________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૮ થાય તે કલોલથી ઇડર લાવતાં જે ખર્ચ થયું હોય તે પટ્ટ લઈ જનાર આપે પરન્તુ મૂર્તિઓ હિંમતનગરની ખાણુના કકરા પથ્થરમાં કોતરેલી હોવાથી તેને લેખ વાંચો મુશ્કેલ થઈ પડ્યો. માત્ર બાચિહ્નથી જ તેઓ અને બીજાઓ એને ઓળખી શકયા. એ રીતે મૂર્તિપટ્ટકે વિજયાદશમીની બપોરે ત્રણ વાગે સન્માનપૂર્વક ઇડરમાં લાવી દિગંબર જૈન ઋષભદેવ ચૈત્યમાં ઉપાશ્રયની બે જુદી જુદી ઓરડીમાં મૂકી તાળાં વાસી દીધાં. માત્ર ખાસ પ્રેક્ષકે આવતાં તેઓ ઉધાડીને એ બતાવતા. એ દેવળમાં દર્શનાથી ઓ માટે એ મૂર્તિપટ્ટકે ગોઠવવા માટે પુષ્કળ જગ હોવા છતાં તેને એરડીઓમાં તાળાબંધ કરી દીધી છેએ એક નવાઈ જેવું છે. મારુ પ નિરીક્ષણ
જ્યારે દિગંબર બંધુઓએ આ પટ્ટો પિતાને કબજે કર્યા ત્યારે આ પદકે વસ્તુતઃ કોની છે તે નિર્ણય કરવા ઈડર જૈન શ્વેતાંબર સંધ તરફથી મને આમંત્રણ થયું. એ સમયે હું પ્રાંતિજ જૈન શ્વેતાંબર પાઠશાળાના અધ્યાપકના કામ ઉપર નિયુક્ત હતે. ઈડર સંધના આમંત્રણને માન આપી હું ઈડર ગયે, અને દિગંબર બંધુઓને તે પદો-બતાવવા શ્વેતાંબર સંઘ તરફથી કહેવામાં આવ્યું. મારી જાતતપાસ દરમિયાન એ પટ્ટોને ધારીને જોયાં ત્યારે એનો ભેદ મારી નજરે પડ્યો. એ પદોનું વર્ણન આ પ્રમાણે છે – પ નં. ૧ નંદીશ્વરદ્વીપ,
આ પદની ઊંચાઈ ૪ ફૂટ ૭ ઈચ અને પહેળાઈ ૪ ફૂટ ૪ ઈંચ છે.
આ પટ્ટમાં ભૂલોકના આઠમા દ્વીપ નંદીશ્વરમાં ચારે દિશાએ આવેલા સુચક નામે પહાડના શિખર ઉપર આવેલા શાશ્વતા જિનચૈત્યો દેખાવ કોતરવામાં આવે છે. પદની મર્યાદિત જગ્યામાં સંપૂર્ણ નંદીશ્વરને પૂરે દેખાવ બતાવ અશક્ય થવાથી પ્રત્યેક દિશાએ ચાર ચાર દેવાલયોને દેખાવ આપે છે, જે શાસ્ત્રમાં વર્ણવ્યા પ્રમાણે દરેક ચતુર્મુખપ્રાસાદો હેય એમ લાગે છે.
પટ્ટને ચરસનું રૂપ આપી શિલ્પકારે મધ્ય ભાગે આશરે પાંચથી સાત ઈચ મખના ઊંચા જંબુદ્દીપને ફરતા લવણસમુદ્ર વગેરે સાત દ્વીપો અને સમુદ્રોનાં વર્તુલે માત્ર બતાવી આ નંદીશ્વર દ્વીપને દેખાવ રજૂ કર્યો છે. આ પદને નીચે પથ્થર આપે છે અને ઉપલો ભાગ ત્રણ ભાગે જોડેલ છે. કુલ ચાર ભાગ આ પટ્ટના છે.
આ પટ્ટની નીચેની બાજુએ સાગર-વતુંલની બહાર વધતા ખૂણાઓના ભાગમાં એક છેડે, હાથ જોડી સ્તુતિ કરતી એક સ્ત્રી બેઠેલી છે, જેને જમણે ઢીંચણ ઊભો છે, તથા એક સરણાઈ વગાડતી અને એક કસી વગાડતી સ્ત્રી છે, તેમના ઉપર છાયા આપતું વૃક્ષ કેતરેલું છે. જયારે બીજે ખૂણે એક મૃદંગ વગાડતી નૃત્ય કરતી નહ્નિકા અને સારંગી વગાનારી સ્ત્રી છે, જેના ઉપર પણ છાયાદાર વૃક્ષ બતાવેલું છે.
નવમા સાગર-વલમાં પાણીના તરંગો અને જલચર પ્રાણીઓને દેખાવ આપેલો છે. * વર્તુલાકાર સાગરની અંદર નદીશ્વર દ્વીપના ટુચકગિરિઓને દેખાવ આપતાં ખાલી પડતી નાની નાની જગ્યાઓમાં થોડે થોડે અંતરે ભૂમિ ઉપર બેસી એક પગ ઊંચે રાખી
For Private And Personal Use Only