________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું તો ભલો એકલો!
લેખક : શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ
[૧] ભાઈ ભાઈને મારશે?
સૂર્યોદય થઈ ગયો હતો, ધરતી જાણે સોનેરી રસે રસાવા લાગી હતી. સૃષ્ટિ આળસ મરડી ઊભી થતી હતી, અને પ્રભાતનું ખુશખુશાલ વાતાવરણ સૌને પ્રફુલ્લ બનાવતું હતું. - મિથિલા નગરિનાં ઉદ્યાને જાતજાતનાં રંગબેરંગી પુષ્પોથી સૌન્દર્ય અને સૌરભનું ધામ બની ગયાં હતાં. પક્ષીઓને પહેલે કલરવ જાણે ધરતીમાની આરતી ઉતારતો હતો.
નગરના સૂના રાજમાર્ગો સજીવ થવા લાગ્યા હતા. રાજમહાલયના રત્નદીએ પોતાનાં તેજ સંકેલી લીધાં હતાં. દોસદાસીઓ રાજવી અને રાજરાણીઓના પ્રાતઃકાર્યની તૈયારીમાં દોડધામ કરતાં હતાં. યંત્રના પ્રેર્યા હોય એમ સૌ રાજકર્મચારીઓ પિતપોતાના કામે લાગ્યા હતા.
પ્રહરેક દિવસ ચળ્યો અને રાજવી નમિરાજ પિતાના શયનગૃહમાંથી બહાર આવ્યા. એમણે જોયું કે હાથીશાળાને એક પરિચારક ત્યાં એમની રાહ જોતો ખડો હતે. એણે સમાન ચાર આપ્યાઃ “પ્રભુ! રાજહસ્તી આજે રાત્રિના છેલ્લા પ્રહરે, પિતાને ખીલ ઉખાડીને, હસ્તિશાળાનાં ધારાને તેડીને જંગલભણી ઊપડી ગયો છે. ભારતના અનેક પ્રયત્નો છતાં, તેફાને ચડેલો એ હાથી, કેમે કર્યો રોક્યો રોકાય નહીં; અને ગાંડાતૂર બનીને તોડફેડ કરતે નાસી ગયો.”
ઊંધના ઘેનની છેલ્લી અસરમાં નમિરાજે આ સંદેશો સાંભળ્યા, અને તેણે પરિચારકને વિદાય કર્યો. ઊંઘની જડતા દૂર થઈ અને એ સંદેશો રાજવીના અંતરમાં સળવળવા લાગ્યાઃ રાજહસ્તી ગાંડ બનીને જંગલમાં નાસી ગયો! એ ગણગણ્યા, અને એમનું મન કંઈક ચિંતાને અનુભવ કરવા લાગ્યું. એમના અંતરપટ પર એ સફેદ રાજહસ્તી અંકિત થઈ ગયો.
નમિરાજને પિતાને આ વેત રાજહસ્તી ઉપર ખૂબ પ્રેમ હત; એને માટે એમને ખૂબ ગર્વ પણ હતો. ગજશાળાનું એ રત્ન લેખાતો. શિકારમાં સિંહની સામે અને સમરાંગણમાં શત્રુની સામે દોટ મૂકનાર આ રાજહસ્તી રાજાની સવારીનું નાક લેખાતે. એ નાક આજે ચાલ્યું ગયું હતું. અને રાજાજી એની વિમાસણમાં આમતેમ આંટા મારતા હતા.
પણ એ વિમાસણને દૂર થતાં વાર ન લાગી. રાજની વિશાળ ગજસેના, અશ્વસેના, અને રણરંગી જેદ્દાઓની વીરસેનાને આ હાથીને પકડી લાવતાં કેટલી વાર?
રાજ-આજ્ઞા છૂટી અને રાજનાં બધાં બળે જુદી દિશામાં એ હસ્તીની શોધ માટે ઊપડી ગયાં. દિવસ લગી એમણે ફરતી ધરતીને ખૂણેખૂણે તપાસી લીધો, પણ જાણે ધરતીના કેઈ ઊંડા પેટાળમાં સમાઈ ગયો હોય એમ, હાથીની કશી ભાળ મળી નહીં. - પેલે હાથી, જાણે એને પોતાનું બાળપણ અને બાળક્રીડાભૂમિ સાંભર્યા હોય એમ, મદમસ્ત બનીને વિધ્યાચળ તરફ નાસી છૂટયો હતો. હાથીઓને માટે માને બાળા જેવા
For Private And Personal Use Only