________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧૧ ] જૈન તવારીખના પાને....
[ ૧૯૯ - જૈન દતિહાસકાના ઉલ્લેખ
જૈન ઇતિહાસકારોમાં મુખ્યત્વે, વિક્રમના 11 મા શતક પછી થઈ ગયેલા જૈન શ્રમણપૂજ્ય સુવિહિત મૃરિવશ આદિ તેમજ અનેક જૈન શ્રાવક, કવિ વગેરેનો સમાવેશ થાય છે; - જેમાં કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચન્દ્રસૂરિ, શ્રીચારિત્રસુંદરગણિ, શ્રીકક્કસૂરિ મહારાજ,
શ્રીરાજશેખરસૂરિ, શ્રીજિનહર્ષગણિ શ્રી સર્વાનંદસૂરિ, શ્રીદેવવિમલગણિ, શ્રી ઋષભદાસ કવિ વગેરે ગણી શકાય તેમ છે. આ મહાપુરુષોએ પાટણ, પાલણપુર, ધૂળકા, ભદ્રેશ્વર, ખંભાત, સુરત ઈત્યાદિ શહેરે તેમજ ત્યાંના પ્રજાનાયકો વગેરેની ધર્મ પ્રવૃત્તિની પૂઠે ખરચાતી ધનસંપત્તિનું જે વર્ણન કર્યું છે; તદુપરાંત પ્રાસંગિકરીતે તત્કાલીન નૃપતિઓના અને તેમની રાજ્યસં૫ત્તિના જે ઉલ્લેખ કર્યા છે–તે ઉપરથી તત્કાલની ધનસંપત્તિને આછા આછા ખ્યાલ અવશ્ય હરકોઈ અભ્યાસી વાચકને આવી શકે તેમ છે. | સર્વ પ્રથમ કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચન્દ્રસૂરિજી “થાશ્રયકાવ્ય'ના પહેલા સર્ગના લેક ૧ થી ૬૨ સુધીમાં મહાગુજરાતની સમૃદ્ધિ વર્ણવે છે, જે ટૂંકમાં આ મુજબ છે ત્યાં ભૂમિના ગુણથી મગ, તુવેર, શાલિ, અડદ, ઘઉં વગેરે સર્વ અને થાય છે. ગુજરાતના વતનીઓ ઘણું બંદરમાં વેપાર ખેડે છે. થોડા વેપાળથી અઢળક ધન મેળવે છે. ત્યાં મુસાફરોને વૃક્ષોની ઘટા નીચે ચાલવાનું છેવાથી તડકાનું દુઃખ સહન કરવું પડતું નથી. ત્યાં શ્રી શત્રુંજય, શ્રીગિરનાર, ઈત્યાદિ તીર્થસ્થાને તેની સેવા કરનારા ભવ્યને પરમપદ આપે છે. ત્યાં લેકે નાગરવેલના પાનથી મુખ રંગે છે લેકા કસુંબાના અને મજીઠના રંગથી રંગેલા અને ઊંચી જાતના વણાટવાળાં કપડાં પહેરીને સદા ફરે છે. ત્યાં દેશના લેકે સદાચારોથી ભરપૂર છે. ' આ ઉપરાંત પ્રબન્ધચિન્તામણિ, મેહપરાજય નાટક, કુમારપાલપ્રબન્ધ, શત્રુંજય તીર્થોદ્ધારપ્રબંધ ઈત્યાદિ ગ્રન્થોમાં પણ ગુજરાત અને તેના તત્કાલીન પાટનગર પાટણની સમૃદિનાં વિવિધ વર્ણને આલેખાયેલાં જોવા મળી આવે છે.
વળી, વિક્રમના ૧૭મા શતકમાં થઈ ગયેલા શ્રીદેવવિમળગણિવરે શ્રી હીરસૌભાગ્ય' નામના કાવ્યમાં, ૧ લા સર્ગના ૨૩ થી ૬૮ શ્લોક સુધી ગુજરાતની ધન, ધાન્યની સંપત્તિ તેમજ તે દેશના લોકોની ધાર્મિકતા, સદાચાર, વિવેકિતા વગેરે ધર્મસમૃદ્ધિનું વિવિધ પ્રકારે ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. તદુપરાંત તે ગ્રન્થકારે, પ્રહાદનપુર-પાલણપુર કે જે ગુજરાતની ઉત્તર દિશામાં રહેલું સમૃદ્ધ શહેર ગણાતું, ત્યાંના નગરજનોની ધર્મકાર્યોમાં સવ્યયને પામતી સમૃદ્ધિને તેમજ તેઓની ધર્મસંસ્કારિતાને અંગે ઉલ્લેખ કર્યો છે, તેઓ જણાવે છે કે તે પાલણપુરના શ્રી પ્રફ્લાદેન પાર્શ્વનાથના મુખ્ય જિનમંદિરમાં દરરોજ પ૦૦ [વીલપુરીયનાણું ]નું રૂપાનાણું, મૂડાપ્રમાણે કલમી ચોખા, અને ૧૬ મણ સેપારી–આ બધું ભેરણારૂપે આવતું.' [ હીરસૌભાગ્ય કાવ્યના પહેલા સર્ગના ૭૮ થી ૧૨૮ લેક સુધી ] પ્રફ્લાદન-પાલણપુરનું
જે વર્ણન કાવ્યકારે આલેખ્યું છે, તેમાં ઉપરની હકીકત આવે છે. આથી ગુજરાત અને તેના મુખ્ય મુખ્ય શહેરેની છેલ્લા ૧૭ મા શતક સુધીની ધન અને ધર્મસંપત્તિની સમૃદ્ધતાનો ખ્યાલ આવી શકે તેમ છે.
આ અરસાના સમયમાં થયેલા શ્રાવક કવિ ઋષભદાસે કુમારપાલ રોસમાં ૯ મા સૈકાની પાટણની સમૃદ્ધિ, તેના વ્યાપાર, વ્યવસાય, લંકાની ઉચ્ચ સંસ્કારિતા ઈત્યાદિને પરિચય પિતાની ગુજરાતી ભાષામાં કવિતા દ્વારા આવ્યો છે, જેને ટૂંક ભાવાર્થ આ પ્રકારે છે –“તે પાટણ
For Private And Personal Use Only