SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ૮]. શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ ત્રણ પેઢીનું વેર લેવાનું છે. વૈશાલીને લુંટાય એટલી લૂંટ, લૂટતાં જરાય ન ગભરાશે, આજ લૂંટની ઊજાણું છે.' અર્પણના ગીતમાં મત્ત બનેલા મહાનાયક પણ આ પળે મૂંઝાઈ ગયો. પૌરજનની લૂંટ એની આંખે ન જોઈ શકી, લોકોના આર્તનાદ એના કાન ન સાંભળી શક્યા. વેદનાથી વ્યથિત–એના આત્માને એક જૂની વાત સાંભરી આવી અને એ વિજ્યારાજ પાસે પહોંચી ગયો. રાજન ! મને ઓળખો છો ?' રાજાના અનુચરેએ આપેલા આસન પર બેસતા મહાનાયકે પૂછયું. મહાનાયક ! આપને કણ ન ઓળખે ? જ્ઞાનથી, શિયળથી, સંસ્કારથી ને સભ્યતાથી આપ નગરના નાગરિકોમાં શ્રેષ્ઠ અને યેષ્ઠ છો ! અને એટલે જ તે આપને પૌરજનો પણ મહાનાયક કહી સત્કારે છે !' મહાનાયકના સગુણે પ્રત્યે સમસ્ત પ્રજાજનને માન હતું તેમ એ દુશ્મન રાજાના હૈયામાં પણ, એમના એકના માટે તે, માન હતું જ. એટલે જ એણે પ્રસિદ્ધ ગુણને ગુણાનુવાદ નમ્રતાથી કર્યો. એમ નહિ, રાજન ! એમ નહિ. આ રીતે ઓળખાણ જાણવા કે મારે ગુણાનુવાદ સાંભળવા અત્યારે હું નથી આવ્યો. હું તે એ પૂછું છું કે તમારે ને મારે કંઈ સંબંધ ખરે કે?'—સંબંધ પર ભાર મૂકતાં મહાનાયકની અભય અખાએ પ્રશ્ન કર્યો. ભરાવદાર મુખ, દૂધ જેવી ધોળી દાઢી, જળથી ભરેલા સરવર જેવી કરણપૂર્ણ આંખો, અને સંયમથી સશક્ત દેહ–આ સૌ મહાનાયકની પ્રતિભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં હતાં. આ પ્રતિભાશાળી વિભૂતિના શબ્દો પર રાજા વિચાર કરી રહ્યો હતો. એનો આત્મા ભૂતકાળના સાગરને તરતો તરતે બાલ્યકાળના કિનારે જઈ પહોંચે. અને એની નજર સામે એક તેજોમય ગુરુની નિર્મળ મૂર્તિ ખડી થઈ. જે ગુએ વાત્સલ્યભાવ સાથે પિતાને વિદ્યાનું અમૃતપાન કરાવ્યું હતું તે જ આ વિદ્યાગુરુ ! જે ગુરુના પ્રતાપે પિતે એટલે આગળ વધ્યો. એનાથી બેલાઈ ગયું: “ગુરુદેવ !' હા, રોજન બરાબર છે. હું એ જ કહેવા આવ્યો છું. વિદ્યાભ્યાસ કર્યા પછી વિદાય વેળાએ તેં મને ગુરુદક્ષિણા માટે આગ્રહ કર્યો હતો તે યાદ છે ? અને મેં કહ્યું હતું, “દક્ષિણે આજ નહિ, આ થાપણ રાખી મૂકજે. જરૂર પડશે તે અવસર આવ્ય માગી લઈશ.” રાજાએ તરત સેનાપતિને આજ્ઞા કરી: “જાઓ, શીઘ જાઓ. લૂંટ કરતા સૈનિકો મહાનાયકના ઘેર ન પહોંચી જાય. એ મારી પાસે ગુરુદક્ષિણા માગવા આવ્યા છે. આ તે આપણે ધર્મ છે કે એમનું ગૃહ અભય અને સુરક્ષિત રહેવું જોઈએ. એ નગરાધિપ પર મારું પ્રાચીન વેર છે. એ વેર વાળવાનો અવસર આજ ઘણા વર્ષે આવ્યો છે. પણ એ વેરના અગ્નિમાં આ મહાનાયકનું ગૃહ હેમાઈ ન જાય તે બરાબર ધ્યાનમાં રાખજે.” કરુણાભર્યો હાથ ઊંચા કરતાં મહાનાયકે કહ્યું: ઊભા રહે ! હું એ સ્વાર્થી નથી કે મારી જાતની જ રક્ષા કરું! જગતધારક મહાવીરને ભક્ત આવો સ્વાથી કદી ન હૈયા હું તે આખી વૈશાલી માટે અભય માગું છું.” ગુવ! આવો આગ્રહ ન કરે. જે આગમાં હું બળી રહ્યો છું તે આગ હજારે For Private And Personal Use Only
SR No.521714
Book TitleJain_Satyaprakash 1954 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy