________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ]
શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા ?
[ ૧૭ આવૃત્તિ પ્રગટ થઈ. એના લેખક તે કોઈ અંગ્રેજ છે; પણ એ પુસ્તકના મુખ્ય સંપાદક શ્રી. મુનશીજી છે. આ પુસ્તકમાં મુસલમાન ભાઈ આને પોતાના ધમસંસ્થાપક અંગે કંઈક વાંધા પડતું લખાણ લાગ્યું અને એની સામે એમણે જખ્ખર ઝૂંબેશ ઉપાડી, આ નિમિત્તે હિંસક તાકાના થયાં, ખૂનામરકી થઈ અને શ્રી. મુનશીજીની નનામી કાઢીને એને જલાવવામાં સુદ્ધાં આવી અને પરિણામે શ્રી. મુનશીજીએ તરત જ પાતાની દિલગીરી જાહેર કરી અને એ પુસ્તકની બધી નકલે નાશ કરવાની જાહેરાત કરી.
આ સંબધમાં ગુજરાતના લાકપ્રિય લેખક ભાઈશ્રી જયભિખ્ખુએ એક નાના સરખા લેખ લખી મેલ્યા છે તે અમે આ અકમાં અન્યત્ર પ્રગટ કર્યાં છે. તે તરફ અમે જૈન સંઘનું અને શ્રીમાન મુનશીજીનું ધ્યાન દોરીએ છીએ; અને ભાઈશ્રી જયભિખ્ખુએ જે કઈ કહ્યુ છે તે ઉપર સૌ ગભીરપણે વિચાર કરે એમ ઈચ્છીએ છીએ.
અહીં મુખ્ય પાયાના સવાલ એ છે કે, આપણી ઉછરતી લેાકશાહીમાં આપણે કેવા વિરાધને મચક આપવાની પ્રણાલિકા ઊભી કરવા માગીએ છીએ ? શું તેાફાની અને હિંસક વિરોધ હોય તા જ એની આગળ નમતું આપવું અને સાચી વાત પણ શાંત રીતે કહેવામાં આવતી હાય તેા તેની સામે આંખઆડા કાન કરવા; એ માગે આપણે જવું છે કે વિરધ પાછળની વસ્તુ સાચી હોય તે એના સ્વીકાર કરીને એમાં સુધારો કરી લેવાના માગ સ્વીકારવા છે ?
જૈનાએ તે શ્રીમાન મુનશીજી પાસે પેાતાની વાત વર્ષોથી મૂકેલી જ છે. અને જ્યારે મુસ્લિમ બિરાદરાનું મન દુભાવતી જાતનું શ્રી. મુનશીજી ઘડીના છઠ્ઠા ભાગમાં નિવારણ કરતા હૈાય ત્યારે તે આપણે સહેજે ઇચ્છીએ અને આશા રાખીએ કે શ્રી, મુનશીજી આપણને થયેલ અન્યાયનું પણ, ભલે માટૅ માટે પણુ, નિવારણ કરે, સાચી વાતના સ્વીકાર કરવામાં અને થયેલી ભૂલના સુધાર કરવામાં કદી મેડુ થયું ગણાતું નથી
પાતાના હાથે થયેલ ભૂલને સુધારવાની કે અન્યાય દૂર કરવાની જ વાત હાય ત તે જૈનાને પણ શ્રી. મુનશીજી પાસે પોતાની એ જૂની માગણીનું પુન રુચ્ચારણ કરવાના પૂરેપૂરા હક્ક છે; અને જૈનાના એહક્કના સ્વીકાર કરીને શ્રી. મુનશીએ પેાતાની ભૂલ સુધારવી જ જોઇ એ. બાકી લાઠી ઉસકી ભેંસ, ચમત્કારે નમસ્કાર કે બળિયાના બે ભાગની એકાંગી નીતિનું જ જો શ્રી. મુનશીજીને અનુસરણ કરવું હોય તેા તે એમના પેાતાના અખત્યારની વાત છે. પણ દેશના એક આગેવાન પુરુષ આવી નીતિને અપનાવે એ કોઈ રીતે વ્યાજબી તે નહીં જ લેખાય. ધ્યાન દોરવું એ આપણું કામ છે. શું કરવું તે શ્રીમાન મુનશીજીએ વિચારવાનું છે.
જોઈએ, શ્રીમાન મુનશીજી હવે શું કરે છે ?
For Private And Personal Use Only