________________
ન બૂકે તેવા ગ્રંથે હાલ મોજુદ છે, તે ધર્મના લોકોમાં ગાઢ અજ્ઞાન તિમિર છવાઈ રહ્યું છે. અમૂલ્ય હસ્ત લિખિત ગ્રંથ અમૂલ્ય તાપ, અમૂલ્ય શિલાલેખ સાંપ્રતકાલમાં એવી દુર્દશામાં આવી પડ્યા છે કે જ્ઞાન રસિક મનુને અમુપાત થયા વગર રહેજ નહિ. અરે જાગો ત્યારે હે ભાઈઓ પ્રમાદ દૂર કરે.
આવી દીલગીરી ઉપજાવે એવી આપની અવસ્થા માટે રડવું અત્યારે ઉચિત નથી. ચાલો ત્યારે આપણા પ્રસ્તુત વિષય તરફ વળીએ. જ્ઞાન કેવી ચીજ છે તેથી કેવા ફાયદા થાય છે તેનું માહાતમ્ય કેટલું છે તેના ઉપર આપણે વિચાર ચલાવીએ.
જ્ઞાન એટલે જાણવું છે. આ દુનિયામાં ઘણા પદાર્થો છે. તે બધાનું જ્ઞાન લેવા આપણે હાલ અશક્યા છીએ. આપણી ઇકિ આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ સર્વે અપૂર્ણ છે એટલે જ્ઞાન પણ આપણને અપૂર્ણ મળે છે.
આપણી ઈદ્રિય અપૂર્ણ છે એટલું જ નહિ, પણ આપણી પાસે જ્ઞાન મેળવવાના બીજા સાધને પણ અપૂર્ણ છે. કેવલ જ્ઞાની પુરૂષો હાલ જણાતા નથી. માત્ર આપણું પુસ્તકાનું સાધન છે, તે પણ કંઈ પૂર્ણ હોઈ શકે નહિ. આમ આપણા સાધને ખામીવાળા છે તેથી નિરાશાથી જ્ઞાન મેળવતાં અટકવું નહિ જોઈએ. જેટલું જે દિશામાંથી જેવું જ્ઞાન મળે તે ગ્રહણ કરવું જોઈએ. કારણ કે જેમ ખેથી સુધારેલી જમીન તેમાં રહેલા બીજને ઉ. છેરી વૃક્ષરૂપ કરવામાં સહાયતા કરે છે તેમ વિદ્યાભ્યાસથી કેળાવાયેલી બુદ્ધિ, પ્રાપ્ત થયેલાં હરકોઈ મોટાં કાર્યો સિદ્ધ કરવામાં ઘણી મદદ કરે છે. જેની બુદ્ધિ કેળવાયેલી નથી તે વગર ખેડેલી જમીનની જેમ છોડને મુંઝવી નાંખે છે તેમ પ્રાપ્ત થયેલા કાર્યને ગુંચવી નાંખે છે, માટે વિદ્યાભ્યાસરૂપી ખેડથી બુદ્ધિરૂપ જમીનને જરૂર સુધારવી જોઈએ, એક નાનો ભરવાડને છોકરી કાંઈ પણ હથીઆર કે લાકડી વિના ઘણી ગાયો ને ભેસોના ટોળાને દેરી જાય છે તે શાથી? શું તે કોમળ શરીરના શિશુનું શારીરિક બળ એક જ બરજસ્ત ૩ પુષ્ટ ભેંસના શારીરિક બળની પાસે નવું નથી. ? પણ પોતાના મનોબળ પિતાના જ્ઞાનબળથી તે છોકરે તેવી રીતે પશુઓ ઉપર સરસાઈ ભગવે છે. ત્યારે જ્ઞાનબળની મહત્તા સર્વેને સમજાય તેવી છે. જ્ઞાનબળથી જ પાશ્ચાત્ય દેશના લોકે હાલ આપણુથી કલાકૌશલ્યમાં આગળ વધ્યા છે. જ્ઞાને તે આ સૃષ્ટિનું મુખ ફેરવી દીધું છે. રેલ્વે, ટેલીગ્રાફ, સ્ટીમર મોટોર, બાઈસીકલ વિગેરે જ્ઞાનનું જ ફળ છે. શે જ્ઞાનનો પ્રભાવ !! શું તેનું મહત્વ.