SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ li જાકોડા પાર્શ્વનાથ તીર્થ લેખક : પૂ. મુનિરાજ શ્રીવિશાળવિજયજી (દ્ધિ-ધર્મ-જ્યોપાસક) સુમેરપુરથી સાડા ચાર માઈલના અંતરે જાકડા નામે જેનું પ્રસિદ્ધ તીર્થધામ છે. આ તીર્થ કેટલું પ્રાચીન હશે તે જાણવામાં આવ્યું નથી પરંતુ શિલાલેખોમાં જેનો જારાફર અને જાકપુર તેમજ તીર્થમાળાઓમાં જાપુરી નામથી ઉલ્લેખ આવે છે તે જ આ જાકડા તીર્થ છે. પં. શ્રી. મહિમાવિજયજીએ રચેલી તીર્થમાળામાં આ તીર્થને આ પ્રકારે ઉલ્લેખ કર્યો છે – જારિ ચૌદ જિન દિનક, પાલિ ચૌદિરે જગીસ. ૮ પિસાલિ ત્રિણિ ઈટવાલિ દસ ભલી, વાદ્ય તેલાઈ દેવિ.” (પ્રાચીન તીર્થમાળા સંગ્રહ : ભા. ૧, પૃ. ૫૯) પિષાલિયાની પાસે આવેલું જારિ તીર્થ છે. શિવગંજથી પષાલિયા ચાર ગાઉ દૂર છે. અને જાડા તીર્થ પણ શિવગંજથી ચાર ગાઉના અંતરે છે. એટલે જાષારિ એ જ જાડા સમજાય છે. ૫. મહિમાવિજ્યજીએ આ તીર્થની અઢારમા સૈકામાં યાત્રા કરી ત્યારે અહીંના જિનાલયમાં ચૌદ જિનપ્રતિમાઓ હતી. અઢારમા સૈકા કરતાં પ્રાચીન એવા ૫. મેધવિજ્યજીએ સં. ૧૪૯૯ લગભગમાં રચેલી તીર્થમાળામાં આ તીર્થ તેમજ આસપાસનાં જિનમંદિરવાળાં ગામોની આ પ્રકારે નેધ કરી છે વીસલપુરિ વાલ્હી દરિ, બાલીસઈ માહિ પૂજા ફિરી; તીરથતણ ન જાણુઉં પાર, જારઈ જિણ કરઉ જુહાર.” આમ વીસલપુર, વાહી, ઉંદરી વગેરે ગામે જાકડાની પાસે આવેલાં છે. તે જ આ તીર્થમાળાકારે નેધ્યાં છે. એટલે પંદરમા સૈકામાં આ તીર્થ જાણીતું હતું. મારા ગુરુ પૂ. શ્રી જયંતવિજયજી મહારાજશ્રીએ સંપાદિત કરેલ આ ભાગ બીજાને લેખાંક: ૩૧૪માં–સં. ૧૩૪૬ના ફાગણ વદિ ને સોમવારે જાખલપુરના રહેવાસી શ્રીજિનચંદના પુત્ર સંઘવી એચટન વગેરેએ જિનપ્રતિમાઓ ભરાવ્યાને ઉલ્લેખ એ લેખમાં કરેલું છે. મતલબ કે આમાં ઉલ્લેખેલ જાખલપુર એ જ જાકડા હોય તે સં. ૧૩૪૬માં આ ગામ વિદ્યમાન હતું એટલું નક્કી થાય છે. જાકેડામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર પહાડની ખીણમાં આવેલું છે. For Private And Personal Use Only
SR No.521718
Book TitleJain_Satyaprakash 1955 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy