________________
વધારે.
(ાર્ડન પ્રા. } અમને જણાવતા આનંદ થાય છે કે વિશાશ્રીમાળી જ્ઞાતિના શા. લક્ષ્મીચંદ લલુભાઈએ પિતાને ઘેર પુત્ર લગ્નના પ્રસંગે બેડીંગના વિદ્યાર્થીઓને લાવી પતાસાં વહેચ્યાં હતાં તથા બેડીંગના લાભાર્થે રૂ ૫) આપ્યા હતા.
આ પ્રસંગે તેઓ સાહેબે અત્રેની જૈનકન્યાશાળાની બાળાઓને પણ બોલાવી હતી તે દરેક બાળાઓને ઝરમર સીવરની તાસકો પતાસાં ભરી વહેંચી હતી તથા કન્યાશાળાને રૂ ૫) ની મદદ આપી હતી. આ પ્રસંગે શા. લક્ષ્મીચંદના ભાઈ શા. ડાહ્યાભાઈ લલ્લુભાઈએ બેડીંગને રૂ ૨૫ આપ્યા હતા.
અમે સર્વ જૈનબંધુઓને વિજ્ઞાત કરીએ છીએ કે સર્વ બંધુઓએ આવા શુભટાણું જેવા પ્રસંગે આવી અગત્યની સંસ્થાઓને યથાશક્તિ મદદ કરવી જોઈએ અને મંગલકાને ફલિતાર્થ માં વિદ્યાર્થીઓના આશીર્વાદ લેવા જોઈએ.
અમો આ સ્થળે જણાવવા રજા લઈએ છીએ કે આ જ્ઞાતિની વિશાત્રીમાલી કલબ તરફથી કલબના સેક્રેટરી વકીલ પિપટલાલ અમથાશાની મારફતે બેડીંગમાં ભણતા ત્રણ વિદ્યાથીઓને વાર્ષિક સ્કુલફી માટે રૂ.૮૮–૦-૦ ની મદદ આપવામાં આવી છે. આને માટે અમો કલબ અંતઃકરણથી આભાર માનીએ છીએ.
કોઈ પણ સમાજ, કોઈપણ વ્યક્તિ, કામ, દેશ કે રાજ્યનો ઉદય કેળવણીથીજ થવાના છે એ નિર્વિવાદ છે. આ સ્થલ દેહમાં જેમ નાક અગ્રગણ્ય શોભા આપે છે તેમજ મનુષ્યોમાં કેળવણું એજ તેમને દિપાવનાર અલંકાર છે માટે કેળવણીના વૃક્ષને પિલવાની વિશેષ અગત્યતા છે. જે બંધુઓને ન્યૂસપેપર, માસ તેમજ વર્તમાનપત્રો વિગેરે વાંચવાનો શોખ હશે અગર જેઓ સાહેબ કામની સ્થિતિનું બારીક અવલોક્ન કર્યું હશે તેઓ સાહેબને વિદિત હશે કે દુનિયાની ઘણી ખરી અન્ય કામની સરખામણીમાં આપણું કામ કેવી પાત સ્થિતિ ભગવે છે માટે બંધુઓ જમાનાને અનુસરી તનમન અને ધનથી કેળવણીના વિષયને ઉત્તેજન આપે અને આપના હદયકમળમાં રૂપેરી અક્ષરે અક્ષરશઃ કાતરી રાખશે કે કેમને ઉદય કેળવણીથી જ થવાને છે.
છેવટ શા. લર્મિચંદ તથા છે. ડાહ્યાભાઈ એ રૂ. ૭૫) બેડીંગને મદદ આપી છે માટે તેઓ સાહેબને અમે આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે સર્વ કામના સહસ્થો આનું અનુકરણ કરશે.
- ઉપરોક્ત શા. લકિમચંદના પુત્રના લગ્નની ખુશાલીમાં તથા શેઠ મણિ ભાઈ જેશીંગભાઇના ચિં. બાબાસાહેબના લગ્નની ખુશાલીમાં બોર્ડીગના વિદ્યાથીઓને જમણ આપવામાં આવ્યું હતું.