SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ ] શ્રી. જેને સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ વીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ભાઈ અજિતસેન રાજાએ યાત્રા કરી હતી, આમ વર્તમાન વીસીમાં આ તીર્થની હયાતી હતી. હવે છેલ્લા વીસમા તીર્થક મહાવીર પ્રભુના શાસનને ઉલ્લેખ આપણને આ મલી આવે છે વિક્રમ સંવત ૩૭૦મ વલ્લલિપુરમાં શ્રી. ધનેશ્વરસૂરિજીએ “શ્રી શત્રુંજય મહાસ્ય'ની રચના કરી, વિક્રમ સંવત ૩૭૫માં વલક્ષિપુરને પ્રથમ ભંગ થયો ત્યારે એટલે ભંગ થવાના સમયે અધિષ્ઠાયકદેવે વલ્લહિપુરસ્થિત શ્રી. ચન્દ્રપ્રભપ્રભુની પ્રતિમા, ક્ષેત્રપાળની મૂર્તિઓ અને શ્રીઅમ્બિકાદેવીની મૂર્તિ આકાશમાર્ગે ચન્દ્રપ્રભાસ પાટણમાં આણી. વર્તમાનમાં શ્રીયદ્રપ્રભસ્વામીની મૂળનાયક તરીકેની જે પ્રતિમા છે તે એ જ હેવી જોઈએ. કારણ કે, તે પ્રતિમા ઉપર કેઈ જાતને લેખ નથી. વિક્રમ સં. ૧૩૬૫ની સાલમાં શ્રી અમ્બિકાદેવીની દેરીને જીર્ણોદ્ધાર થયાને ઉલ્લેખ નવા થયેલા ગગનચુંબી દેરાસરની ચેકીના જમણી બાજુના ગોખલામાં વિરાજમાન અંબિકાદેવીની નીચેની પાટલીમાં છે, તેમાં આકાશમાગે આવેલા અંબિકાદેવીની દેરીને જીર્ણોદ્ધાર વિક્રમ સં. ૧૩૬૫ માં કર્યો, જુઓ તે લેખ– "संवत्त १३६५ वर्षे वैशाख वदि ५ बुधे श्रीदेवपत्तनवास्तव्यश्रीश्रीमाल ज्ञातीय.... ... सोमसीह"मात गुरवदेआत्मपुण्याय श्रीचन्द्रप्रभस्वामिचैत्ये पूर्व व्योममार्गेण समागतायाः अंबिकाया मूर्तिः पुत्रकद्वयालंकृता देवकुलिका जीर्णोद्धारः कृतः सुहडसीहेन कारितः पेटलापद्रीय श्रीमद""धर्मदेवसूरिभिः प्रतिष्ठापिता" - બારમા તેરમા સૈકામાં સિદ્ધરાજ જયસિંહે યાત્રા કરેલી, કુમારપાળ મહારાજાએ કુમારવિહાર અને અષ્ટાપદ મનિર બંધાવી સુવર્ણ કલશ ચઢાવેલે, શ્રીવાસ્તુપાલ-તેજપાળે આદિનાથ પ્રભુનું અને અષ્ટાપદનું દેરાસર બંધાવી તેના નિભાવ માટે દુકાને અને ઘરની શ્રેણ-લાઈન બંધાવેલી તેમ પિષધશાળા બંધાવી હતી, ભગ્ન પરિકરની નીચેના ભાગને લેખ નીકલ્યો છે તે આ વસ્તુ પુરવાર કરે છે. જુઓ તે લેખ __"सं. १२८९ वर्षे वैशाख वद १२ शुक्रवारे आसदेव तत्पुत्रः भार्या अनुपमादेवी.... त्मश्रेयोऽथ श्रीमहावीरबिंब कारितं प्रतिष्ठितं श्रीहरिभद्रसूरिशिष्यैः श्रीविजयसेनसूरिभिः " ચૌદમા સૈકામાં થયેલા શ્રીધર્મષસૂરિજીએ મન્ચ ગર્ભિત સ્તુતિ કરી સમુદ્રના તરંગ મારફત જિનમંદિરમાં રત્ન અર્પણ કરાવેલ તેમ છઠ્ઠા સૈકામાં શ્રીજી સ્વામીએ શ્રીસિદ્ધગિરિ ઉપરથી કાઢી મૂકેલ કવડજક્ષને પ્રતિબધી અહીં અધિષ્ઠાયક બનાવેલો, પથડ શાહે અહીં દેરાસર બંધાવેલું, તેમ સમરશાહે પણ યાત્રા કરેલી. સત્તરમા સૈકામાં શ્રીવિજયહીરસુરિજી મહારાજના શિષ્ય શ્રીવિજ્યસેનસૂરિજી મહારાજે એક જ માસમાં ચાર-પાંચ વખત અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી છે. વિક્રમ સં. ૧૮૭૬માં જીર્ણોદ્ધાર થયેલું હતું, વર્તમાનમાં છેલ્લો જીર્ણોદ્ધાર કરી વિ. સં. ૨૦૦૮માં પૂ. આ. શ્રીચન્દ્રસાગરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી છે; દેરાસર મનહર અને હિંદુસ્થાનભરમાં ત્રીજો નંબર આવે તેવી રીતની બાંધણું અને દેખાવ છે. [ આ મંદિરની પ્રતિમાઓના સમગ્ર લેખે આવતા અંકે આપવામાં આવશે. ] For Private And Personal Use Only
SR No.521699
Book TitleJain_Satyaprakash 1953 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy