________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अखिल भारतवर्षीय जैन घेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
વર્ષ : ૨૧ | વિક્રમ સં. ૨૦૧૦: વીર નિ. સં. ર૬: ઈ. સ. ૧લ્યક . તેમાં સં : ૮ || વૈશાખ સુદ ૧૩: શનિવાર ૧૫ મે
૨
ધૂપ દીપ [ સત્તાને શોભાવતા રહેજો!]
લેખક. પૂજય પં. શ્રી કનકવિજયજી
સત્તાએ સંસારની મોહક શક્તિ છે. ધન, દૌલત, સમૃદ્ધિ કે વૈભ કરતાં સત્તા ખરેખર મહાન છે. એક જ્ઞાની પુરુષે સત્તાને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. સત્તાને પામેલો માનવ જે ન્યાયપૂર્વક હૃદયની સરળતાથી તેનું પાલન કરે તે કહેવું જોઈએ કે સત્તા માનવ લોકનું સ્વર્ગ બની શકે છે. સત્તાને પામનાર માનવે પોતે સત્તાન માલિક છે, એ હંમેશને માટે ભૂલી જવું જોઈએ. ડગલે ને પગલે પોતાની સત્તાનું કા૫પૂર્વક પ્રદર્શન કરનારે સત્તધીશ સહુ કોઈને માટે ઉપહાસને પાત્ર બને છે.
પૂર્વની પુણ્યાઈને યોગે આત્માને જે સારી-સારી સામગ્રીઓ પ્રાપ્ત થાય છે, તેમાં બુદ્ધિ. બલ, ધન તેમજ સત્તા આ ચારને મુખ્ય રીતે ગણી શકાય. બુદ્ધિ એ જરૂર પુણ્યાઈને પ્રકાર છે, પણ બુદ્ધિવાન માનવે, પોતાની બુદ્ધિદ્વારા કેવળ જાતનાં જ સુખ, ભાગ કે સ્વાર્થને જેનારે, તથા વિચારનારે જે બને છે તે બુદ્ધિ સંસારભરના આત્માઓ માટે તેમજ તેની પોતાની જાતને માટે ભયંકર અહિત કરનાર બને છે. ધન, શરીરબલ તેમજ સત્તા આ ત્રણને માટે પણ ઉપર મુજબ જ કહી શકાય.
તેમાં સત્તા માટે કાંઈક વિશિષ્ટતા છે. બુદ્ધિ, સંપત્તિ કે શરીરબળ કેવળ સાપેક્ષ છે, એકાંગી છે. જ્યારે સત્તા સર્વવ્યાપી શક્તિ છે. સત્તા ધન, બુદ્ધિ કે બળની સામે ભાભી રહી શકે છે. સત્યને ક્ષણવારમાં અસત્યરૂપે જાહેર કરવામાં જે રીતે સત્તા ફાવી શકે છે, એવી તાકાત અન્ય મઈ શક્તિમાં નથી. પણ સત્તા એ શ્રાપ છે અને આશીર્વાદ પણ છે,
For Private And Personal Use Only