________________
દ્રવ્ય સાતનય વગેરે સૂમ તનું પરિપૂર્ણ જ્ઞાન થતાં દયાનું સ્વરૂપ સમજાય છે. જે જે અંશે જેવા જેવા પરિણામની ધારાએ દયા થાય છે તે તે અંશે તેવું તેવું ફળ પ્રાપ્ત થાય છે. દયા વ્રત પાળવાને માટે અન્યત્રતો પણ છે. જો દયા નથી તો અન્યવત ફળ પ્રદ નથી. દયાદેવીના સમાન અન્ય કઈ જગતમાં પૂજ્ય નથી. દયાના સમાન અન્ય કોઈ સુખ આપનાર નથી.
દયા વિના જગતમાં શાંતિ પ્રસરની નથી. દયા વિના મનુષ્ય શોભી શકતો નથી દયાને માટે સાધુ તથા શ્રાવકનાં વ્રત પાળવાં પડે છે; ને તમે દયામય છે તે વનમાં જવાની જરૂર નથી. જે ઉદયમાં દયા નથી તે વનમાં જઈને શું કરશે. જો તમે દયાની ઉચ્ચ કોટી પર આવ્યા નથી તો ભલે તમે મૂર્તિની નદીઓની યાત્રા કરો, દયા વિના તમને કંઈ પણ ફાયદો થવાનો નથી. લક્ષ્મી વિના પણ તમે દયાથી ઉત્તમ ધર્મ કરી શકશો. દવાના ઉચ્ચ પરિણામથી તમે સિદ્ધ બુદ્ધ પરમાત્મા થશે. જો તમે ફક્ત દયાને પાળશે તે અનેક ચમકારોનું ઘર થશે. જે જે છ મુક્તિ પામ્યા અને પામશે તે દયાના પ્રતાપથીજ સમજશે, જેમ જેમ દયાનું અંતરમાં ઉરચ વર્તન રાખશે તેમ તેમ અનેક પાપથી મુક્ત થશે. ઉપર ઉપરના ડોળઘાલુ દયાળ જે દેખાય છે તેમના હૃદયમાં તે હિંસા થતી હોય છે તેથી તેમને દયાના પરિણામને અભાવે શુભ ફળ પ્રાપ્ત થતું નથી. સર્વ જીવોનું ભલું આત્મજ્ઞાની કરી શકે છે. કારણ કે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ખરી દયાનું સ્વરૂપ સમજી શકે છે. સર્વ જીવોનું મન વાણી અને કાયાથી ભલું કરી, સર્વ જીવો પરમસુખ પ્રાપ્ત કરો. સર્વ જીવોને પરમશાંતિ વ-ઇત્યાદિ દયાની ભાવના પિતાના આત્માને પરમાત્મા બનાવે છે, જે પિતાના આત્માને જ્ઞાનદર્શન પ્લાન સમાધિથી ભાવે છે તે પરમાત્મા થાય છે અને તે સર્વ જીવોની પરમ દયા કરે છે, એવી દયા સર્વ જીવોને પ્રાપ્ત થાઓ.
ૐ શાન્તિઃ ૨.
સિદ્ધ ક્ષેત્ર શ્રી સિદ્ધાચલ તીર્થની યાત્રા. ( લેખક. મુની બુદ્ધિસાગર---પાલીતાણા ) શકુંજય મે તીર્થ નહિ, રૂપભ સમે નહિ દેવ. ગિામ સરખા ગુરૂ નહિ, વળી વળી વંદુ તહ.