________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ - કોણ જાણે કેમ, ખૂણે બેઠેલા શેઠના વસાઈ ગયેલા અંતરદ્વારને જાણે આંગળે હઠી ગયા હોય અને ઉદારતાનાં અણધાર્યા પૂર ઊમટી આવ્યાં હોય એમ શેઠે પોતાની પાસે રાખી મૂકેલી એક હજાર રોકડા રૂપિયાની થેલી આ ભજનિક સામે ઠાલવવા માંડી.
લોકે કહેવા લાગ્યા: “કઈ દિવસ કંજૂસનું હૃદયકપાટ પણ ખુલી જાય છે !”
પંડિતજીએ કહેવા માંડયું: “જેમ આ ભજનિકે પિતાના ગળાને એકલું મૂકયું તેમ આ શેઠનું હૃદય પણ આજે મોકળું થયું. ભજનિક! આજે આ કંજૂસનું ધન નથી, એક ઉદારદિલ શેઠનું ન્યાયથી મેળવેલું આ ધન છે. એ લેવામાં સંશય ન રાખતા.”
શ્રોતાઓમાંના એકે ધીમે અવાજે કહ્યું: “ન્યાયનું!”
હા, ન્યાય-નીતિથી મેળવેલું આ ધન છે એમાં શંકા નથી. મને ખબર છે કે, મારા જ કુટુંબીમાંના એક છોકરાના બાપનું અચાનક હૃદય બંધ પડી જતાં અવસાન થયું. એના બાપે આ શેઠને ત્યાં પોતાની મૂડી જમા રાખેલી, શેઠે જ્યારે એ અવસાનના સમાચાર જાણ્યું કે તરત જ એ છોકરાને જાતે બોલાવીને તેના બાપના પૈસા વ્યાજ સાથે પાછા આપ્યા હતા.
બીજું ઉદાહરણ પણ કહી સંભળાવું:
આ શેઠને ત્યાંથી એક જણ પૈસા લઈ જતો અને દઈ જ. પેલા માણસના હિસાબમાં ભૂલ હતી. એ ભૂલથી એની મેટી રકમ શેઠને ત્યાં રહી જતી હતી. પણ શેઠે જ્યારે એને હિસાબ ચોપડે ચેક કર્યો ત્યારે એની વધારાની રકમ એને પાછી આપી દીધી.
ન્યાયથી ઉપાર્જન કરેલા આ ધન માટે બીજી શંકા કયાંથી જ હોય !” પંડિતજીએ તે આજે આ શેઠની જ કથા સંભળાવવા માંડી.
શેઠ રૂપિયાની થેલી ઠાલવીને પિતાના થાને બેસવા પાછા વળતા હતા ત્યાં સૌએ એમને આદર સાથે આગળ બેસવા વિનવણી કરવા માંડી. પંડિતજીએ પણ શેઠને હાથ પકડી આગ્રહપૂર્વક આગળ બેસાડ્યા.
પછી તે શેઠની વાચા ખુલી: ‘તમે આ મારે આદર કરતા નથી પરંતુ મારા ઘનને આદર કરી રહ્યા છે. ગઈ કાલ સુધી મને કઈ પૂછતું નહોતું અને રૂપિયાની થેલી આપ્યા પછી આમ એકાએક માન આપી રહ્યા છે તે શેઠને નહિ પણ શેઠના બચકાને આપી રહ્યા છો, સાચે જ, પૈસાની ભારે પ્રતિષ્ઠા છે.”
શેઠજી! આપની માન્યતામાં કંઈક ભૂલ થાય છે. ધન તે આપની પાસે ગઈ કાલે પણ હતું જ પરંતુ પ્રતિષ્ઠા નહેતી. આ પ્રતિષ્ઠા ધનની નથી પણ ધનના ત્યાગની છે.” પંડિતજીએ ખુલાસો કર્યો.
ધન તે ત્યાગથી જ શોભે છે.
For Private And Personal Use Only