________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જન સત્ય પ્રકાશ નાનચંદ શેઠ સુવનચંદ્રના સંકેચને પામી ગયા. એમણે કહ્યું: “શેઠ! સંકેચ પામવા જેવું નથી. મારી વિવેકભરી માગણી છે. તમારા કરતાં વધુ પૈસાદાર મને મળી રહેશે પણ તમારા ભૂષણ જેવો વિવેકી યુવક મને નહિ મળે. મારી દીકરી માટે હું ભૂષણની માગણી
ભુવનચંદ્ર તે આ સાંભળીને આભા જ બની ગયા. એમણે શું જવાબ વાળવે એ જ એમને સૂઝયું નહિ. એમણે નીચે મેં જવાબ આપેઃ “શેઠ અને ગરીબ માણસે છીએ. તમારી સાથે અમારી સરખામણી કયાંથી ઘટે ?'
“શેઠ! એ બધું મારે જ સમજવાનું છે. તમે માત્ર હા કહી દો એટલે પત્યું અને જુઓ, બીજી કન્યા આ પ્રતાપ સાથે આવી છે. એના બાપને મળીને હું એનો પણ નિર્ણય કરી લેવા જ ઈચ્છું છું.”
ભુવનચંદ્ર શેઠે કહ્યું “શેઠ ! તમે પ્રતાપને ત્યાં જઈ આવો ત્યાં સુધીમાં જવાબ
ના, મારે તે અત્યારે જ જવાબ જોઈએ. માત્ર હા કહી દો પછી જ મને શાંતિ વળશે. “ભલે, શેઠ ! જેથી તમારી મરજી.' એમ કહી નાનચંદ શેઠ પ્રતાપને ત્યાં ગયા.
શેઠને પૂર્ણચંદ્રને ત્યાં સત્કાર મળ્યો. વાતવાતમાં એ તે જુના ઓળખીતા નીકળ્યા. એમણે પ્રતાપ માટે તેમની આગળ વાત મૂકી અને પૂર્ણચંદ્રની સન્મતિ મેળવી.
બીજે દિવસે આ બંને યુવકે અને નાનચંદ શેઠ નંદિવર્ધન તરફ વિદાય થયા. નાનચંદ કે બંને માઈઓને પિતાના ધંધામાં લગાડી દીધા. ભદ્રનગરમાં અને નંદિવર્ધનમાં આ બંને યુવકેની સગાઈ સંબંધની વાત પણ વહેતી થઈ 1 નાનચંદ શેઠની બંને કન્યાઓ ખૂબ સંસ્કારી હતી. રૂપાળી અને તેજસ્વી હતી. શેકે પિતાની પુત્રીઓને ભણાવવા માટે ખાસ પ્રબંધ કરે તેથી વિદ્યાસંપન્ન પણ હતી. આ
દાઝે બળતા લોકોમાં આ સગાઈ- સંબંધ ઈર્ષ્યા ઉપજાવે એવો હતો. પૂર્ણચંદ્ર અને ભુવનચંદ્ર જેવા ગરીબને ત્યાં શેઠ નાનચંદની દેવરૂપ જેવી કન્યાઓ જાય એ ત્રણેની ઈર્ષ્યા કરનારા માણસને ડંખતું હતું. નાનચંદ શેઠને કેટલાકે કહ્યું: “શેઠ ! તમે આપણ નગરનું નાક કાપી નાખ્યું.'
ભુવનચંદ્ર અને પૂર્ણચંદ્ર આજે પોતપોતાના પુત્રીના લગ્ન દિવસ જોવરાવવા વિશે, મસલત કરી રહ્યા હતા. મુહૂર્ત કઢાવવા માટે જેશીને બોલાવ્યો અને એક જ દિવસે બનેનાં લગ્ન થાય એ રીતે દિવસ જેવામાં આવ્યો.
ભદ્રનગરથી નંદિવર્ધન જવા માટે જાન નીકળી; તે અગાઉ પૂર્ણચંદ્ર શેઠ પાસે એક માણસે આવીને કહ્યું: “શેઠ! કંઈ જોઈતું કરતું હોય તે મારે ત્યાંથી ખુશીથી લઈ જજો. અને હા, કન્યાને દાગીના ચઢાવવા હોય તે મારે ત્યાં તૈયાર પડ્યા છે. પછીથી લઈ લેવાશે.”
આ વાતથી પૂર્ણચંદ્ર શેઠ તે હર્ષથી કૂલાવા લાગ્યા. કંઈક ગર્વની આછી રેખા એમના દયપટ ઉપર અંકાઈ ગઈ, તેઓ કેટલાક દાગીના અને ખાસ ખાસ વસ્તુઓ એ શેઠને ત્યાંથી લઈ આવ્યા અને લીધેલી વસ્તુઓનું લખાણ પણ કરી આપ્યું.
For Private And Personal Use Only