________________
થઇ પડયા હતા અને તે મુજબ ગુજરાતમાં પણ થયું હતું. એ સમયે ગુંજરાતને સુ જાફરખાન હતો, જે પાછળથી ગુજરાતની બાદશાહી ધારણ કરતાં પિતાનું નામ મુજફરશાહ રાખ્યું હતું. દીલ્હીની રાજ્યસત્તા દેદની થઈ હતી પરંતુ જાફરખાનના વખતમાં કાંઈ ઠીક બંબસ્તને લીધે ગુજરાતિમાં કાંઈક શાંતિ હતી. અને આપણે ધારી શકીએ છીએ કે જે એવી શાંતિ ના હોત તે સમસુંદર ઉપાધ્યાયને સરિ પદવી મળી તે અવસરે જે ભારે ઠાઠવાળા આછવ પાટણમાં નરસીંહ શેઠે કર્યો હતો અને જેનું વર્ણન આપણા કરીએ કાઢય અંદર ઝળકતું કર્યું છે તે વે મુશ્કેલ હતું.
- છઠ્ઠા સર્ગમાં જે વૃદ્ધ નગર કહેલું છે, તે હાલનું વડનગર છે એવું ત. ળાવના નામ વિગેરેની ઈધાણીઓ તથા દંત કથા વિગેરેથી આપણે જાણીએ છીએ. અલબતે હાલ તેની પૂર્વના જેવી આબાદી નથી. મુનિસુંદર વાચકને આચાર્યપદ આ શહેરમાં સામસુંદર સૂરિએ આપ્યું હતું. પણ ડેઈ સાલમાં, તે કાવ્ય અંદર બતાવ્યું નથી. જૈન તત્ત્વદર્શ પાને પ૮૧ માંથી જણાય છે કે એ ચાલ સંવત ૧૪૭૮ (સને ૧૪૨૨) ની હતી અને એ વખતે એ છવમાં દેવરાજ શેઠે રૂ. ૩૨૦૦૦) ખર્ચ કર્યા હતા.
સાતમા ભાગમાં જે ઈલદુર્ગ લખેલું છે તે હાલનું ઈડર શહેર છે, ત્યાં સવ રણમલનું નામ આજ પણ ઘેર ઘેર ચાલુ છે. ડુંગર ઉપરની એક જગ્યાને લેકે રણમલની ચોકી કહે છે. સેમ સુંદર મુનિને જે સાલમાં એટલે સને ૧૪૦૧ (સંવત ૧૬૫૭)માં સુરિ પદવી મળી તેજ સાલમાં ઉપર કહેલ મુજફરશાહે રાવરણમલ ઉપર ચઢાઈ કરી હતી. (જુઓ ફાર્મ્સ સાહેબની રાસમાળાની અંગ્રેજીમાં સને ૧૮૭૮ની નવી આવૃત્તિના પાને ૨૫૧ માં)