________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંકરાચાર્યના લેખનો પ્રત્યુત્તર
લેખક : પૂ. પન્યાસ શ્રી. કનકવિજયજી
"
રાજકેટથી પ્રસિદ્ધ થતા હિંદુ ધાર્મિક માસિક ‘ પરમાર્થ ના જુન ૧૯૫૫ ના કમાં પેજ પ તથા ૬ ઉપર ‘શંકરાચાર્ય નો એક લેખ પ્રસિદ્ધ થયા છે, જે લેખમાં લેખકનું નામ નથી, તે લખાણમાં અનેક અપ્રસ્તુત તથા અતથ્ય હકીકતા રજૂ થઈ છે; જે જૈનધર્મને અને તેના શ્રમણવર્ગને ઉતારી પાડનારી તથા ઇતિહાસના પ્રામાણિક આધાર વિનાની તેમજ અવ્યવહારુ છે. જેના પ્રતિકાર કરવા જરૂરી માની આ લેખમાં તેને જવાબ મેં આપ્યા છે. પ્રસ્તુત લેખમાં લેખકે પ્રારંભમાં જે જણાવ્યું છે !–
"
શંકરાચાર્ય જ્યારે બાલક હતા ત્યારે બ્રાહ્મણા શેવડાની પ્રળતાની બીકથી કાઈક પૂજા તથા રસાઇ કરવાને વનમાં આવ્યા હતા.
આ હકીકત બિલકુલ મનઘડત અને કાલ્પનિક છે. શંકરાચાયના સમયમાં (સેવડા એ પ્રસ્તુત લેખમાં જૈન સાધુ માટે વપરાયેલો કટાક્ષપૂર્ણ શબ્દ) જૈન સાધુ એવા અસહિષ્ણુ કે ધર્માંધ ન હતા કે, જેના કારણે બ્રાહ્મણેાને નગર મૂકી વનમાં જવું પડે, જૈન સાધુએ કાઈ પણ કાળે, કાઈ પણ દેશમાં ધર્મ ઝનૂન વધારીને અન્ય ધનીઓ ઉપર આક્રમણ કર્યું... હાય કે તેમ કરવા પ્રેરણા કે ઉપદેશ આપ્યા હોય એવું કદી બન્યું નથી. પ્રસ્તુત હકીકતના સમનમાં કાઈ ઐતિહાસિક ઉલ્લેખ છે નહિ, કેવળ લેખકની પોતાની જ આ એક સ્વતંત્ર કલ્પના જ છે. આગળ ઉપર એ લેખમાં એ હકીકત જણાવે છે કે
બ્રાહ્મણા જ્યારે બાલક એવા શંકરાચાર્યને ભિક્ષા નથી આપતા ત્યારે શકરાચાર્ય બ્રાહ્મણાને કહે છે કે “ તમે ગૌતમ મુનિને બહુ દુ:ખ દીધુ' તેથી તેમણે જૈનમત ઉત્પન્ન કરીને તથા ફેલાવીને તમને આમ રઝળતા કર્યાં.'
આ કથન શંકરાચાર્ય જેવા વિદ્વાનના મુખમાં લેખકે જે મૂકયુ છે તે તદ્દન કાલ્પનિક છે. 'કરાચાર્ય જેવા દાર્શનિક વિદ્વાન અને તે કાલના સમર્થ વેદાંતપ્રચારક આવું અસત્ય અને અનૈતિહાસિક વિધાન કરે એ કેમ માની શકાય ? અને શંકરાચાર્યે જો આવું કહ્યું હાય એમ લેખકની પાસે તેમના ગ્રંથાનું પ્રમાણ હાય તાકહેવું જોઈએ કે શંકરાચાર્ય તે જૈન ધર્મના પ્રામાણિક ઇતિહાસનુ અલ્પ પણ જ્ઞાન નહાતું. કારણ કે જૈન ધર્મને ગૌતમ મુનિએ ઉત્પન્ન કર્યાં જ નથી.' જૈનધર્મમાં ગૌતમ મુનિનો ઉલ્લેખ જરૂર આવે છે. પણ જૈનધર્મના
આ અવસર્પિણીકાલ (યુગ)ના છેલ્લા તીર્થંકર ભગવાન શ્રીમહાવીરદેવના પ્રથમ ગણધર શ્રીઇન્દ્રભૂતિ કે જેમનું ગૌતમ ગોત્ર હતું અને જેઓએ ભગવાન શ્રીમહાવીરદેવ પાસે દીક્ષા સ્ત્રીકારી હતી, જે તેના શિષ્ય તરીકે રહ્યા હતા—આ રીતે આવે છે. એના પહેલાં ત્રેવીસ તીર્થ - કરા થયા હતા, તે બધા તીર્થંકરા પણ જૈનધમંતે ઉત્પન્ન કરનારા નહિ પણ જૈનધર્મના પ્રચારક તરીકે જૈનદર્શનમાં પ્રખ્યાત છે. જૈનધર્મ તો અનાદિના છે, તેના સ્થાપક કાઈ નથી પણ તેના પ્રચારક જૈનધર્મના તીથંકરા છે. આ સ્પષ્ટ હકીકતને પ્રસ્તુત લેખમાં વિકૃતરૂપ પાયું છે ને તે પણ શંકરાચાર્ય જેવા વિદ્વાનના મુખેથી એ કાઇ રીતે યોગ્ય ન કહેવાય.
For Private And Personal Use Only