________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક : ૮]
સંસારી આત્મા અમને કર્મો પ્રત્યક્ષ નથી એટલા માટે કર્મોને માનવાની કોઈ જરૂરત નથી. એવી અવસ્થામાં તેને એ ઉત્તર આપી શકાય કે, જે વસ્તુ ઇંદ્રિય પ્રત્યક્ષનો વિષ્ય ન હોય તે છે જ નહિ એમ કહી ન શકાય. અન્યથા ભૂત અને ભવિષ્યના જેટલા કેઈ પણ પદાર્થો છે તે બધા અસત બની જશે; કેમકે તે આપણને આ સમયે પ્રત્યક્ષ નથી. આ સ્થિતિમાં બધા વ્યવહારો નષ્ટ થઈ જશે. પિતાના મરણ પછી “હું મારા પિતાનો પુત્ર છું” એમ કહી શકાશે નહિ; કેમકે પિતા પ્રત્યક્ષ નથી. આ મુશ્કેલીને દૂર કરવા માટે અનુમાનનો આધાર લેવો પડે છે. “પુત્ર” કાર્ય છે એટલા માટે તેના કારણે “પિતા” અવશ્ય હોવા જોઈએ. એજ રીતે કર્મોના કાર્યને જેઈ કારણરૂપ કર્મોનું અનુમાન લગાડવું જ પડે છે. આ વસ્તુને બીજી રીતે જોઈએ. પરમાણુ ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી, પરંતુ ઘટ વગેરે કાર્યોને જોઈને તેના કારણરૂપ પરમાણુઓનું અનુમાન કરી શકાય છે. એ જ પ્રકારે સુખ-દુઃખ વગેરેના વૈષમ્યને જોઈને તેના કારણરૂપ કર્મોનું અનુમાને યુક્તિસંગત છે.
અહીં એ પ્રશ્ન થાય છે કે, ચંદન, અંગના વગેરેના સંયોગથી વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે અને વિષ, કંટક, સર્પ વગેરેથી દુઃખ મળે છે. આ પ્રત્યક્ષ જોવાતાં કારણે જ સુખ અને દુઃખનાં કારણો છે. એવી સ્થિતિમાં આપણે અદશ્ય કારણની કલ્પના શા માટે કરીએ? જે કારણો જેવાય છે તેને છેડીને અપ્રત્યક્ષ કારણેની કલ્પના કરવી એ ઠીક નથી. પ્રશ્ન સાચો છે, પણ તેમાં થોડોક દોષ છે. દોષ એ છે કે, તે વ્યભિચારી છે. એ આપણા પ્રતિદિનનો અનુભવ છે કે, એક જ પ્રકારનાં સાધનો હોવા છતાં એક વ્યક્તિ અધિક સુખી થાય છે, જ્યારે બીજો ઓછો સુખી થાય છે, ત્યારે ત્રીજે દુઃખી થાય છે. સમાન સાધનાથી બધાને સમાન સુખ મળતું નથી. આ જ વાત દુઃખનાં સાધનોના વિષયમાં પણ કહી શકાય છે. આના માટે કેઈ અદષ્ટની કલ્પના કરવી જ પડે છે.
જે રીતે આપણે યુવાવસ્થાના દેહને જોઈને બાળદેહનું અનુમાન કરીએ છીએ એ જ રીતે બાળકને જોઈને કોઈ બીજા દેહનું અનુમાન કરવું જોઈએ. આ શરીર “કામણ શરીર ' છે. આ પરંપરા અનાદિકાળ સુધી ચાલી જાય છે.
આપણે શરીરરૂપ કાર્યથી કર્મરૂપ કારણનું અનુમાન કરીએ છીએ અને શરીર તે ભૌતિક છે–પૌગલિક છે એવી સ્થિતિમાં કર્મ પણ પૌગલિક જ હોવાં જોઈએ. જેના દર્શન તર્કની આ માગણીનું સમર્થન કરે છે. કર્મને પીગલિક સિદ્ધિ કરવા માટે નીચેના હેતુઓ ઉપસ્થિત કરે છે –
૧. કર્મ પૌગિલક છે, કેમકે તેનાથી સુખ-દુઃખાદિનો અનુભવ થાય છે જેના સંબંધથી સુખ-દુઃખાદિનો અનુભવ થાય છે તે પૌગલિક હોય છે, જેમ ભોજન વગેરે. જે પૌગલિક નથી હોતાં તેના સંબંધથી સુખ-દુઃખ વગેરે પણ નથી થતો, જેમ આકાશ.
૨. જેના સંબંધથી તીવ્ર વેદના વગેરેને અનુભવ થાય છે તે પૌગલિક હોય છે; જેમ અગ્નિ કર્મના સંબંધથી તીવ્ર વેદના વગેરેની પ્રતીતિ થાય છે; આથી કર્મ પૌગલિક છે.
૩. પૌગલિક પદાર્થના સંયોગથી પૌગલિક પદાર્થની જ વૃદ્ધિ થઈ શકે છે, જેમ ઘડે. તેલ વગેરેના સંયોગથી થયુનુખ બને છે. એવી જ સ્થિતિ આપણી છે. આપણે બાવા
[ જુઓ ઃ અનુસંધાન પૃષ્ઠ : ૧૩૬ ] 1, વિરોઘાવર માર્ગ, ૧૬૧૪.
For Private And Personal Use Only