________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧ આ બંને શુદ્ધિપત્રકોમાં તે જ અશુદ્ધિઓ અમોએ લીધી છે કે જેને સંપાદકોએ પિતાના શુદ્ધિપત્રકમાં સમાવેશ કર્યો નથી, આ ઉપરાંત પણ આ સૂત્રોમાં અશુદ્ધિઓ હશે જે અમારી નજરે ચડી નથી અથવા તે અમારા લક્ષમાં આવી નથી.
વળી, આ સુત્રોનાં પ્રાચીન પુસ્તકે અને પ્રસ્થાન્તોમાં પાઠાન્તરે પણ દષ્ટિગોચર થાય છે કે જે ઉપર ઊહાપોહ કરીને ગ્રાહ્ય જણાય તે મૂળમાં દાખલ કરી દેવા જોઈએ, દષ્ટાંત તરીકેઆયરિઅઉવજઝાએ 'માં કુલગણે -કુલગણે વા.
અંજલિ કરિઅ સીસે–અંજલિ કરે સીસે !
સધમ્સ અયં પિ–સવ્યસ્સ ય તુમંપિ ! ઈત્યાદિ પ્રકારનાં અવશ્યક સૂત્રોમાં અનેક પાઠાન્તરે નજરે પડે છે અને સમન્વય માગે છે. આ બધી વાત ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરી ગીતાર્થોએ આપણું આવશ્યક સત્રોને પરિમાર્જિત કરી શુદ્ધ અને સપભોગ્ય સંસ્કરણ પ્રકાશિત કરવું જોઈએ. તથાસ્તુ.
પ્રતિક્રમણ કઈ પણ સાચા જૈન માટે રેજની છ આવશ્યક ક્રિયાઓમાં પ્રતિક્રમણ એક મુખ્ય કર્તવ્ય છે. પ્રતિક્રમણ વિના તેને વ્રતનિયમની શુદ્ધિ થઈ શક્તિ નથી. કહ્યું છે કે
" पडिक्कमणेणं भंते ! जीवे किं जणयइ ? पडिक्कमणेणं वयछिदाणि पिहेइ । पिहियवयछिद्दे जीवे निरुद्धासवे असबल-चरित्ते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुडत्ते सुप्पणिहिए विहरइ ॥"
ભગવન! પ્રતિક્રમણ કરવાથી શું લાભ છે?
ભદ્ર/ પ્રતિક્રમણ કરવાથી વ્રતમાં લાગતા દોષ શકાય છેમનુષ્ય ભૂલેથી બચી જાય છે. વળી, શુદ્ધ વ્રતધારી હોવાથી ખરાબ કર્મોને આશ્રવ થતું નથી, ચારિત્ર શુદ્ધ થાય છે. આઠ પ્રવચન માતાઓ, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓમાં સાવધાન બને છે. શુદ્ધ ચારિત્રથી અલગ ન થતાં સમાધિને પ્રાપ્ત કરી વિચરે છે.
આથી પ્રતિક્રમણ માટે સૂની શુદ્ધિ જરૂરી છે. અન્યથા અર્થને અનર્થ થઈ બેસે !
For Private And Personal Use Only