________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*ક : ૨-૩ ]
રતલામનું પ્રકરણ
[ ૪૭
કબજો ત્યાંના તહસીલદારને સુપરત કરી દીધા, શ્રી. સજ્જનસહુ જે ત્યાંને વહીવટ કરતા હતા તેમને કલેકટર મહાત્રે મેલાવ્યા અને આજ્ઞા કરી કે તમો દેરાસરને કબ્જે સરકારને સુપરત કરી દો, પરંતુ તેમણે સાફ ના પાડી અને જણાવ્યું કે એવું કાઈ કારણ નથી કે દેરાસરના વહીવટ સરકાર લઇ લે. તેમ છતાં કલેકટર મહેાય કે જે prejudiced mind થી કામ કરતા હતા તેમણે તરત દેરાસરના કાળે લઇ લીધા અને પોલીસને હુકમ કર્યો કે કાઇ ને પણ અંદર જવા દેશે નહિ.
તા. ૨૩-૧૧-૫૪ ના રાજ હીરાલાલ ચૌધરી તથા સમીરમલને પોલીસે પકડયા હતા. તા. ૨૪ ના રાજ પોલીસે મેટ્યૂિટ સા. પાસે ૮ દિવસના રીમાન્ડ માંગ્યા. આપણા તરફથી opposition કરવામાં ન આવ્યા, તેમજ જામીન ઉપર છોડવા સારુ અર્જ પણ નહોતી આપી; કારણ બધાના મનમાં ડર પેસી ગયા હતા કે જે કાઈ આગેવાન બનશે તેને પકડી લેવામાં' આવશે એટલે સરકારની સામે આગેવાન થવાની કોઈની હિંમત ના ચાલી,
હીરાલાલજી ચૌધરી ૬૦ વરસના વૃદ્ધ છે. એક પ્રતિષ્ઠિત આબદાર વ્યક્તિ છે. તેમના દિલ ઉપર જબરજરત આધાત લાગ્યા હતા. ત્રણ દિવસને અટ્ટમ થયા હતા. ચેથે દિવસે સાધારણ કાંઈ લીધું હતું.
રતલામ સધ તરફથી શ્રી જૈન કાન્ફરન્સને પણ ખબર આપી હતી. ત્યાંથી સેક્રેટરી આવ્યા હતા. શ્રી કલેકટર સા. સાથે વાટાઘાટો થઇ હતી, પરંતુ કાંઈ શુભ પરિણામ ન દેખાયું એટલે તે પાછા ગયા.
તા. ૨૪ના રાજ રતલામ સંઘ તરફથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર લાંખે તાર આપવામાં આવ્યા અને પરિસ્થિતિ જણાવી. શેઠ આણંદજી કલ્યાણજી તરફથી શ્રી. ત્રિકમભાઇ, જે ઉજ્જૈન રહે છે અને મકસીછ તીર્થ માટે છેલ્લાં બાર વરસથી પ્રતિનિધિ છે તેમના ઉપર તાર આવ્યો કે, “ હીરાલાલજી ચોધરી આદિ એ જેલમાં છે તેમને છેડાવા તથા દેરાસરમાં પૂજા ની થતી તેથી આશાતના થાય છે તેનો બ ંદોબસ્ત કરશે. બાહેશ વકીલને લઇ ને રતલામ જાએ, '
"
કલેકટર મહાદય તરફથી તા. ૨૫ ના રાજ લાઉડસ્પીકર દ્વારા જનતાને જણાવવામાં આવ્યું કે તા. ૨૭–૧૧–૫૪ ના સવારના ૯-૪૫ મિનિટે શિવલિંગની નાથના મંદિરમાં કરવામાં આવશે.
સ્થાપના શ્રી. શાંતિ
એટલે રતલામના આગેવાનોએ વકીલને લઈને ઇંદેરમાં હાઈ કા માં wirt દાખલ કરી અને માંગણી કરી કે તા. ૨૭-૧૧-૫૪ ના રોજ શિવલિંગ અમારા દેરાસરમાં શ્રી ક્લેકટર મહાય દ્વારા પધરાવવાના છે તે બદલ મનાઈ હુકમ આપશે. માનનીય હાઈ કા મનાઈ હુકમ આપ્યા, પરંતુ કલેકટર માયને માલમ પડયુ કે મનાઇ હુકમ આવશે એટલે તા. ૨૭ ના બદલે તા. ૨૬-૧૧-૧૪ ના દિવસે ૧૨ વાગતાં શિવલિંગ આપણા શ્રી. શાંતિનાથ પ્રભુના દેરાસરમાં પધરાવવામાં આવ્યું. લગભગ ૧૦૦૦ માણસા સાથે હતા. ખુદ કલેકટર મહાદય પણ હાજર હતા. સાંભળવામાં આવ્યા પ્રમાણે પોલીસ જુવાનો ખુટ પહેરીને મંદિરમાં દાખલ થયા હતા પરંતુ કાઈ એ રોકવા નહીં.
કેટલી ભયંકર આશાતના ! કેટલો એકતરફી જુલમ !! કેટલો અન્યાય ! ! ! રતલામના શ્રી સંધને ધન્યવાદ આપવો ઘટે છે કે તેમના લોહી ઉકળી ઊઠવા છતાં કાંઈ પણ અર્થાત બનાવ
For Private And Personal Use Only