SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ) શકે કેટલાં નાટક સર્જથી સજાવ્યા " च उसटि करिसहस्सा, चउसटि स अट्ठदन्त अट्ठसिरा । दन्ते य एगमेगे, पुस्खरिणीओ य अट्ठ ॥ ८२ ॥ अट्ट लक्ख पत्ताई, तासु पउमाई हुन्ति पत्तेयं । પત્તે પત્તે વત્તીસ, વદ્ધ નારવિહી વિટ્ટો II ૮રૂ II” ધર્મષસૂરિની ઉપર્યુક્ત કૃતિ ઉપર પદ્યામંદિરગણિએ વિ. સં. ૧૫૫૩ માં કથા વાકા નામની વ્યાખ્યા સંસ્કૃતમાં રચી છે. એના (૧૦૨ આ પત્ર)માં કહ્યું છે કે ૬૪૦૦૦ હાથી એ વાત પ્રકરણકારના અભિપ્રાય અનુસાર છે, નહિ કે સિદ્ધાંતના, કેમકે આવશ્યક અને ઉત્તરાધ્યયનની વૃત્તિ વગેરેમાં તે એક જ અરાવણના વદનાદિના વિસ્તારનું કથન છે. વળી ૬૪૪૮ =૫૧ર એ મુખોની સંખ્યા પણ પ્રકરણકારના અભિપ્રાય મુજબની છે, નહિ કે સંદ્ધાંતિકેની, કેમકે સિદ્ધાંતમાં પ્રાયઃ એવો ઉલ્લેખ જોવા નથી. . આ સંબંધમાં એ ઉમેરીશ કે આવસ્મયની ગુણિમાં તે ધર્મષસૂરિના કથન અનુસારની હકીકત છે કે જેને નિર્દેશ મેં ઉપર કર્યો છે, આથી એ પ્રશ્ન ઉદ્ભવે છે તે શું એ યુણિના રચનાર સૈદ્ધાંતિક ન કહેવાય કે આ ચુણિ હોવાની વાત પદ્મમંદિરમણિના ખ્યાલ બહાર છે? ઉપદેશપ્રાસાદના ૧૮૧ માં વ્યાખ્યાનમાં દશાર્ણભદ્રનો ઉલ્લેખ છે અને એની પજ્ઞ વૃત્તિ (ભા. ૩, પત્ર ૧ આ. – ૨ આ.)માં એમનું વૃત્તાંત નીચે મુજબ અપાયું છે - દશાર્ણ' દેશમાં “દશાર્ણ નગરમાં દશાર્ણ રાજા પાંચ અંતઃપુરીઓ સાથે—૫૦૦ પત્નીઓ સાથે સુખ ભોગવતા હતા. એક દિવસ ચરે (સેવક) સંધ્યા સમયે એ રાજાને ખબર આપી કે આવતી કાલે મહાવીરસ્વામી ઉપવનમાં પધારવાના છે. રાજા માંચિત થઈ છે. કે કોઈએ પ્રભુને વંદન ન કર્યું હોય તેવું વદન હું સવારે કરીશ. આમ અહંકારમાં ગરકાવ બની એ રાજા સેનાની, રૂપાની અને દાંતની પર્ય કિકા (પાલખી)માં અંતઃપુરીઓને આરૂઢ કરી મટી ઋદ્ધિ સહિત એ પ્રભુને વંદન કરવા ઊપડ્યો. ઋદ્ધિ નીચે મુજબ હતી – અરાઢ હજાર હાથી, વીસ લાખ ઘેડા, એકવીસ હજાર રથ, એકાણુ કરેડ પાયદળે, એક હજાર સુખાસને અને સેળ હજાર ધજાઓ. હાથી ઉપરથી ઊતરી એ રાજાએ પ્રભુને વંદન કર્યું. આ તરફ ઈન્દ્રને અવધિજ્ઞાન વડે જાણ થતાં, એ રાજાને ગર્વ ઉતારવા પ્રભુને વંદન કરવા આવ્યો. એ વેળા એણે નીચે મુજબની દિવ્ય ઋદ્ધિ વિમુવી – પાંચસો બારે મસ્તક (ગંડસ્થળ)વાળો એક હાથી ૬૪૦૦૦ હાથીઓ, મસ્તકે મસ્તકે આઠ આઠ દંતૂશળ, દંતૂશળે દંતૂશળે આઠ આઠ વાવ, વારે વારે આઠ આઠ કમળ, કમળ કમળ લાખ લાખ પ (પાંખડીઓ), પ પ બત્રીસ ઉત્તમ નાટકે, પ્રત્યેક કમળના મધ્યમાં કર્ણિકાના ભાગમાં એકેક ઈન્દ્રપ્રસાદ અને એ પ્રત્યેક પ્રાસાદની વચમાં આઠ આઠ અગ્રમહિલી સહિત ઈન્દ્ર બેઠો. પૂર્વાચાર્યોએ એકેક હાથીનાં મુખ વગેરેની સંખ્યા નીચે પ્રમાણે દર્શાવી છે એમ કહી વૃત્તિકારે તેને ઉલ્લેખ કર્યો છે – ૫૧૨મુખ, ૪૦૯૬ દંતૂશળ, ૩૨૭૬ ૮ વાપી, ૨૬૨૧૪૪ પદ્મો તેમજ એટલા પ્રાસાદે ૨૦૯૭૧પર અમહિણીઓ, છસે એકવીસ કરોડ અને ચુમ્માળીસ લાખ (ર૬૨૧૪૪૦૦૦૦૦) પાંદડીઓ. For Private And Personal Use Only
SR No.521718
Book TitleJain_Satyaprakash 1955 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy