________________
૩૧૨
જૈન ધાર્મિક જ્ઞાન, જ્ઞાનથી થતા ફાયદા, જ્ઞાનનું માહાભ્ય.
25
લેખક–- શા. ડાહ્યાભાઇ ઇશ્વરદાસ. મુંબઈ.)
( અંક નવમાના પાને ર૭૯થી અનુસંધાન. ) માટે મારા વહાલા પ્રિય જૈન બંધુઓ ધર્મના દશ લાણ છે તે હમેશાં આપણે યાદ રાખવા જોઈએ. તે દશ લક્ષણો નીચે પ્રમાણે.
धृति क्षमा दमोऽस्तेयं शौच मिन्द्रिय निग्रहः
धी विद्याः सत्यम क्रोशे दशकं धर्म लक्षणम् ધતિ, ક્ષમા, અસ્તેય, પિશાચ, ઇન્દ્રિય નિગ્રહ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ એ દશ ધર્મનાં લક્ષણ હમેશાં યાદ રાખવાં જોઈએ આ દશ લક્ષણનું વર્ણન કરવા જતાં ચેપડાના ચોપડા ભરાય માટે મેં આ ઠેકાણે ફક્ત તેમના દશ લક્ષણનાં નામજ લખ્યાં છે. માટે મારા પ્રિય બંધુઓ રાતને દહાડે દુનીઆમાં એક નાશવંત દોલત મેળવવા માટે મહેનત કરીએ છીએ તે પણ આપણે મેળવીએ છીએ તે આ અખુટ ધર્મરૂપી દોલત મેળવવાને કેમ આપણે માહેનત ન કરીએ અલબત કરવી જ જોઈએ. અરે આપણું પોતાના ધર્મનું અભિમાન રહેવાથી આપણી જ્ઞાતિની કઈ પણ કાળે ઉન્નતિ થશે થશે અને થશેજ. કામ, ભય લાભ તથા જીવીત માટે આપણા ધર્મનો ત્યાગ કરે જોઈએ નહિ. આપણે જૈન ધર્મ નિત્ય છે અને સુખ અને દુઃખ અનિત્ય છે તેમ આપણે જીવ નિત્ય છે અને અવિદ્યા અનિત્ય છે માટે સુખ દુઃખ તથા અવિદ્યારૂપ અનિત્યનો ત્યાગ કરી નિત્ય રત્નચિંતામણીરૂપ ધર્મ અને આત્માના વિશે શ્રધા કરો અને સંતોષ પામે કારણ કે ધર્મ સમાન બીજો કોઈ પણ લાભ નથી. દુઃખથી આ પિપણ કરેલું શરીર નાશ પામે છે અને તેના સંબંધી લો કે તેને ઉપાડી દુર લઇ જાય છે અને રૂદન કરી કાન માફક તેને ચિતામાં નાંખી દે છે માટે આ નાશવંત શરીરને કઈ પણ ફર્સ નથી એમ જાણી ખરા રત્ન ચિંતામણીરૂપી જૈન ધર્મને વળગી રહો અને મહેમાંહે સંપૂરાખી વધર્મને સાચવવા ધનવાન બને સિંહ જેમ ઝાડીના આશ્રય કરે છે તે તેથી કોઈ પણ માણસ તે સિંહના ઉપર ગોળી છોડે તે તે સિંહને નહિ વાગતાં ઝાડ સાથે અથડાય છે અને સિંહનું રક્ષણ થાય