________________
૧૪૩
ખરેખ રાખવાની હોય છે તે રાખી શકતા નથી. અને તેમની ઉપેક્ષા કરવાથી તેમાંથી મળવાને લાભ ગુમાવી દે છે. એટલું જ નહીં પરંતુ પિતે ઉપેક્ષાના કારણથી અશુભકર્મના ભાજન થાય છે. વળી અતિ ગુપ્ત સ્થાનમાં પણ ઘર કરવું નહીં. કારણુંકે તે ઘર ચારે બાજુથી બીજા ઘરથી વીંટલાઈ જવાથી શોભાને પામતું નથી. વળી અગ્નિ વગેરેનો ઉપદ્રવ થયેથી તેવા ઘરમાંથી નીકળવું અગર તેમાં પેસવું ઘણું દુઃખદાયક થઈ પડે છે. વળી જે ઘરના પાંડેસી સારા ન હોય તે ઠેકાણે પણ ઘરે કરવું નહીં. કારણ કે તેમના સંસર્ગથી તેમના દુર્ગણો આવે છે. કહ્યું છે કે કુશીલ પાડોસી સાથે બાલવા વીગેરેનો સહવાસ કરવો તે ગુણવાન જીવને પણ હાનીકારક છે.
૧૦. વાસ્તુશાસ્ત્રમાં કહેલા લક્ષણે સહીત ઘરમાં ગ્રહવાસ કરો. જે જમીનમાં દરો તથા કસ્તુબ કહેતાં વનસ્પતિ હોય તથા જે જમીનની માટીને વર્ણ, ગંધ, સારો હોય તથા જે જમીનમાંથી સારા સ્વાદવાળું પાણી નીકળતું હોય તથા જે જમીનમાં દ્રવ્ય ભંડાર હોય ઇત્યાદિક ઇત્યાદિક ગુણવાળી જમીનને વિષે ઘર બાંધવું, વળી જે જમીન વાસ્તુશાસ્ત્રમાં કહેલા અપલક્ષણે કરી સહીત હોય તેવી જમીન ઉપર ઘર બાંધવું નહીં. કારણકે તેથી કરીને સપુરૂષોને વૈભવનો વિનાશ વગેરે ઘણા દોષ ઉત્પન્ન થાય છે. વળી સારા લક્ષણવાળું ઘર વાંછીત ફળને આપવાવાળું છે. કોઈ પ્રશ્ન કરે જે ઘરના લક્ષ
નું જાણપણું શીરીતે થાય તેને ઉત્તર જે નિમિત્તશાસ્ત્રવો તેવા ઘરની પરિક્ષા કરવી નિમિત્ત એટલે અતીનિય ર્થ (ઇદ્રીયોને ગોચર નહીં એવા જે પદાર્થ ) એવા શુકુન, વન, ઉપશ્રુતિવડે કરી પરિક્ષા કરવી. તેમાં શુકુન અને સ્વમ એ બે પ્રસિદ્ધજ છે. ઉપકૃતિ એટલે અણધાર્યો કોઈનો શબ્દ સાંભળવાથી કલ્પના કરવી તે; લોકોમાં એવો ઉખાણ છે કે “ શકુનથી શબ્દ અધીક” આનો કેટલોક વિધી અંગ વિદ્યામાં કહેલો છે. રાત્રિએ ઘણું લાક જપી જાય તે વખતે પિતાનું કામ મનમાં ધારી હાથમાં કંકુ ચોખા લઈ બારણે નીકળી કાઈ માળી, ધોબી, કુંભાર વીગેરેના ઘર ઉપર તે કંકુવાળા ચોખા નાખી વધાવી ઉભું રહેવું. પછી તે ઘરમાં બોલાતા શબ્દો સાંભળી પોતાના કામને પરીણામ શો થશે તેની બુદ્ધિથી કલ્પના કરવી અથવા કોઈ બુદ્ધિવાનને પુછી નિશ્ચય કરો અને સંગ દેહપણું વિપરિતપણું તથા અનિશ્ચિતપણે તે રૂ૫ યથાર્થ જ્ઞાન કરવામાં જ દે છે તેનો પરિહાર કરે તે પહેલા કહેવાય. આ પ્રકારની પરિક્ષાવડે ઘરના સઘળા લક્ષણોનું અવલોકન કરવું વળી અનેક જવા આવવાના રસ્તા રહિત ઘર કરવું. જે ઘરના નીકળવાનાં દ્વાર ઘણાં હોય અને પેસવાનાં દ્વાર પણ ઘણાં હોય તેનો ત્યાગ કરવો; મતલબ કે ઘરમાં પિસવાના તથા નીકળવાનું ઘણું રસ્તા ન રાખવા, અનેક રસ્તા રાખવાથી