________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૪-૫ ] સમરાઈચ કહા
[ ૮૧ ત્રીજો ભવ
वक्खायं जं भणियं, सीहाणंदा य तह पियापुत्ता।
सिहि-जालिणिमाइसुआ, एत्तो परं पवक्खामि ॥ એ પ્રથમનું અનુસંધાન કરનારી ગાથા છે. ત્રીજા ભવમાં સમરાદિત્યને આત્મા શિખિકુમાર અને અગ્નિશમને જીવે જાલિની તરીકે જન્મે છે. કૌશાંબી નગરીમાં ઈશર્મા બ્રાહ્મણને ત્યાં શુભંકરાની કુક્ષીએ જાલિનીને જન્મ થયો છે ને ઉચિતવયે બુદ્ધિ સાગર નામના મંત્રીના પુત્ર બ્રહ્મદત્ત સાથે તેને પરણાવી છે. દેવલોકથી આવીને તે જાલિનીની કુક્ષીએ ગુણસેનને જીવ અવતરે છે. પુણ્યાત્માના પ્રભાવે માતાને સુન્દર સ્વપ્ન આવે છે પણ તેનું તે બહુમાન કરી શકતી નથી, વારંવાર ગર્ભનાશની ઈચ્છા ક્યાં કરે છે. ગર્ભ પ્રભાવે સુન્દર દેહદ જાગે છે, બ્રહ્મદત્ત તે પૂરે છે. બ્રહ્મદત્તને સ્ત્રીની ભાવનાની ખબર પડે છે એટલે તે પૂરેપૂરી સાવચેતી પૂર્વક બાળકને બચાવી લે છે. જન્મ પછી બીજે સ્થળે ઉછરે છે ને તેનું “શિખી” નામ રાખે છે. વખત જતાં જાલિનીને ખબર પડે છે ને શિખીને પણ બધી વાતની જાણ થાય છે. જાલિનીની ઈચ્છા છે તેને જીવતે જવા દેવાની નથી છતાં તત્કાલ તે તેને દૂર કરવાના સર્વ પ્રયત્ન કરે છે. શિખિકુમારને ઘણું દુઃખ થાય છે. તે નગર બહાર જાય છે ને વિજયસિંહ નામે આચાર્ય મહારાજના સમાગમમાં આવે છે. સંયમ લેવા તત્પર થાય છે ને સુદર રીતે સંયમ સ્વીકારે છે. સંયમ માર્ગમાં ઘણું જ આગળ વધે છે. જાલની સતત તેનું ખરાબ કરવાના વિચાર સેવ્યા કરે છે. એકદા મુનિને પિતાને ત્યાં પધારવાને સંદેશ કહેવરાવે છે. શિખિમુનિ કેટલાએક મુનિઓ સાથે કૌશાંબી પધારે છે. માતાને ધર્મોપદેશ આપે છે. માયાવિની માતા વિશ્વાસ પમાડવાની ખાતર અનેક વ્રત-નિયમો લે છે પુત્રને પિતાને ત્યાં ભેજન કરવા આગ્રહ કરે છે પણ મુનિધર્મથી વિરુદ્ધ હોવાથી શિખિમુનિ ના પાડે છે. એકદા પર્વને પારણે પ્રાતઃકાલમાં જ ઊડીને કંસાર અને વિષમશ્રિત મોદક લઈને ઉદ્યાનમાં જાય છે અને ત્યાં વપરાવવાનો હઠાગ્રહ લે છે. માતૃસ્નેહથી વિવશ બનીને અકલ જાણતા છતાં વહોરે છે ને શિબિમુનિ મોદક વાપરે છે. વિશ્વની અસર થાય છે. આત્મચિંતવના કરતાં કરતાં કાળધર્મ પામીને શિખિમુનિ બ્રહ્મદેવલેકમાં દેવ થાય છે ને જાલિનીને જીવ દુર્ગાને મરીને બીજી નારકીમાં નારકપણે ઉપજે છે. એ રીતે ત્રીજે ભવ પૂર્ણ થાય છે.
અન્તક તરીકે આવતી વિસિંહ આચાર્યની કથા અર્થ કેવા અનર્થો કરાવે છે અને અનેક સ સુધી તેથી આત્માને કેટલું સહન કરવું પડે છે તેને સુન્દર ચિતાર ખડે કરે છે. પ્રસંગોપાત આચાર્યશ્રીએ આ કથામાં કરેલું નાસ્તિકવાદનું નિરસન પણ સચેટ અને મનનીય છે. દાનાદિ ચાર ધર્મોનું વર્ણન પણ વિશદ છે. તેમાં પણ દાનના પ્રકારે અને તેની સલતા વિસ્તારપૂર્વક આ કથામાં છે.
જેમ મહાશ્રીમંતને પરિવાર દરેક પ્રસંગે જુદા જુદા મનહર અલંકારથી વિભૂષિત થઈને જનસમાજના નયન મનને આકર્ષતો હોય છે તે જ પ્રમાણે અહીં પણ જુદે જુદે પ્રસંગે નવીન રીતે ઘડાયેલા વિવિધ અલંકારો ચિત્તને અપૂર્વ રીતે ખેંચી લે છે. ચેથે ભવ–
सिहि जालिणिमाइसुया, जं भणियमिहासि तं गयमियाणि ॥ घोज्छामि समासेणं, धण-वणसिरिमोय पहमजा ।।
For Private And Personal Use Only