SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૨ આ પુસ્તકમાં ઈસ્લામ વિષે અને તેના સંસ્થાપક હઝરત મહમદ પિગંબર વિષે કંઈક ન છાજતાં વિધાન હશે. આ વિધાને મુસ્લિમ જનતામાં વિરોધની લાગણી પ્રગટાવી; ને કેટલેક ઠેકાણે હિંસક રીતે એ વિરોધ દાખવવામાં આવ્યો. અને સદા બને છે તેમ, કોમવાદીઓએ આમાં ઝનૂનપૂર્વક ભાગ લીધે. આ વિરોધે એવું ઉગ્ર રૂપ લીધું કે એમાં દશેક નિર્દોષ માનવીઓનાં લેહી રેડાયાં; અને જાનમાલની ખુવારી પણ ઠીક થઈ. | મુસ્લિમ જનતાએ વિરોધ કર્યો તે સાથે જ શ્રી. મુનશીજીએ તરત જ, જરા પણ વિલંબ વિના, પિતાની દિલગીરી વ્યકત કરી અને જાહેર કર્યું કે હું મુખ્ય સંપાદક છું, પણ આ પુસ્તકનું લખાણ મેં જોયું નથી; ને બધાં પુસ્તકે બજારમાંથી ને સ્ટોકમાંથી લઈને, નાશ કરવા માટે સરકારને સંપી દેવામાં આવશે. | આપણું વડાપ્રધાન પંડિત શ્રી. જવાહરલાલ ને રુએ પણ આ અંગે પિતાનું નિવેદન બહાર પાડયું, ને મુસલમાનોને આઘાત કરતાં એ પુસ્તકમાંનાં વિધાનને તિરસ્કારી કાઢયાં. ગૃહપ્રધાને માનનીય શ્રી, ગેવિંદવલમ છે તે પણ કેમવાદને તિરસ્કારી કાઢતાં, મુસ્લિમને ખાતરી આપતું નિવેદન કર્યું. આ બનાવ અંગે અમારે કંઈ કહેવાનું નથી. આ તે ફક્ત આ બનાવની મુખ્ય હકીકત જ અમે અહીં આપી છે. વળી અમે તે માનીએ છીએ કે કોઈની પણ ધાર્મિક લાગણી દુભવવી એ બરાબર નથી અને કેઈના ધર્મને આદર કરે એ પિતાના જ ધર્મને આદર કરવા સમાન છે. પણ જેઓ લેકેની ધાર્મિક લાગણીઓ દુભવવામાં કુશળ છે, ને પછી લાંબી તર્કબાજી કરીને પિતાની એ ભૂલને સ્વીકાર કરવાની ખેલદિલી દાખવી શકતા નથી, તેમજ વાજબી છતાં પ્રશાંત વિરોધની અવગણના કર્યા કરે છે તેઓને માટે આ પ્રસંગ બેધપાઠરૂપ હાઈ એ તરફ ધ્યાન દેરવું અમે જરૂરી લેખીએ છીએ. શ્રી. મુનશીજીએ વર્ષોથી જૈનોનાં દિલ દૂભવ્યા છે. એના પ્રાણપુરુષને નવલકથામાં વણીને એમને હલકટ ચીતરવામાં પાછું વળીને જોયું નથી, ખંભાતના મુસલમાનોને લૂંટવાને ને સ્ત્રી–બાળકને કતલ કરવાને બનાવ જેનેના માથે ઠોકી બેસારીને એમણે જેને અહિંસાને હલકી દેખાડવામાં આનંદ અનુભવે છે. પ્રસંગના પુરાવારૂપ ‘ામેઉલ હિકાયત’ નામના ગ્રંથનું નામ આપી, પિતાની વાતને બચાવ કરવા તેઓએ ખોટો ભ્રમ ઊભો કર્યો છે, પણ ખરી રીતે આ પુસ્તકમાં આ ઝઘડા અગ્નિપૂજકે ને મુસ્લિમ વચ્ચેને બતાવ્યું છે ને એમાં અઢારે તેમને મહારાજા સિદ્ધરાજે સજા કર્યાનું કહ્યું છે! કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાર્ય જેવા આજની ગુજરાતી ભાષાના પિતા અને ગુજરાતની સંસ્કૃતિના મહાન સંછાને તેઓએ, મંજરી જેવું ક૯પત પાત્ર ઊભું For Private And Personal Use Only
SR No.521738
Book TitleJain_Satyaprakash 1956 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy