________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ છે કે પરિણામ જણાવવાવાળો, બોલવાવાળો, પ્રવૃત્તિ ન થવામાં મજબૂત કારણમાં હોય તે જ તેને બચાવ ચાલે છે.
શ્રેણિક અવિરતિ છતાં એને ક્ષાયિક સમકિતી માનવા એ શ્રીજિનેશ્વર દેવનું વચન છે, માટે માનીએ છીએ. સેંકડે એંસી ટકા તે માન્યતા તેવું વર્તન હોય. માન્યતા તથા વર્તનમાં ફરકવાળા દાખલા ઘણા ઓછા છે. દુનિયાદારીમાં માન્યતા પ્રમાણે વર્તન ઘણે જ સ્થળે જોવાય છે. ઘણું જ ગંભીર કારણ હોય ત્યાં એ ન હોય એ બને. આ રીતે દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય એમ બે પ્રકારે મેહનીય કર્મ કર્યું. - હવે પાંચમું કર્મ આયુ–જીવન ટકાવી રાખવા અનેક પૌષ્ટિક ખાનપાનને ઉગ કરવામાં આવે છે. આરોગ્ય સાચવવા બરાબર કાળજી રખાય છે. ભયંકરમાં ભયંકર દઈને નાબૂદ કરવા માટે વિજ્ઞાન દ્વારા અનેક ઔષધિઓ યા તે ઈજેકશનની શોધખોળો થાય છે. દર્દના નિદાનની પરીક્ષા કરી તેનું ઉમૂલન કરવાની આવડતવાળા નિષ્ણાત વૈદ્ય-ડોકટરો કે હિકિમ જગતભરમાં છે. મેટા રાજાધિરાજ કે અગ્રગણ્ય દેશનેતાઓ કે મહર્દિકને ઉપરોક્ત સામગ્રીએ પૈકી કોઈની પણ કચાશ હોતી નથી, છતાં તેવાઓની જીવનલીલા ઘડીભરમાં સંકેલાઈ જતાં વિલંબ થતો નથી. પાસે ખડા રહેનારાઓ ટગર ટગર જોયા કરે છતાં ઈનું કિંઈ પણ ન ચાલે. જગતની કોઈ પણ સત્તા તેને રોકી શકે નહિ, આ શું? અનેક ચક્રવર્તીઓ,
અનેક મહર્દિક આમ ચાલ્યા ગયા તેનું શું કારણ? શું સાધનસામગ્રીની કમીના હતી ? નહિ, નહિ. માનવું જ પડશે કે છતી સારવારે, છતી સામગ્રી પણ જીવનલીલા સંકેલાઈ જવામાં કંઈક કારણ છે, અને તે આયુષ્કર્મ છે. આયુકર્મને સ્થિતિકાળ પૂર્ણ થતાં કોઈ પણ સામગ્રી આયુને ટકાવી રાખવામાં સહાયભૂત નીવડતી જ નથી. નહિતર, જગતના કોઈ માનવીને મરવું તે. ગમતું જ નથી. આયુઃ કર્મ જગતમાં ન હતી તે અનેકની જિંદગીમાં આજે પણ અસ્તિત્વમાં હેત.
જગતમાં નાનાં મોટાં અનેકવિધ પ્રાણીઓ છે. શારિરીક અવય, શારીરિક બાંધાઓ શારિરીક સૌદર્ય, ઈશિનું ન્યુનાધિકપણું, વળી કોઈ મનુષ્યપણે, કોઈ પશુપણે, કોઈ દેવપણે, કોઈ નારકીપણે શરીર ધારણ કરે છે. આ પ્રમાણે આ સંસારપ ઉપર પરિભ્રમણ કરનાર જીવોને ઉપરોક્ત સંજોગોમાં જે ભિન્નતા સાંપડે છે તે ભિન્નભિન્ન રૂપે તેવા સંગો અપાવનાર કર્મ તે “નામકર્મ ” નામે ઓળખાય છે.
એ રીતે કેઈને મોટે રાજા મહારાજાઓને ત્યાં જન્મ, અને કોઈને ચંડાળ આદિને ત્યાં જન્મ થાય છે. આનું શું કારણ? હલકા કુળમાં જન્મ પામવાનું કોઈને પણ પસંદ નથી તેનું શું કારણ? ઉચ્ચકુળ અને નીચકુળ અપાવનાર પણ કોઈકને માનવું પડશે અને તે “ગોત્રકર્મ' તરીકે ઓળખાય છે. - હવે અંતરાય કર્મ અંગે વિચારીએ. છતી લમીએ દાન દેવાની બુદ્ધિ નથી થતી. વગર લક્ષીને કેટલાક વર્ગ પુણિયા શેઠ જેવા છતાં તેને દાન દેવાની બુદ્ધિ થાય, કેટલાક મહેનત કરે છતાંય ન મેળવે, કેટલાક વગર મહેનતે સારી લક્ષ્મી મેળવી શકે છે. એટલે દાનને અને લાભનો ગુણ ઉત્પન્ન થવો તે કર્માધીન છે, અને તે કર્મ તે “અંતરાય ક.' આ રીતે જે કર્મના આઠ પ્રકાર જાણે નહિ તે આત્મકલ્યાણના માર્ગે આવી શકે નહિ. એ પ્રકારે દ્વારા કર્મનું સવિસ્તૃત સ્વરૂપ સમજવા જેન દર્શનમાં કહેલું તત્વજ્ઞાન-ફીલેસોફી સમજવી પડશે.
For Private And Personal Use Only