________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ છે, જેમાં સંગીત વિષ્યનું લખાણ છે. જૈન આગમ સ્થાનાંગ અને અનુગદ્વારમાં સંગીત, વિષયના જે જાતના શબ્દો ઉપલબ્ધ થાય છે તેને પેલે લેખ મળજુલ છે.
ઉપર પ્રસિદ્ધ ગુફાઓ અંગે કહેવામાં આવ્યું છે. એ ઉપરાંત ધારાસિવ, વિધ્યાચળ, બામચન્દ્ર, પાટન, મેમિનાબાદ, ચમારના અને ઔરંગાબાદની ગુફાઓ પણ જેનધર્મ સાથે સંબંધ રાખે છે. જિજ્ઞાસુઓને “કેવ ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા ' અને, “આર્કિયોલેજિકલ સર્વે ઓફ વેસ્ટ ઇન્ડિયા' ભા. ૩. વાંચવા ભલામણ છે. એમાં એ વિષે માહિતી અપાયેલી છે.
પૂર્વકાળમાં જૈનમુનિઓ અરણ્યમાં રહેતા હતા. કેવળ ભિક્ષા નિમિત્તે નગરમાં પધારતા. જ્યાં આ સ્થિતિ હોય ત્યાં વ્યાખ્યાનશ્રવણ કે ઉપદેશપ્રાપ્તિ અર્થે ઉપાસકે જંગલમાં જ આવતા હોવા જોઈએ. એ વાત પૌરાણિક આખ્યાનમાં નોંધાયેલી પણ છે. જિનમંદિરના આત્મા સમાન મૂર્તિઓ પણ નગર બહારની ગુફાઓમાં રાખવામાં આવતી હોય કિંવા કેતરાતી હોય એ પણ સંભવિત છે. મેવાડ આદિ પ્રદેશમાં તે જૈન મંદિરે જંગલમાં ઘણી મેથી સંખ્યામાં આજે પણ જોવા મળે છે, જે ગુફાઓની પદ્ધતિ ભુંસાઈ ગયા પછીના અવતરણ સમા લેખાય. આવા સ્થળને તાળા ચાવીની જરૂર નહોતી જ. જ્યાં આભૂષણો હતાં જ નહીં ત્યાં સંપત્તિ લુંટાવાને ભય સંભવે જ શી રીતે ? એક રીતે કહીએ તે એ પ્રથા ઘણી સુંદર હતી કે જેનાથી સર્વ લેકોને દર્શનનો લાભ પ્રાપ્ત થતું હતું. આજે આપણે મૂળ પરંપરાથી કેટલી હદે આગળ ગયા છીએ ? અને એ દ્વારા પ્રભાવના વિસ્તરી છે કે ઓછી થઈ છે તે પણ વિચારણીય વિષય છે. દેશ-કાળને સામે રાખી, લાભાલાભની દષ્ટિએ પ્રત્યેક રસમની તુલના કરવામાં આવે, અને જે સુધારણ શક્ય જણાય તે કરવામાં આવે તે જ યુગની સાથે રહી રાકીય અને યથાર્થ પ્રભાવના થઈ શકે.
ઉપસંહાર કરતાં મુનિ શ્રી. કાન્તિસાગરજી લખે છે કે-પ્રાચીન ગુફાઓમાં ઉદયગિરિ, ખંડગિરિ, હેલ, સિત્તનવાલ, ચાંદવડ, રામટેક, છલુરા-દશમી શતાબ્દી સુધી પ્રેરણા પાનારાં અને આકર્ષણ કરનારાં સ્થાનો તરીકે જાણીતા રહ્યાં. તક્ષણકલાની ઉત્કૃષ્ટ મૌલિક સામગ્રી ઢંકગિરિ, જોગમારા, ગિરનાર આદિમાં છે જ્યારે ચિત્રાંકનમાં જોગમારા, સિત્તનવાસલને ન ભૂલાય.
ગુફા મંદિર સંબંધી લેખમાળા પૂરી કરતાં જણાવવાનું કે આ સર્વ વાંચ્યા અને જાણ્યા પછી, કંઈ એ સંબંધમાં સક્રિય કામ કરવાનો નિર્ધાર સમાજધુરિ ણો ન લે તે, કાળના ગર્ભમાં આ રહ્યો સહ્યો વારસો પણ હતેન થઈ જવાનો! આપણી પાસે સાધન-સામગ્રીને અભાવ હોય અને આમ બનવા પામે તો એનું ઝાઝું દુ:ખ ન લાગે, પણ આ તો છતી સામગ્રીઓ અને પ્રતિવર્ષ પ્રભાવના કે ધર્મનિમિત્તે લાખ રૂપીઆ ખરચી રહ્યા છીએ તેવા સમયનું આ ચિત્ર છે. મુનિશ્રીના લખેવા મુજબ ખરેખર ખંડિયેરેમાં વિભવ ભર્યો પડ્યો છે પણ એ જેવાને-પારખવાને ઝવેરીનાં નેત્રો જોઈએ. ઝવેરાતની પરીક્ષા અણઘડથી ન જ થાય. જૈન સમાજમાં ઝવેરીની દૃષ્ટિ ધરાવતી વ્યક્તિઓ સત્વર પેદા થાય એ જ પ્રાર્થના. યુગના એંધાણ પરખાય, એગ્ય દિશામાં ઉપદેશ અપાય, અને વ્યવસ્થિતપણે કાર્ય ઉપાડી લેવાય, તો ભગવંત શ્રી. મહાવીરદેવની ભાવના “સવિ જીવ કરું શાસનરસી' એ ફલા વગર ન જ રહે.
For Private And Personal Use Only