________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહિંસા હિમાલય એટલે ઉત્તર અને ભવ્ય છે તેટલી જ ભારતવર્ષની અહિંસાસંસ્કૃતિ ઉન્નત અને કલ્યાણમય છે. અહિંસા એટલે જ સામર્થ્ય, ક્ષમા અને પ્રેમ. જ્યાં અહિંસા છે ત્યાં જ નિર્ભયતા છે.
સિંહ વનનો રાજા છે. પણ ચાલતાં ચાલતાં વારે વારે પાછું વાળીને જેતે જાય છે. કારણુ, પિને બીજાને શિકાર કરે છે, બીજાનાં લેહી પીએ છે, તેથી અંતરમાં તે નિર્ભય રહી શકતા નથી. હિંસા પોતે જ બીકણું છે..
જગતમાં જ્યાં સુધી હિંસાની પ્રતિષ્ઠા છે - સ્વાર્થની બોલબાલા છે ત્યાં સુધી સ્વતંત્ર અને સાધનસંપન્ન ગણાતા દેશોની પણ આવી જ ભયભીત દશા રહેવાની. હિંસકને-શાષકને હમેશાં બીજાની બીક રહેવાની. મૈત્રી જેવી નિર્ભયતા બીજી એકે નથી,
(સંકલિત) માનવતા. કૂલમાં કુદરતે સુવાસ મૂકી, કેફિલના ગળામાં મીઠાશ મૂકી, કેઈમાં રંગ - તે કઈમાં રૂપના અંબાર મૂકયા. - માત્ર માનવીના વિષયમાં જ આવી કંજુસાઈ કાં દાખવી ? માનવીને માત્ર દુઃખની જ ભેટ કાં આપી ?
કારણ કે, દુ:ખને પલટાવવાની શક્તિ – દુ:ખમાંથી સુખ, અંધકારમાંથી પ્રકાશ, અને ગંદકીમાંથી સુવાસ ને સુફળ ઉપજાવવાની શક્તિ માનવીને એકલાને જ આપી. મૃત્યુને વરેલે માનવી, ગર્વ પૂર્વક એમ કહી શકે છે કે અમરત્વ મેળવવાનો મારે અધિકાર છે, જગતનું બીજું કોઈ પ્રાણી એમ કહી શકશે ?
en (સંકલિત)
[ અનુસંધાન પૃષ્ઠ ૯ ૩ ચાલુ ] આટલું અવલોકન એટલા સારું કરવામાં આવ્યું છે કે હવે પછી લેખક જે કઈ દર્શાવે છે તે ખાસ કરી દિગબર સંપ્રદાયની દૃષ્ટિથી જ છે એ વાત યાદ રહે. વળી એ સાથે અગાઉ જે મુખ્ય આશય બતાવાયું છે એ મુદ્દાને નજર સામે રાખવામાં આવે તે સહજ જણાશે : કે જે કાળમાં દેશમાં એક ધારી શાંતિ નહાતી, વિહારના માગ કપરા હતા, દુકાળા વારંવાર ડોકિયાં કરતા અને આજનાં જેવાં સાધના પણ નહોતાં, એ કાળમાં જે કોઈ પરંપરા અંગે નોંધ ઉપલબ્ધ થાય છે એ મોટા ભાગે સ્મૃતિ ઉપરથી જ સંધરાયેલી છે, એ માટે વાદવિવાદમાં ઊતરવાની જરૂર પણ આજના યુગમાં મહત્તા નથી ભગવતી. . - જોવાનું તો એ જ છે કે શ્રમણ સંસ્થાએ જૈનધર્મની પ્રભાવના અંગે પોતાનામાં રહેલ શક્તિનો ઉગ કેવા પ્રમાણમાં સતત ઉદ્યમશીલ રહીને કર્યો છે ! જૈનધર્મની પ્રભાના વિસ્તાર એ કાળે કેટલો વિરતૃત હતા, એ જાણ્યા પછી કયાં કારણોએ એમાં ઓટ આવી અને આજે વતી દશાના મૂળમાં કયાં કયાં ક્ષતિઓ થઈ છે ?
એ જાણીએ તે જ ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવાનું સુલભ પડે.
For Private And Personal Use Only