________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૫] દક્ષિણમાં પણ જૈન ધર્મનાં ઊંડાં મૂળ પ્રદેશમાં આગમન પહેલાં પણ જૈનધર્મ પ્રચલિત હતા. સમ્રાટ ખારવેલના શિલાલેખ ઉપથી પણ ઈ. સ. પૂર્વના કેટલાક સૈકાઓ આગળથી જૈનધર્મનો ક્ષા દક્ષિણ હિંદુસ્તાનમાં થયો હતો.
ઉપરના લખાણમાંથી એટલું તો વિના સંકોચે તારવી શકાય તેમ છે કે ચાહે તો ભગવંત શ્રી પાર્શ્વનાથના સંતાનીય શ્રમણે કિંવા ખુદ ભગવાન મહાવીર સ્વામી અગર તે તેમના શિઓ આ પ્રદેશમાં વિચર્યા હતા. એ કાળે ઉપદેશ શ્રવણદ્વારા જ જ્ઞાનપ્રાપ્તિ થઈ શકતી. વળી જૈનધર્મના ચાર ગ્રંથોમાં શ્રમણ માટેની જે નિયમો દર્શાવવામાં આવ્યા છે એ જોતાં સંખ્યાબંધ સાધુઓ એક જ સ્થાનમાં ને જ રહી શકે તેમ લાંબો સમય પણ એક જ ક્ષેત્રમાં ચોમાસા સિવાય ન જ વ્યતીત કરી શકે. જ્યાં આ પ્રકારનું બંધારણ હોય અને કેવળ આત્મકલ્યાણ અર્થે જ ભાગવતી દીક્ષાનો સ્વીકાર હોય, ત્યાં ગમે તેવા ઉપસર્ગો સહન કરીને પણ વિહારક્ષેત્રને પ્રદેશ અતિવિસ્તૃત હોય એમાં કંઈ જ આશ્ચર્ય નથી.
લેખક દિગંબર જ્ઞાય પ્રમાણે ભ. મહાવીરદેવની શિષ્ય પરંપરા નીચે મુજબ દર્શાવે છે –
વીશમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુ. એ પછી કેવલજ્ઞાનીમાં તેમના બે શિષ્યો શ્રી. ગૌતમસ્વામી તેમજ શ્રી સુધમસ્વામી અને અંતિમ કેવલ શ્રી, જંબુવામી. અહીં સુધી તે. કશે જ ફેર આવતો નથી. એ પછી જેમને ઉલ્લેખ શ્રુતકેવલી તરીકે કરાયેલ છે. એ નામે આ પ્રમાણે છે-(૧) વિષ્ણુનંદી-મિત્ર, (૨) અપરાજિત, (૩) ગોવર્ધન, (૪) સ્થૂલભદ્ર, (૫) ભદ્રબાહુ આમ ગણનામાં પાંચ થાય છે છતાં ઉલ્લેખમાં “છ શ્રુતકેવલી ' કહ્યા છે એટલે કે તે વિષ્ણુનંદી અને વિષ્ણુમિત્ર એમ બે નામો હેયે અગર તે એકાદ નામ સરતચૂકથી છાપવું રહી ગયેલ હોય. વેતાંબર સંપ્રદાયમાં પણ શ્રુતકેવલીની સંખ્યા તે છની જ કહી છે અને તેને ક્રમ આ પ્રમાણે છે: (૧) પ્રભવસ્વામી, (૨) શય્યભવસૂરિ, (૩) ભસૂરિ, (૪) સંભૂતિવિજય, (૫) ભદ્રબાહુ અને (૬) સ્થૂલભદ્ર. આ ઉપરથી છેલ્લાં બે નામે તે ઉભયમાં સરખાં જ છે, ફક્ત ક્રમમાં ફેર છે. વળી દિગંબર સંપ્રદાયને કોઈ ગ્રંથમાં શ્રુતકેવલીની યાદીમાં ખૂટતા નામ તરીકે આર્યલેહિતનું નામ વાંચવામાં આવેલ છે. મગધ અને એની આસપાસના પ્રદેશમાં ઉપરાછાપરી મહાભયંકર દુષ્કાળ પડવ્યા હતા એટલે શ્રમણસમુદાયના બંધારણમાં એકવાર્યતા સચવાઈ શકી નથી. એમાં પણ જિનકલ્પ અને સ્થવિરક૯૫ જેવા સાધુઓના આચારમાં કેટલાક મક્કમ રહ્યા, કેટલાક દેશ-કાળને ધ્યાનમાં જરૂરી છૂટ લેવા લાગ્યા. અર્થાત ભગવંત ભાષિત જિનકલ્પને વિચ્છેદ થયો. એ માન્યતા વેતાંબર સંપ્રદાયની છે પણ દિગંબર સંપ્રદાય જિનકલ્પને વળગી રહ્યો છે ખરો પણ એવી સંખ્યાનું પ્રમાણ ઘણું અલ્પ છે. ટેકરીઓ અને ગુફા આદિથી ભરપુર એવા દક્ષિણ દેશમાં એ સંપ્રદાયના સાધુઓ સવિશેષપણે વિચર્યા. સ્થવરક૯પી સાધુઓ મગધમાંથી ઉજૈન તરફ અને એ પછી મારવાડ ને ગુજરાત-સૌરાષ્ટ્ર તરફ આવ્યા. કવેતાંબર માન્યતા મુજબ ચોદેવી શ્રી ભદ્રબાહુસ્વામીનું નિર્વાણ દક્ષિણમાં થયું અને એ સ્થાને તે પિઠણ કહેવાય છે. દિગંબર માન્યતા મુજબ નિર્વાણ સ્થળ દક્ષિણ દેશમાં આવેલ શ્રમણબેગેલમાં થયાનું દર્શાવાય છે. એ સાથે સમ્રાટ ચંદ્રગુપ્તવાળો પ્રસંગ જોડેલ છે. આમ ઉભય સંપ્રદાયનાં મંતવ્યમાં કેટલેક તફાવત છે છતાં એ ઉપરથી વિદ્વાનોએ તે એવો નિણર્ય તાર છે કે–જિનકલ્પ અને સ્થવિરકલ્પના આચરણમાં જે સંખ્યા અલગ પડતી ગઈ એ પાછળથી દિગંબર અને વેતાંબર તરીકે મશહૂર બની.
[ જુઓ અનુસંધાન ટાયરલ પૃષ્ઠ ત્રીજુ ]
For Private And Personal Use Only