________________
કેટલાક પાપથી દખી દેખાય છે પણ આત્મતત્વ તો સર્વ માં એક સરખું રહેલું છે બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય, શુક, વિગેરે જાતિ કે વ્યવહારથી પડેલી છે, તે પણ આમદષ્ટિથી જોતાં સર્વ મનુષ્યના શરીરમાં આત્મતત્વ એક સરખુ વ્યાપી રહેલું છે. દરેક વણે જો આમાની ઉન્નતિ કરવી હોય તે, નીચ ભાવના દુર કરવી જોઈએ, અને ઉચ્ચ ભાવના રાખવી જોઈએ. આત્મદીથી જોતાં સર્વ જીવ ઉપર સમાન ભાવના રાખવી જોઈએ કારણ આત્મા નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ છે. કર્મના યોગથી દરેકની જુદી જુદી સ્થિતિ થએલી છે તે પણ આત્મિસત્તા તો દરેક જીવમાં એક સરખી રહેલી છે. ગૃહસ્થ ! સર્વ જીવોને એક સરખા માનીને ધાર્મિક વ્યવહારિક કેળવણી આપીને મનુષ્યોની ઉન્નતિ કરવા ધારે તો ઉન્નતિ થઈ શકે કેળવણીવનાવ્ય, ક્ષેત્ર, કાળભાવની સમજણ પડતી નથી, ઉન્નતિના ઉપાય સુજતા નથી. આર્થિક સ્થિતિ પિદા કરવામાં પણ કેળવણી વિના ઉન્નતિ થઈ શતી નથી. તેમ વ્યવહારના દરેક કાર્યમાં કેળવણી ઉપયોગી છે. જાપાન કે જે દેશ ૪૦ વર્ષ પહેલાં કંઇજ હીસાબમાંજ નહોતે તેણે કેળવણી લીધી ને રૂશીયા જેવા મોટા રાજ્યપર જીત મેળવી. શ્રી ગાયકવાડ સરકારે પિતાના રાજ્યમાં ફરક્યા કેળવણી દાખલ કરી તે માટે તે નામદારને ધન્યવાદ ઘટે છે. કુટુંબનું ગામનું દેશનું, ને સર્વનું ભલું કરવાની ઈચ્છાવાળાએ કુસંપનો ત્યાગ કરવો જોઈએ, ચેરી, વિશ્વાસઘાત વ્યભિચાર વિગેરે દુર્ગુણોનો ત્યાગ કર જઈએ. રંક હોય કે રાજા હોય તો પણ આવા સગુણ વિના ઉન્નતિ થઈ શકે નહિ. સંસ્કૃત ઈગ્લીશ વિગેરે ભાષા ભણી અનેક ગ્રંથોના અભ્યાસ કરવામાં આવે તો પણ મનને કેળવી નીતિમાન નહી થવાય ત્યાં સુધી ઉન્નતિ થવાની નથી. ધર્મવિના નીતિની ઉત્પત્તિ થઈ શકતી નથી અને નીતિ વિનાની કેળવણી લુખી છે. સાથી આમાની ઉન્નતિ થઈ શકે છે એમ તીર્થકરો કહે છે. દરેક ધર્મવાળાઓ ખંડન મંડનમાં નથી ઉતરતાં આવા સદ્દગુણે ધારણ કરે તો આત્માની ઉન્નતિ થવામાં કંઈ હરકત જણાતી નથી. આ મન્નતિ કરવામાં ગુણ ગ્રહણ કરવાની દષ્ટિ રાખવી જોઈએ. અને દરેક પરસ્પરના ગુણે ગ્રહણ કરવા જોઈએ ગુણ ગ્રહણ કરવાની દૃષ્ટિથી સર્વ ધર્મો માંથી સાર ખેંચી શકાય છે. સમભાવથી આત્માની ઉન્નતિ થઈ શકે છે. બુદ્ધ હોય, શ્વેતાંબર હય, દીગંબર હોય, વેદાંતી હોય કે મુસલમાન હોય પણ જે સમભાવ આવે ને રાગદ્વેષ ટળે તો તેની મુક્તિ થઈ શકે છે. હિંદની અવનતિ ધર્મના ઝગડાઓથી થઈ છે. માટે ભિન્ન ભિન્ન ધમઓએ પણ સંપીને વર્તવું જોઈએ. એક બીજામાં રહેલા સારા સદગુણ લેવા જોઈએ છે. જે