SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુફાઓમાં જૈન સંસ્કૃતિ લેખક:–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી (૨) ઐહેલ-આ સ્થાન બદામી તાલુકામાં આવેલ છે. ઈ. સ. સાતમ-આઠમી શતાબ્દીમાં અહીં ચૌલુક્યોનું રાજ્ય હતું. પૂર્વ અને ઉત્તરદિશામાં કેટલીક ગુફાઓ છે. એકમાં સહસ્ત્ર ફણાવાળા શ્રી. પાર્શ્વનાથની મૂર્તિ છે. મૂર્તિની મહત્તા ઊડીને આંખે વળગે તેવી છે. જેનકળા પર પ્રકાશ પાડે તેવી બીજી સામગ્રી પણ અહીં જોવા મળે છે. પ્રભુ મહાવીરની આકૃતિ પણ એક સ્થાને છે. સિંહ, મગર અને દ્વારપાલની કોતરણી મુંબઈ નજીકની એલીફન્ટાની યાદ અપાવે છે. શિલી ઉચ્ચ પ્રકારની છે. અહીંથી પૂર્વ દિશા તરફ મેગુટી નામક એક જૈન મંદિર છે. એમાં એક મેટ શિલાલેખ નજરે ચડે છે, જેને શક સંવત ૧૫૬ (ઈ. સ. ૬ ૩૪-૩૫) છે. ચૌલુકયરાજ પુલકેશીના રાજ્યકાળે શ્રી. વરકીર્તિએ અહીં આવી પ્રતિષ્ઠા કરી છે એ ભાવ એમાંથી સ્પષ્ટ થાય છે. ભાભેર–ભામેર કિલ્લો ધુળીઓથી વાયવ્ય ખૂણે ત્રીશ માઈલ દૂર આવેલા છે. એક નાના ટેકરામાં ભોયરું છે. એક ગુફા પણ છે, જેને એટલે કિવા આગળનો ભાગ ૫ ફુટ લાંબો છે. દિવાલ ઉપર શ્રી. પાર્શ્વનાથ તથા બીજા જિનેશ્વરની ગ્રામ્ય કલમે કેતરાયેલી આકૃતિઓ છે. અંકાઈતકાઈ–આ સ્થાન ચેવલી તાલુકાની પહાડી પર આવેલ છે અને વિકટ તેમજ અમુક અંશે ભયપ્રદ પણ છે. પ્રાકૃતિક સૌંદર્ય મજાનું છે. અંકાઈમાં જેની સાત ગુફાઓ છે અને તે શિલ્પકળાની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. દુર્ભાગ્યે ઘણે ભાગ નાશ પામ્યો છે. એવી થોડી જગ્યા જણાય છે કે જ્યાં સુંદર આકૃતિઓ ન કરાઈ હોય ! પ્રવેશદ્વાર તે ઘણું જ શોભાવાળું છે. કોતરાયેલી તીર્થકર મૂર્તિઓ નજરે ચડે છે. ઇંદ્ર તેમજ દ્રાણી (વસ્તુતઃ યક્ષયક્ષિણી) ની મૂતિઓ પણ કરેલી છે. વસ્ત્રધારી ગંધર્વપરિવાર વાહયુક્ત આલેખાયેલા છે. એ ઉપરથી કલ્પી શકાય કે કલાકારે જન્મ મહોત્સવને પ્રસંગ રજુ કર્યો છે. શ્રી. શાન્તિનાથ પ્રભુની માનવકદની નગ્ન મૂર્તિ છે અને મૃગનું લંછન પણ જણાય છે. એથી નાની પાર્શ્વનાથની મૂર્તિ પણ છે, જેના ઉપર પાંચ ફણાને આકાર છે. ગેખલામાં જિનપ્રતિમાઓ છે. રચનાશૈલી ઉપરથી અનુમાની શકાય કે તેરમી સદીમાં એ કંડારાયેલી હશે. મહાકવિ શ્રી. મેઘવિજયજીએ મેધદૂતસમસ્યાલેખ” નામક “વિજ્ઞપ્તિપત્ર'માં આ સ્થાનનો ઉલ્લેખ કર્યો છે. (જુઓ-વિજ્ઞપ્તિ લેખસંગ્રહ. પા. ૧૦૧) ત્રિગલવાડી– રોડ પર આવેલ ઇગતપુરીથી છ માઈલ દૂર એક પહાડી પર આ ગામ વસેલું છે. પહાડીના નીચેના ભાગમાં એક જૈન ગુફા છે. એના દ્વાર પર એક ફ્રેનમૂર્તિ છે. વળી, ગુફાના અંદરના ભાગમાં પદ્માસન ઉપર ત્રણ જિનપ્રતિમાઓ છે. અંદરના કમરાની એક દિવાલ પાસે પુરુષાકાર જિનમૂર્તિ છે પણ તે ખંડિત થયેલી છે. માત્ર વિદ્યમાન રહેલા ચરણ For Private And Personal Use Only
SR No.521716
Book TitleJain_Satyaprakash 1954 11 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy