________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]. થયપરિણા..............યશવ્યાખ્યા
[૨૬૧ દ્રવ્ય-સ્તવ અને ભાવ–સ્તવ વચ્ચેનો ભેદ, રોગના નાશ માટે ઔષધ લેવા અને ઔષધ લીધા વિના રોગ મટાડવા વચ્ચેના તફાવત જે કહ્યો છે.
ભાવ-સ્તવની દુષ્કરતા સમજાવતી વેળા ૧૮૦૦૦ શીલાંગનું નિરૂપણ કરાયું છે. સંયમના બે પ્રકાર સુચવાયા છે. તેલનું પાત્ર ધારણ કરનારનું દષ્ટાંત અપાયું છે. ભવિ–સાધુ કાણ કહેવાય એ બાબતની ચર્ચા કરાઈ છે. સુવર્ણના આઠ ગુણો ગણાવી સાધુમાં એની ઘટના કરાઈ છે. દ્રવ્ય એ જ ભાવનું કારણ છે, એમ પ્રતિપાદન કરાયું છે. કૂવાનું દૃષ્ટાંત અપાયું છે. જિનભવનાદિને અંગે થતી હિંસા અને વેદવિહિત યજ્ઞાદિમાંથી થતી હિંસા વચ્ચેનું અંતર વિસ્તારથી સમજાવાયું છે. કૃતકૃત્ય પ્રભુની પૂજાથી શું ફળ એ પ્રશ્ન ચર્ચાય છે. વેદની અપોતાનું ખંડન કરાયું છે. આયુર્વેદમાં ડામ દેવાને નિષેધ કરી રોગના નાશ માટે તેનું વિધાન કરાયું છે એ વાત રજૂ કરાઈ છે. દ્રવ્ય-સ્તવ અને ભાવ–સ્તવના અધિકારી કોણ છે એ પ્રશ્ન વિચારાયા છેદ્રવ્યસ્તવ એ દાનધર્મરૂપ છે અને શીલાદિક ધર્મો ભાવ–સ્તવરૂપ છે એવું કથન કરાયું છે.
પ્રકાશન–જૈન સાહિત્યના મુકુટમણિસમાન થયપરિણું, હારિભદ્રીય ટીકા, થશેવ્યાખ્યા, સંસ્કૃત છાયા અને ગુજરાતી અનુવાદ તેમજ ખપપૂરતી સમજુતી અને પ્રસ્તાવના તથા વિસ્તૃત વિષયસૂચી અને પદ્યાનુક્રમણિકા સહિત યોગ્ય સ્વરૂપમાં સવાર પ્રકાશિત થવી ઘટે. આના કારણે હું નીચે મુજબ દર્શાવું છું—
(૧) થયપરિણણ એ દિક્િવાય (દષ્ટિવાદ)ના મહત્ત્વના વિભાગરૂપે પુથ્વગય (પૂર્વગત)ના જે ચૌદ અંશે છે તેના એક અંશના પેટાઅંશરૂપ પાહુડ (પ્રાભૂત)ના સારરૂપ છે. આમ આ આગમિક દેહને છે.
(૨) થયપરિણુ ખૂબ ઉપયોગી છે એમ ન્યાયાચાર્ય શ્રી. યશોવિજ્ય ગણી જેવાનું કહેવું છે.
(૩) થયપરિણું અત્યાર સુધી સ્વતંત્ર સ્વરૂપે પ્રકાશિત થઈ નથી એટલું જ નહિ પણ જે બે કૃતિમાં એને સ્થાન અપાયું છે એ બંને કૃતિઓ નામે પંચવથુગ અને પ્રતિમા શતકની પત્ત વૃત્તિ આજે વેચાતી મળે તેમ નથી.
(૪) થયપરિણાના સંપાદન પાછળ વિશેષ પરિશ્રમ કરે પડે તેમ નથી.
(૫) થયપરિણું છપાવવાનો ખર્ચ કઈ પણ સમૃદ્ધિ શાળી વ્યક્તિને અને સાધારણ સંસ્થાને પણ પોષાય તેવો છે. આ પરિસ્થિતિમાં શ્રી. હરિભદ્રસૂરિના ગ્રંથોના અનુરાગીને કે શ્રી. યશોવિજય ગણીના કૃતિકલાપના પ્રચારાર્થે પ્રયાસ સેવનારને અને ખાસ કરીને આ બંને મહારથીઓના સાહિત્યના પ્રેમીને કે જેમને સુવર્ણ અને સુગંધને શુભ સંયોગ આ કૃતિના પ્રકાશન દ્વારા અનાયાસે પ્રાપ્ત થઈ શકે તેમ છે તેવી ધનિક વ્યક્તિને કે સાધન સંપન્ન સંસ્થાને આ કૃતિ ઉપર્યુક્ત સામગ્રી સહિત સમુચિત સંપાદન રૂપે બનતી ત્વરાએ પ્રકાશિત કરાવવા માટે
ગ્ય પ્રબંધ કરવા મારી સાદર વિજ્ઞપ્તિ છે. જો એને સ્વીકાર કરશે તે જૈન શાસનની અને સાથે સાથે એના ઉત્તમ સાહિત્યની પણ થોડી પડુ સંગીન પ્રભાવના–સેવા કરેલી ગણાશે.
૪. થયપરિણાની શ્રી, યશોવિજયગ ગણિકૃત વ્યાખ્યા જે પ્રતિમાશતકની પજ્ઞ વૃત્તિમાં મળે છે તેને માટે મેં આ નામ થયું છે.
૫. આ કૃતિના જેવી મહત્ત્વની કૃતિ નાણપરિણું (જ્ઞાનપરિજ્ઞા ) હશે એમ લાગે છે. એ કૃતિને ઉલેખ પંચરત્યુગ (ગા, ૧૩૧૩)ની પજ્ઞ ટીકા (પત્ર ૧૮૯)માં છે. એ કૃતિ કોઈ સ્થળે સંપૂર્ણ મળે છે ખરી ?
For Private And Personal Use Only