________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૨ ] - ઉદયન વિહાર
( ૨૩ ' ઉદયન વિહારની પ્રશસ્તિ રચનાર પ્રબંધશતકાર મહાકવિ રામચંદ્રનો વિસ્તારથી ગ્રંથભંડારમાં રહેલ પ્રાચીન કુમારપાલ પ્રબંધ ગ્રંથની સં. ૧૮૭૫માં લખાયેલી તાડપત્રીય પથીમાં પત્ર ૪૯માં એવી રીતે સંસ્કૃતમાં ઉલ્લેખ મળે છે કે –
“भीमदेवस्य द्वे राख्यो । एका बकुलदेवी नाम पण्यांगना पत्तनप्रसिद्धं रूपपात्रं च । तस्याः कुलयोषितोऽपि अतिशायिनी प्राज्यमर्यादां नृपतिनिशम्य तवृत्तपरीक्षानिमितं सपादलक्षमूल्यां क्षुरिकां निजानुचरैस्तस्यै ग्रहणके दापयामास । औत्सुक्यात् तस्यामेव निशि बहिरावासे प्रस्थानलनमसाधयत् । नृपतिवर्षद्वयं मालवमण्डले विग्रहाग्रहात् तस्थौ । सा तु बकुलदेवी तद्दत्त-ग्रहणकप्रमाणेन वर्षद्वयं परिदृतसर्वसंगा चंगशीललीलयैव तस्थौ । निःसीमपराक्रमो भीमस्तृतीयवर्षे स्वस्थानमागतो जनपरंपरया तस्यास्तां प्रवृत्तिमवगम्य तामन्तःपुरे न्यधात् । तदंगजः क्षेमराजः। द्वितीया राज्ञी उदयमती, तस्याः सुतः कर्णदेवः। क्षेमराज-कर्णदेवौ तत्पुत्री भिन्नमातृकौ परस्परं प्रीतिभाजौ।
__...इतश्च क्षेमराजस्य पुत्रो देवप्रसादकः । तस्य पुत्रास्त्रयः त्रिभुवनपालादयोऽभूवन्' त्रिभुवनपालस्यैकाऽभूत् सुता, तनयास्त्रयः । आद्यः कुमारपालाख्यो राजलक्षणलक्षितः।"
-પાટણ જૈન ગ્રંથભંડાર સૂચી (ગા. એ. સિરીઝ નં. ૭૬ ક. સને ૧૯૩૭) પૃ. ૧૫-૧૭માં અમે દર્શાવેલ છે,
ભાવાર્થ:–ભીમદેવને બે રાણીઓ હતી. તેમાંની એક બકુલદેવી નામની પણ્યાંગના હતી, જે પાટણમાં પ્રસિદ્ધ રૂપપાત્ર અને ગુણપાત્ર હતી. રાજા ભીમદેવે કુલીન સ્ત્રી કરતાં પણ અતિશય શ્રેષ્ઠ વિશિષ્ટ એવી તેણીની ઉચ્ચ મર્યાદા સાંભળ્યા પછી તેના ચરિત્રની પરીક્ષા માટે સવાલાખ મૂલ્યવાળી કટારી પિતાના અનુચ દ્વારા તેને ગ્રહણ કરવાના રૂપમાં (ખાંડું મેકલે તે રીતે સ્વીકારવાના સ્વરૂપમાં) અપાવી હતી. ઉત્સુકતાથી તે જ રાતે તેણે (ભીમદેવે) બહારના આવાસ (પડાવ)માં પ્રસ્થાન-મહતું સાધ્યું હતું. રાજા ભીમદેવ બે વર્ષ સુધી વિચહના આગ્રહથી માલવ-મંડલમાં રહ્યા હતા, તે બકુલદેવી તે મહારાજા ભીમદેવે આપેલ ગ્રહણક પ્રમાણે બે વર્ષ સુધી સર્વ સંગને પરિહાર કરી સારી રીતે શીલલીલાપૂર્વક જ રહી હતી. નિસ્લીમ પરાક્રમવાળે ભીમ ત્રીજે વર્ષે પિતાના સ્થાનમાં આવે ત્યારે જનપરંપરા દ્વારા બકુલદેવીની તે પ્રવૃત્તિ જાણ્યા પછી તેણે તેને અંતઃપુરમાં સ્થાન આપ્યું હતું; તેને પુત્ર ક્ષેમરાજ હતું. બીજી રાણી ઉદયમતી હતી, તેને પુત્ર કર્ણદેવ હ. એવી રીતે ક્ષેમરાજ અને કર્ણદેવ એ બને ભીમદેવના પુત્રો હતા, તે બંને ભિન્ન માતાના પુત્રો હેવા છતાં પરસ્પર પ્રીતિવાળા હતા. આ ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ હતું. તેને ત્રિભુવનપાલ વગેરે ત્રણ પુત્રો હતા. વિભુવનપાલને એક પુત્રી અને ત્રણ પુત્રો હતા. પહેલે પુત્ર કુમારપાલ નામને હતું, જે રાક્ષ-લક્ષણથી લક્ષિત હતો.”
-એ ઉલ્લેખને લગભગ મળતો ઉલ્લેખ વિ. સં. '૧૩૬૧ના પ્રબંધચિંતામણિની પોથીઓમાં અને તેની પ્રકાશિત થયેલી જૂદી જુદી આવૃત્તિઓમાં જોવામાં આવે છે. એ વાંચતાં-વિચારતાં જણાય છે કે- બલદેવી ઉચ્ચ કુલમાં ઉત્પન્ન ન થઈ હોય, તે પણ સુકુલીને સ્ત્રી કરતાં પણ અધિક સદગણશાલિની સુશીલ સ્ત્રી હતી અને તેણીની બરાબર પરીક્ષા કર્યો પછી મહારાજા પહેલા ભીમદેવે તેને રાણી તરીકે સ્વીકાર કરી, તેને પિતાના અંતઃપુરમાં સ્થાન આપ્યું હતું-એથી એ રાજમાતા તરીકે પ્રજાજનોની માનનીય ગણાય. મહારાજા ભીમદેવે નીતિ–સુભાષિતકારના “સ્ત્રીનું સુઇલુકઢાપિ' એ પ્રસિદ્ધ વચનને માન આપ્યું જણાય છે. કેટલાક લેખકેએ એ બકુલદેવીને ચૌલાદેવી નામથી પણ ઓળખાવી જણાય છે. આચાર્ય શ્રી હેમચંદ્ર ચૌલુક્યવંશ” અપનામ સંસ્કૃત પ્રયાશ્રય મહાકાવ્યમાં ભીમદેવની પત્ની-સંબંધમાં નિર્દેશ કર્યો નથી, પરંતુ ભીમદેવને પુત્ર ક્ષેમરાજ, તેને પુત્ર દેવપ્રસાદ, તેને પુત્ર ત્રિભુવનપાલ, તેને પુત્ર કુમારપાલ-એવી રીતે ક્રમથી તેને પરિચય આપ્યો છે,
For Private And Personal Use Only