SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની ગુલામગીરી. એક આશ્ચર્ય? જ્યારે આપણે ભૂતકાળ તરફ દષ્ટિ કેરવીએ છીએ, ત્યારે, મનુષ્ય જીતિને ઘણે ભાગ ગુલામગીરીની ધુંસરી નીચે ચંપા અને દુ:ખી થતો આપણી નજરે પડે છે. આવી બાબતોનો અભ્યાસ કરો, તે આનંદદાયક નથી, પણ આપણે ભૂતકાળને વર્તમાનકાળ સાથે સરખાવી ભવિષ્યને ઉપયોગી શિક ગ્રહણ કરી શકીએ, તે માટે ભૂતકાળનો ઈતિહાસ તપાસવાની જરૂર છે. ગુલામગીરી છે કે આપણી દષ્ટિએ હલકી પાથરી લાગે છે, પણ ખરી રીતે તપાસતાં તે ઉન્નતિક્રમનું એક અગત્યનું પગલું સૂચવે છે. પ્રથમ એવો સમય હતો કે યુદ્ધમાં પકડાયેલા કેદીઓને, એક મોટી જ્યાન કે જેમાં મનુષ્યના માંસને ઉપયોગ થતો હતો, તેને વાતે, રાખી મુકવામાં આવતા અને તે મનુષ્યરૂપી રાક્ષસના અધમ સ્વાદને સારુ તે બિચારા કેદીઓને મારીને તેમનું માંસ રાંધવામાં આવતું હતું. ઈતિહાસ જ• ણાવે છે તેમ હજારે કેદીઓને મારી નાખવા કરતાં તેમને બચાવવા, ગુલામ બનાવવા અને તેમની પાસે વૈતર કરાવવું, એ એક આગલનું પગલું છે, એમ સહેજ વિચાર કરનારને સમજાયા વગર રહેશે નહિ. પણ આ ગુકામગીરીનો રીવાજ પણ લાંબે વખત ચાલી શકે તેમ નહોતા. જો કે મારીનાખવા કરતાં ગુલામ બનાવવાનો રીવાજ એક રીતે વધારે ઉત્તમ છે. છતાં ડાહ્યા અને જ્ઞાની પુરૂષોને વિચાર કરતાં માલુમ પડ્યું કે આ ગુલામાં ઉપર તેની બહુજ માઠી અસર થાય છે. પ્રાચીનકાળના એક ગ્રીક ફીલસુકે લખ્યું છે કે “ જ્યારે મનુએ ગુલામ બને છે. ત્યારે તેની અર્ધ મગજશક્તિ તો તે વખતે જ વિનાશ પામે છે. અને જેને ગુલામગીરીનો બરાબર અનુભવ હતું એ હાલને એક પ્રખ્યાત વિદ્વાનું જણાવે છે કે ગુલામગીરીની ધુંસરી નીચે આવેલા મનુષ્યોમાં બીકણપણું, કપટ, મહેનતતરફ અરૂચિ, ચારી કરવાની ટેવ, વિષયવાંછના, અવિચારીપણું, અને નિસ્તેજપણુંઆવા દુર્ગુણો પ્રવેશ કરે છે. ગુલામગીરી અસલના વખતમાં એટલી બધી સાધારણ હતી કે મારા મોટા વિદ્વાનો પણ તે સંબંધી ચુપ રહ્યા છે, પણ તેના વિરૂદ્ધ બેલ્યા નથી. ગુલામગીરી અથવા ગુલામાના શરીર ઉપર પૂર્ણ સત્તા-એ બાબતે ઘણા લાંબા સમય સુધી લેકાના તિરસ્કારને પાત્ર ગણતી ન હતી. પ્રાચીન સમયમાં કેટલાક ગુલામે તેમના શેઠ કરતાં વિદ્યામાં અને
SR No.522013
Book TitleBuddhiprabha 1910 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy