________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ મીમાંસા
(લેખાંક–૬ ઠ્ઠો)
લેખક—માસ્તર શ્રીચુત ખુબચંદ્ર કેશવલાલ-સિરાહી
[ કઇ પણ શાસ્ત્રવિરુદ્ધ આ લેખાંકામાં લખાઇ જાય તે ત્રિકરણ યોગે મિથ્યા દુષ્કૃત છે. વિદ્વાનાને કત્યાંય ક્ષતિ જણાય તે ભૂલ સુધારવા મને પ્રેરણા કરે એવી નમ્ર વિનંતી છે. ] પ્રથમના લેખાંકમાં દર્શાવ્યા મુજબ અપવના અને ઉના દ્વારા સ્થિતિ અને રચના સ્વરૂપમાં હીનાધિકતા થઈ શકવારૂપ ફેરફાર થઈ શકે છે, તેમ કર્મની પ્રકૃતિમાં એક એવા પણ ફેરફાર થઈ શકે છે કે બધાયેલ કર્માંની પ્રકૃતિ-સ્થિતિ–રસ અને પ્રદેશ આ ચારેના અન્ય કર્મરૂપે પણ પલટો થઈ જવા પામે છે. પ્રકૃતિ ભેદે કરી કર્મના આ મૂળ પ્રકાર જૈન દનમાં જણાવ્યા છે, તેમાંથી દરેક પ્રકારના કર્મના ઉત્તર ભેદ પણ જણાવ્યા છે. તેમાં આ પલટા સજાતીય કર્મરૂપે જ થાય પણ વિજાતીય રૂપે ન થાય એ સાથે લક્ષમાં રાખવું જરૂરી છે. જેમ વેદનીય કના પલટા તે મોહનીયરૂપે ન થાય. પણ શાતા વેદનીયને અશાતા વેદનીયરૂપે અને અશાતા વેદનીયને શાતા વેદનીયરૂપે પલટા થઈ શકે, એટલે કે સજાતીય કર્મની ઉત્તર પ્રવૃત્તિઓમાં આ ફેરફાર થાય. આવા પલટાને “સંક્રમણ” કહે છે,
આ સંક્રમણ પણ અવ્યવસાયના બળે જ થવા પામે છે. આમાં પણ કેટલીક સજાતીય ઉત્તર પ્રકૃતિય એવી છે કે જે બદલાતી નથી. જેમકે દર્શન માહનીયનું સંક્રમણ ચારિત્ર માહનીયમાં તેમજ જુદા આયુષ્યનું પરસ્પર સંક્રમણ થતું નથી.
વળી ઉદયકાળનો પ્રારંભ થયા પહેલાં તથા એ પ્રકારના અધ્યવસાયના અભાવે આ રીતે સંક્રમણ થયા સિવાય નિયત થયેલ પ્રકૃતિ-સ્થિતિ–રસ અને પ્રદેશરૂપે રહેલાં કર્યાં કાઈ વખતે અબાધા સ્થિતિ સમાપ્ત થતાં વિરોધી પ્રકૃતિમાં સંક્રમીને સ્વરૂપે ઉદયમાં નહિ આવતાં પરરૂપે પણ ઉદયમાં આવે છે. તે માટે હકીકત એમ છે કે અબાધા સ્થિતિ સમાપ્ત થયેકને કાઈ પણ પ્રકારે ઉદયમાં આવી નિર્જરવુંજ જોઈએ એવા અવશ્ય નિયમ છે. હવે તે વખતે જો વિરોધી પ્રકૃતિના ઉદય ચાલુ હાય તો પોતે વિરોધી પ્રકૃતિમાં ( ઉદયવતી પ્રકૃતિમાં ) સક્રમીને ( પરિણમીને ) પરપ્રકૃતિરૂપે પણ ઉદયમાં આવે. અને વિશેષ પ્રકૃતિના ઉદય બંધ પડતાં તે કર્મ સ્વરૂપે જ ઉદયમાં આવે છે. અથવા વિધી પ્રકૃતિના કદાચ ઉદ્દય ન હોય પરંતુ સ્થાન જ સ્વરૂપાયને અયોગ્ય હોય તો પણ પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવે છે. આ રીતે સંક્રમણ અંગે સમજવાનું છે. હવે કર્મ વહેલું ભોગવટામાં આવવા અંગે વિચારીએ.
આત્મા સાથે બધાયેલ કર્મ બંધાતાંની સાથે જ ઉદયમાં આવવું જ જોઈ એ એમ નથી. જે સમયે જેટલી સ્થિતિવાળુ જે કર્મ આત્મા બાંધે છે અને તેના ભાગમાં જેટલી કર્મીવણાઓ આવે છે તે વર્ગણાઓ તેટલા કાળ નિયત ફળ આપી શકે તેટલા માટે તેની રચના થાય છે. શરૂઆતનાં કેટલાક સ્થાનકમાં તે રચના થતી નથી, તેને ખાધાં કાળ કહેવામાં
For Private And Personal Use Only