સબંધ સચવાય છે પણ પિતાની બૈરી કહેવાથી નિષ્ઠુરતા સુચવાય છે અને પ્રેમને નાશ થાય છે તેમજ પિતાને પિતા કહેવાથી સમાન દર્શાવાય છે પણ માતાના ધણી કહેવાથી જંગલી રવભાવ દ્રષ્ટિએ તરી આવે છે તેમજ હાંસીને પ્રસીંગ ઉત્પન્ન થાય છે,
SR No.522024
Book TitleBuddhiprabha 1911 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1013 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy