________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧ ] નિર્વાણ
[ ૧૩ તૈયારીમાં હતા. દુવિધામાં પડેલે જનસમૂહ સહસ્ત્ર સૂર્યની કળાથી તપતી એમની મુખમુદ્રા સામે નીરખી રહ્યા હતા. સહુના શ્વાસ ઊંચા હતા, સહુના મેં પર એશિયાળાપણું હતું.
પ્રભુએ છેલે સૂમ કાયમ પણ રુધ્ધ ને આંખને આંજી દેનારું તેજવલ પ્રગટ થયું. તારાગણથી વિભૂષિત આ મહિનાની અમાવાસ્યાની રાત્રિ એકાએક અલૌકિક પ્રકાશથી ઝળહળી ઊઠી. ચારે તરફથી જયનાદ સંભળાયા.
“પ્રભુ નિર્વાણ પામ્યા ! ” હવામાં શંખ કાયા, વનમાં દુંદુભિ વાગ્યાં.
સંસારને ઝળહળાવી રહેલે મહાદીપક અંતરચક્ષુઓને ઉજજવળ કરી ચર્મચક્ષુઓની સામેથી બુઝાઈ ગયે. મેહની દારુણ પળો પર ઇંદ્રરાજ વિજય મેળવી હવે સ્વસ્થ થતા હતા ને કહેતા હતા:
દીપક પેટા ! દીપાવલિ રે ! પ્રભુ નિર્વાણ પામ્યા !'
અમાવાસ્યાની એ રાત અનેક દીપકેથી ઝળહળી ઊઠી. પણ કેટલાક શંકિતનાં હદય પેલા મોટી મોટી વાત કરી આશ્વાસન આપનાર અંતેવાસી પાસેથી ગુરુ ગૌતમને આપેલા વચનની હકીક્તને જવાબ માગવા ઉત્સુક હતા.
પ્રભુને નિર્વાણ-ઉત્સવ રચાઈ રહ્યો હતા; શંખ, મૃદંગને પણવથી આકાશ ગૂંજી રહ્યું હતું. અંધારી રાત ઉજમાળી બની ગઈ!
બીજા દિવસનું પ્રભાત હજી ખીલ્યું નહોતું, ત્યાં સમાચાર આવ્યા કે ગુરુ ગૌતમને પ્રભુ મહાવીરના મૃત્યુની જાણ થઈ ગઈ છે. એમનું રુદન વજા-હૈયાંને પણ ભેદે તેવું છે. એમના રુદનના શેકભારથી પૃથ્વી પણ ભીંજાઈ ગઈ છે. લતાઓ પરથી ફૂલ કરમાઈને પૃથ્વી પર કરી રહ્યાં છે, ને કમળવેલ મુરઝાઈ રહી છે. આખું વાતાવરણ શિકાકુલ છે.
એ મહાજ્ઞાની બ્રાહ્મણને આત્મા બાળકની જેમ વ્યાકુલ બની ગયું છે. સમાચાર લાવનારાઓએ કહ્યું કે અમારા થી એ જોઈ ન શકાયું, એટલે અમે
For Private And Personal Use Only