SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શહેરની પ્રજાની વિશેષ ભક્તિ હતી. તમારા વડીલબંધુએ માસ ઉપવાસનું પારણું કરવા માટે એક વખત નિમંત્રણ કરી. રાજાના નિમંત્રણને માન આપી તે મહેલમાં જમવા આવ્યું. તેના પારણા માટે સર્વસામગ્રી તૈયાર કરાવી જમવા બેસાડ્યો, અને વિશેષમાં જમતી વખતે તેને પવન ઉરાવા મને આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞાને માન આપી તે કામ માટે બજાવવું પડ્યું, અહા! ભક્તિની પણ મર્યાદા હોવી જ જોઈએ. નવીન વન, સુંદર રૂપ, અને ગારથી ભરપુર મારા શરીરને જોઈ તે પાખંડીનું મન વિક્ષિપ્ત થયું. ખરેખર તપસ્વીઓનું પણ મન સુરૂપ સ્ત્રીઓને જોઈ ચલિત થઈ જાય છે. અને આજ કારણથી વીતરાગદેવે ભેગીઓને સ્ત્રીઓના સહવાસથી દૂર રહેવાનું ફરમાન કર્યું છે. જુઓ કે દરેક યોગીઓ માટે કે તપસ્વીઓ માટે આમ બનતું નથી કે તેમનું મન ચલિત થઇ જ જાય. છતાં તત્વજ્ઞાનમાં પૂર્ણ પ્રવેશ નહિ કરનાર, અજ્ઞાન કષ્ટ કરનાર, સ્વ–પરના વિવેકને નહિ જાણુનાર, કે પ્રથમ અભ્યાસીઓના સંબંધમાં આવા પ્રસંગે બનવાનું સુલભ છે. સત્તામાં રહેલાં કેટલાંક કર્મોનો એવો સ્વભાવ છે કે નિમિત્ત પામી તે કર્મોને ઉદય થાય છે. તે અવસરે આત્મ જ્ઞાનમાં પ્રમાદી અને સ્વરવરૂપ ભૂલેલા અભ્યાસાઓ પ્રબળ કર્મોદય ને રોકવા અસમર્થ થઈ, તન, મન, ઉપરથી પિતાનો કાબુ (સત્તા) ખોઈ દેઈ અકાર્યમાં પ્રવૃત્ત થાય છે. માટે આત્મદશા પ્રગટ કરનાર છેએ તેવાં નિમિત્તોથી વારંવાર દૂર રહેવું એજ ફાયદાજનક છે. “ તે તપવી જમતાં જમતાં પિતાનું ભાન ભૂલી ગયો. તપસ્યાથી ગ્લાનિ પામેલા શરીરમાં કામે કોઈ પ્રબળ જુસ્સે ઉશ્કેરી મૂકયો કે જેથી દુબળ શરીર પણ પ્રબળ થઈ આવ્યું. તે અવસરે તે તે જમીને પાછો ગયો, પણ રાત્રીએ તે મહાધીન, કામાંધ, તપસ્વી ગોધાના પ્રયોગથી મારા મહેલમાં દાખલ થયો, અને મારી પાસે વિષયની યાચના કરવા લાગ્યો. જ્યારે તેનું કહેવું મેં માન્ય ન કર્યું ત્યારે મને સામ, દામ, દંડ અને ભેદનાં વચનોથી દમ ભરાવી હરેક રીતે કનવા લાગ્યો. . આ તારવી હોવાથી તેને વધ ન થાય તો સારુ, એમ ધારી મેં પણ સામ, દામ દંડ અને ભેદનાં વચનોથી ઘણું સમજાવ્યો. છતાં તેને વિષયાંધતાનો રાગ જરા માત્ર એ ન થશે. આમ અમારા બન્નેની રકઝક ચાલતી હતી તેવામાં શયન કરવાનો વખત થતાં તમારા વડીલ બંધુ મહારાજા જયચંદ્ર દ્વાર આગળ આવી પહોંચ્યા. અને અમારા આપસમાં થતા આલાપ છુપી
SR No.522017
Book TitleBuddhiprabha 1910 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy