SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સં કા ૨ લેખક-પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) સૂર્ય પોતાના પ્રતાપી કિરણોથી જગતને પ્રકાશિત કરી રહ્યો હતો. નિગ્રંથનાથ ભ. મહાવીર જ્ઞાનના કિરણોથી પ્રાણીસમૂહનાં હૈયાંઓને પ્રકાશિત કરી રહ્યા હતા. વસુંધરાને પાવન કરતા પ્રભુ આજ તે રાજગૃહનગરના મનહર ઉદ્યાનમાં પધાયા છે. ગુણશિલકના ચયમાં પ્રભુએ આસન જમાવ્યું છે. મગધરાજ બિંબિસાર અને પ્રજાજનો પ્રભુના દર્શને આવ્યા છે. સૌના હૈયામાં હર્ષ તે ક્યાંય માતે નથી. શું પ્રભુનાં શાન્ત નયનો છે ! શું એમની સૌમ્ય આકૃતિ છે ! શું એમનો સંયમથી દીપ દેહ છે! અને વાણી... ? વાણી તે નગાધિરાજ પરથી વહેતી ગંગાની જેમ છલ છલ કરતી વહી રહી છે! સૌ એને સાંભળી પરમ પ્રસન્ન બન્યા છે. ત્યારે સૂર્ય જેવા તેજસ્વી અને ચન્દ્ર જેવા સૌમ્ય શ્રી ગૌતમે માનવહૈયામાં ઘોળાતે પ્રશ્ન પૂછ્યો : પ્રભો ! આત્મા શાથી ભારે બની ગુરુત્વને પામે છે અને કયા પ્રકારે હળવો બની લધુત્વને પામે છે?' પ્રશ્ન ઊંડો હતો છતાં સમયોચિત હતો. સૌને જીવનના ભારથી હળવા બનવું હતું એટલે સૌની જિજ્ઞાસા વધી. વો મર્મ જાણવા બધા ઉત્સુક બન્યા. કણી નીતરતાં નયને સભા પર કર્યા. સભા ઉત્સુક હતી. પ્રભુ બોલ્યા: “ગૌતમ ! જેમ કોઈ પુરૂ અખંડ, સુકા, બેટા ને કાણા વિનાના તુંબડાને દાભથી બાંધી એના પર ચીકણી માટીને લેપ કરી એને સૂકવી નાખે, પછી સુકાયેલા એ તુંબડા પર ફરી માટીને લેપ કરે-આ રીતે આઠ વાર લેપ કરેલા તુને પાણીમાં નાખે છે, એ તરવાની શક્તિવાળું તુંબડું પાણીમાં તરતું નથી, પણ ડૂબી જાય છે, તેમ, આત્મા પણ હિંસા, અસત્ય, ચોરી, અસંયમ, ક્રોધ, માન, માયા ને લેભના કુસંસ્કારથી લેવાયેલ મૃત્યુ પામીને અધોગતિમાં જાય છે.......' હૃદય ને બુદ્ધિને સ્પર્શત આ ઉપદેશ સાંભળી સભા ડાલી રહી હતી ત્યાં વર્ધમાને કહ્યું : પણ ગૌતમ ! એ તુંબડા પરના લેપન પહેલે થર કેહવાય અને ઊખડી જાય છે એ થોડું અદ્ધર આવે, એમ કરતાં એ બધા થર ઊતરી જતાં, તુંબડું મૂળ સ્વભાવે હળવું થતાં, પાણીની સપાટી પર આવે છે. તે જ રીતે આત્મા પણ અહિંસા, સત્ય, અચૌર્ય, સંયમ, અપરિગ્રહ, ક્ષમા, મૃદુતા, સરળતા ને નિર્લોભતાના આચરણથી કુસંસ્કારને નિર્મળ કરી, હળવો બની ઊર્ધ્વગતિ પામે છે.....' કુસંસ્કારથી આત્માં ગુરુત્વને પામી અધોગામી બને છે. સુસંસ્કારોથી આત્મા લઘુત્વને પામી ઊર્ધ્વગામી બને છે ! પ્રભુનાં દર્શન કરી પાછા ફરતા સભાજનોના મુખ પર જ્ઞાનને પ્રકાશ હતા અને રાગૃહના ધરધરમાં સંસ્કારની ચર્ચા જામી હતી. For Private And Personal Use Only
SR No.521715
Book TitleJain_Satyaprakash 1954 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy