SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ દાર નથી, અને જેએને કાગનો આધાર લેવો પડે છે તેવી સ્ત્રીઓ સમ જવાની છે. જાપાનમાં દરેક શહેર અને ઘણુ ખરાં ગામડાં ઉચી અને મોટી ચીમનીઓમાંથી નીકળતા ધુમાડાથી છવાયેલાં દેખાય છે (એટલે કે દરેક - કાણે નાના કે મોટા કારખાનાઓ હોય છે) હિંદુસ્થાન કરતાં આ બાબતમાં જાપાન તદ્દન જુદુજ ભાસે છે. જે લે મહેનત કરવાને અને કમાવાને માગે છે તેમને વાતે જોઈએ તેટલું કામ છે. કોઈ પણ માણસ અહીંયાં ધંધા વગર ભૂખમરાથી મરણ પામતું નથી. જેને કામ કરવું જ ન હોય અને ભુખથી મરી જવું હોય તે ભલે તેન કરે, પણ એવા માણસ મેં કદી જેવા કે સાંભળ્યા નથી. ધનવાન અને ઉચ્ચ સ્થિતિની સ્ત્રીઓ પણ કાંઈ પણ ધંધા વગરની ાિની નથી. ગુજરાનને સારા ધંધે કરવો પડતો હોય તેની માફક તેઓ કામ કરે છે. જાપાનની એક સ્ત્રી જેની સાથે મારે મિત્રતા હતી, અને જે બક પિસાદાર હતી, તેને મેં એક દિવસ પુછયું “ જે કામ કર્યા સિવાય પણ તમે સુખમાં રહી શંકા તેમ છે, છતાં શા સારૂ તમે કામ કરો છો ? ” તેણે તરત જ જવાબ આપે” કા ન કરૂં તે હું શું કરું ! તમે એમને કહેવા માગતા નથી કે મારે મારી જીંદગી આળસમાં, નકામાં પાં મારવામાં કે પારકી કુથલી કરવામાં ગાળવી જોઈએ. તમે કેવા મુર્ખ દેખાઓ છે! શું તમારે ત્યાં સ્ત્રીઓ કામ કરતી નથી ” મેં જવાબ આબે “ ના ! અમારી સ્ત્રીઓ ભાગ્યેજ કામ કરે છે.” મેં મારી મુખઈ આ રીતે સવાલ પુછીને જણાવી અને હું બીજી કોઈ સ્ત્રીને એ સવાલ પુછું તે મારી મુખઈ જસુઈ આવે, જાપાનમાં ઘણી સ્ત્રીઓ પિતાના પતિને તેના ધંધામાં મદદ કરે છે. છબી પાડવાનું કામ, પિલા છાપ, અને છાપવાનું કામ તેઓની શાન બહારનું નથી, અથત કારખાનાના નોકર તરીકે, દુકાનમાં માલ વેચનાર તરીકે, અને ખેતી વાડીમાં મજુરો તરીકે તેઓ જે કામ કરે છે, તે એટલું બધું જાણીતું છે કે તેના સંબંધમાં હું વિશેષ લખવા માગતા નથી. બીજ દેશની માફકજ તેઓ આ કામમાં ભાગ લે છે, છતાં તેમાં એક મોટો તફાવત છે સઘળી સ્ત્રીઓ કેળવાયેલી હોય છે. ઓછામાં ઓછી શરૂયાતની કેળવણી દરેક સ્ત્રીને મેળવી હોય છે. જાપાનમાં પુરૂ કે શ્રા, ગરીબ કે તવંગર નીચ કે ઉંચ સર્વ બાળકોએ શરૂયાતની કળવણી લેતી જ જોઈએ. અને તે કેળવણી મફત આપવામાં આવે છે. તેઓને શરૂયાતની કેળવણીમાં છવ
SR No.522005
Book TitleBuddhiprabha 1909 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size963 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy