________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
! ! અન છે अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपुजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વિક્રમ સં. ર૦૧૦:વીર વિ. સં.ર૪૭૯: ઈ. સ. ૧૫૪ क्रमांक | આસો વદિ ૪ શુક્રવાર : ૧૫ ઑકટોબર
२२९
'
ના
વર્ષ : ૨૦ ચં : ૨
aણ કોંધ
શ્રી જૈન સત્ય પ્રકાશ” આ અંકથી વિશમા વર્ષમાં પ્રવેશ કરે છે, એ જણાવતાં અમને હર્ષ થાય છે.
પૂજ્ય આચાર્યો અને મુનિવરે અને તે તે ગામના શ્રીસંઘએ આ માસિકના વિકાસમાં એક યા બીજી રીતે મદદ કરી છે તેમની અમે સાભાર નેંધ લઈએ છીએ.
આ વર્ષમાં “જેન સસ્તા સાહિત્ય” નામક સંસ્થાના કાર્યવાહક તરફથી રૂ. ૩૩૦૦) અંકે તેત્રીસસોની ઉદાર રકમની અમને ભેટ મળી છે. તે માટે અમે કૃતજ્ઞતા દર્શાવીએ છીએ.
નવા વર્ષમાં પ્રવેશતાં ભૂતકાળની કેટલીયે લીલી–સૂકી ઘટનાઓ સ્મરણમાં આવી જાય છે. કેટકેટલીયે આશાતીત જનાઓ સાથે આ માસિક પ્રગટ થયું હતું. દેવેની માફક યૌવન લઈને એ જગ્યું હતું. એના ઉચ્ચ ધેરણના ઉદ્દેશ અનુસાર આજ સુધી વિવિધ વિષયની લેખસામગ્રી પીરસતું રહ્યું છે, અને જેનેતરે તેમજ સાંપ્રદાયિક પક્ષના આક્ષેપોને વળતે જવાબ આપી જૈન ધર્મના સિદ્ધાંતને અક્ષણ બનાવી રાખવા એ હરહમેશ તૈયાર રહે છે. આ દિશામાં એક કળાકારની પેઠે એ ઓગણીસ વર્ષ સુધી સાધના કરી રહ્યું છે, પરંતુ એની કઈ યાજના આર્થિક સ્થિતિના કારણે બરમાં આવી શકી નથી. કથાસાહિત્યમાં રૂચિ રાખનાર વાચકવર્ગને માસિકની લેખસામગ્રી હળવી લાગતી નથી. પરિણામે એને પ્રચાર મર્યાદિત બને છે
કેટલાક વાચકે માસિકના ઉચ્ચ ધોરણને આવકારે પણ છે. તેમનું મંતવ્ય છે કે, હળવા ધોરણનાં કેટલાંક પત્ર સમાજમાં મૌજુદ છે ત્યારે શ્રી જૈન સત્ય પ્રકાશે જે ધોરણ જાળવ્યું છે તે ધોરણે હજી વધુ વિકાસ સાધવો જોઈએ. મતલબ કે, તેનું ધરણુ હજી ઉચ્ચતર બનાવવું જોઈએ.
For Private And Personal Use Only