________________
લ્યો ગયો હતો, એટલે તેમના દુઃખનો અંત ત્યાંજ આવે તેમ નહોતું જ. આ વાર્તા શહેરના મોટા ભાગમાં પ્રસરી ગઈ. ઠેકાણે ઠેકાણે બને વણિકોને લેકે ફીટકાર આપવા લાગ્યા. અને ઉગ્ર કર્મનાં ફળો આ ભવમાંજ મળે છે, એમ નિશ્ચય કરી હળવા કર્મો જ તેવાં ઘોર અકાથી અત્યારથી જ પાછા ફરવા લાગ્યાં.
આ અવસરે લેભાકરનો પુત્ર ગુણવર્મા કોઈ કાર્યપ્રસંગે કેટલાક દિવસથી અન્ય ગામ ગયો હતો, તે આ વાત સાંભળી ઘેર આવ્યા. પતાના પિતાની તથા કાકાની આવી અધમ દશા જોઈ તેને ઘણું લાગી આવ્યું. ગુણવર્મા ઉદાર દીલને, નિર્લોભી, અને વિચારશળ હતો. લોકોમાં થતા આ અપવાદે તેનાથી સહન ન થયા. બીજી બાજુ પિતાના વડીલોને દુઃખી થતા જેવું તે પણ ચગ્ય ન લાગ્યું. તેણે તત્કાળ અનેક મંત્ર તંત્ર વાદિઓને તેડાવ્યા, અને પાણીની માફક પૈસાનો વ્યય કર્યો, અનેક ઉપાય કર્યો. અનેક મંત્ર તંત્ર વાદિઓ આવ્યા, પણ જે તીવ્ર કર્મોથી કસાયેલા હેય તેને તે વિપાકે ભગવ્યા સિવાય છુટકે કેવી રીતે થાય ? પાણી ઉપર થતા પ્રહારની માફક તેઓના કરેલા સર્વ ઉપાયો નિષ્ફળ નીવડયા. એટલું જ નહિ પણ હળવે હળવે તેમની પીડામાં વધારો થતા રહ્યા. ગુણવર્મા નિરાશ થ, કોઈ ઉપાય લાગુ ન પડવાથી સર્વ મંત્ર, તંત્ર વાદિઓને વિસર્જન કર્યા.
પ્રકરણ ૪ થું.
યુવાન પુરૂષની શોધ,
રિદ્ધિથી પૂર્ણ છતાં, મનુષ્યોથી શન્ય એક શહેરની આગળ ઉભો ઉભો યુવાન પુરૂષ વિચાર કરે છે કે “હવે હું ક્યાં જાઉં? તે અજાણુ પુરૂષની શોધ કેવી રીતે કરૂં ? હું પિતે તે તેને ઓળખતા નથી, તેને ઓળખનાર સાથે આવેલ માણસ તો બીમાર થવાથી રસ્તામાંથી જ પાછો ફર્યો. તેનું નામ, કામ કે આકૃતિ વિગેરે હું કાંઈ જાણતો નથી. ફરી ફરીને થાકે. અનેક શહેરો, ગામે, આશ્રમ, વિગેરે શોધી વળે. પણ તેનો તે પત્તા લાગતો જ નથી. અથવા તે આટલામાં જ હોય છતાં હું તેને કેવી રીતે એળખી શકું?” વિગેરે વિચારોથી અને રસ્તાના પરિશ્રમશ્રી ખિન્ન થયેલ તે