SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] કર્મ–મીમાંસા [૯૧ કે આ સ્થાને પ્રતિકૂલતા થશે તેથી જાણી જોઈને ઉદય થવાના સ્થાનકે દેડે. એટલે મહાત્મા પુરુષ ઉદીરણા કરીને ઉદયમાં લાવે. અધાતીની ઉદીરણા જાણી જોઈને કરી શકાય. ઘાતીની ઉદીરણા તે તાકાતવાળા કરી શકે. જ્યાં વિપાક નહીં, માત્ર પ્રદેશ, ઘાતીની ઉદીરણા કરે બાકી અઘાતીની ઉદીરણા કરાય છે. ચડતા ગુણઠાણાવાળા ઘાતીની ઉદીરણ કરે. એટલે ઘાતી અને અધાતીની ઉદીરણમાં પણ ખ્યાલ રાખવાનો છે. ઘાતીની ઉદીરણ કરવામાં સામાન્ય આત્માને નુકસાન થાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય–મેહનીય અને અંતરાય એ ચારે ઘાતી કર્મ છે, તો વિચારે કે આ કર્મને ઉદય વહેલું કે મેડે ક્યારેય પણ સારે નહિ. એટલે તેની ઉદીરણ પણ મુંઝવનારી બને. અહીં કોઈ પ્રશ્ન કરે કે ઘાતી કર્મની કદાચ ઉદીરણા ન કરે પરંતુ આત્મામાં સમાનત એટલે કે સિલકમાં ઘાતી કર્મ હોય, તેથી કાળ પાકે એટલે વિપાકેદય તે થતે જ રહેવાનું અને તે સમયે તે આત્મગુણોને ઘાત કરનારાં થવાનાં છે તે તેવા કર્મો વડે થતા આત્મગુણોના ઘાતથી બચવા શું પુરુષાર્થ કરે જોઈએ ? ઘાતી કર્મ વડે આત્માના ગુણોના થતા ઘાતથી બચવા માટે એવું છે કે આત્મા પુરુષાર્થ ફેરવે તે તે કર્મોના ઉદય સમયે ઊલટો આત્મા કેટલાક ગુણો પ્રગટ કરે છે. પણ તેની આવડત હોવી જોઈ એ; અને આત્મા કેળવાયેલ હોવો જોઈએ. કેળવાયેલ આત્મા તે કર્મોને સાપશમિક, ભાવે વેદ. પશમ એટલે સર્વથી ક્ષય નહિ, પરંતુ એવા પ્રકારને ક્ષય કે જેમાં તે તે કર્મનાં દલિયાને વિપાકેદયમાં ન આવવા દેતાં પ્રદેશોદયમાં વાળી દેવાનું બને છે. આથી તે કર્મ પિતાને વિપાક એટલે કે પ્રભાવ બતાવી શકતું નથી. તેથી તે કર્મના પ્રભાવે આવરાઈ જતે આત્માનો ગુણ આવરાતો નથી, પણ પ્રગટ થાય છે. આત્મામાં ધર્મ બે પ્રકારના છે. (૧) ઔદયિક ધર્મ અને (૨) ક્ષાયોપથમિક ધર્મ. કર્મના ઉદયથી જે ગુણ, જે ધર્મ પ્રગટે તે ક્ષાપથમિક ધર્મ કે સાપશર્મિક ગુણ કહેવાય છે. ઔદયિક ધર્મથી આત્મામાં દુર્ગણ તથા ગુણનો ઘાત કરનારા સંસ્કારે ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ, ગુસ્સો, અભિમાન, કપટ, કામ, હાસ્ય, શોક વગેરે દુર્ગુણો છે. તેમજ અજ્ઞાન, નિદ્રા, દુર્બળતા, અલાભ વગેરે ગુણોને ઘાત કરનાર છે. આ બધાની ઉત્પત્તિ ઘાતી કર્મના ઉદયથી થાય છે. જયારે જ્ઞાન, દર્શન, સમ્યફવે, ક્ષમા, મૃદુતા વગેરે સગુણ છે. તે સગુણેની પ્રાપ્તિ તે જ ઘાતકર્મના. ક્ષયોપશમથી થાય છે. મિશ્ચાદૃષ્ટિ આત્મામાં ઘાતી કર્મના ઉદયથી ઔદયિક ધર્મો પ્રાપ્ત થાય છે અને તે પરંપરાએ સંસારવૃદ્ધિનું કારણ બને છે. જ્યારે સમ્યગ્દષ્ટિ આત્મા ઘાતી કર્મને ક્ષપશમિક ભાવે વેચે છે, એટલે તેનામાં ક્ષાયોપથમિક ગુણે પ્રાપ્ત થાય છે. એટલે અબાધાકાળ પૂર્ણ થયે કે અબાધાકાળ પૂર્ણ થયા પહેલાં ઉદયમાં આવેલ ઘાતકર્મ યોપશમ ભાવે વેદવાનો પુરુષાર્થ કરવો જોઈએ. અહીં પુરુષાર્થ ફેરવવા તરીકે પંચાચારનું પાલન, કષાયની ભયાનકતા વિષેનું વાચન, શ્રવણ અને ચિંતવન, સદ્ભાવનાઓ, કષાયોના કટુ વિપાકોના દ્રષ્ટા ને ખ્યાલ, ક્ષમા–મૃદુતા-સરલતા વગેરેની મળેલી તક, ઇત્યાદિ કરવાની જરૂર છે અને એ બધા પશમના ઉપાયો છે. નમ્રતા વાવ કે તળાવમાંથી પાણી ભરી લાવવું હોય તે ખાલી ગાગર ડુબાડવાથી કામ નહિ ચાલે. ગાગર કે લેટાને વાંકે–ત્રાંસે કરે પડશે. ગુરુ જેવા જ્ઞાનના દરિયા પાસે શિષ્ય ભક્તિનમ્ર બનવું જોઈએ. [ચાલુ ]. For Private And Personal Use Only
SR No.521718
Book TitleJain_Satyaprakash 1955 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy