SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧૨ ] કેટલીક જૈન અનુકૃતિઓ........... [ ૨૦૩ સાખીઓ ફલક-પાટિયા વગેરેની મદદથી તરતાં તરતાં ગંગાના બીજા તટ પર ઊતરશે. આ જ દશા નગરવાસીઓની પણ થશે. જેમને નાવ કે ફલક આદિની મદદ મળશે તેઓ બચી જશે. બાકીના મરી જશે. બહુ થડા માનવીઓ જ આ પ્રલયમાંથી બચવા પામશે. આ પ્રકારે પાટલીપુત્ર ધેવાઈ જતાં ધન અને કીર્તિને લેભી કક્કી બીજું નગર વસાવશે અને બાગ-બગીચાઓ લગાડીને તેને દેવનગર સમું રમણીય બનાવી દેશે. પછી ત્યાં દેવમંદિરો બનશે અને સાધુઓને વિહાર શરૂ થશે, અનુકૂળ વર્ષા થશે અને અનાજ વગેરે એટલું ઉત્પન્ન થશે કે તેને ખરીદનારા પણ નહિ મળે. આ પ્રકારે પચાસ વર્ષોના સુભિક્ષ પછી પ્રજા આનંદમગ્ન રહેશે. એ પછી ફરીથી કચ્છી ઉત્પાત મચાવશે. પાખંડીઓના વેશ મૂંટાવી લેશે અને શ્રમણે પર અત્યાચાર કરશે. એ સમયે કલ્પવ્યવહારધારી તપસ્વી યુગપ્રધાન પડિવત અને બીજા સાધુઓ દુઃખની નિવૃત્તિ માટે છ–અઠ્ઠમનું તપ કરશે ત્યારે થોડા સમય પછી નગરદેવતા કકીને કહેશે–અરે નિર્દય ! તું શ્રમણસંઘને દુઃખ આપીને શા ખાતર જલદી મરવાની તૈયારી કરે છે? જરા ધીરજ રાખ તારા પાપને ઘડે ભરાઈ ગયું છે. નગરદેવતાની આ પ્રકારની ધમકીની કંઈ જ પરવા કર્યા વગર તે સાધુઓ પાસેથી ભિક્ષાને ષષ્ઠીશ વસૂલ કરવા માટે તેમને વાડામાં કેદ કરશે સાધુસંધ મદદ માટે ઇંદ્રનું ધ્યાન કરશે. ત્યારે અંબા અને યક્ષ કલ્કીને ચેતાવશે પરંતુ તે કેઈનુંયે સાંભળશે નહિ. છેવટે સંઘના કાયોત્સર્ગ ધ્યાનના પ્રભાવથી ઇંદ્રનું આસન કંપાયમાન થશે અને તે જ્ઞાનથી સંધનો ઉપદ્રવ જોઈને તરત ત્યાં આવશે. ધર્મની બુદ્ધિવાળો અને અધર્મને વિરોધી તે દક્ષિણ ક્ષતિ (ઈંદ્ર ) જિનપ્રવચનના વિરોધી તત્કાલ નાશ કરશે. ઉમકમાં કચ્છી ઉમ્ર નીતિથી રાજ્ય કરીને ૮૬ વર્ષની ઉંમરમાં નિવણના બે હજાર વર્ષ વીત્યા પછી ઇંદ્રના હાથે મૃત્યુ પામશે ત્યારે ઈંદ્ર કલ્કીના પુત્ર દતને શિક્ષા-બંધ આપી શમણુસંધની પૂજા કરીને પિતાને સ્થાને ચાલ્યો જશે. આ અનુશ્રુતિની સારી રીતે શોધ-તપાસ કર્યા પછી આપણે નિમ્નલિખિત ત પર પહેચીએ છીએ. (૧) પાટલીપુત્રમાં ચતુર્મુખ અથવા કલ્કી નામને એક લાલચી રાજા રાજ્ય કરતો હતો. દાટેલા ધનની ખોજમાં તેણે નદિના પાંચ તૂ ઉખડાવી દીધા અને નગરને એક ભાગ ખોદાવી નાખ્યા, જેન તથા જૈનેતર સાધુઓ ઉપર તે કર ઇત્યાદિ લગાવીને ખૂબ અત્યાચાર કરતા હતા, (૨) તેને રાજકાળમાં એક વખત સત્તર રાત-દિવસ સુધી બરાબર વરસાદ પડતા રહ્યો. ગંગા અને શાણમાં ભયંકર પૂર આવ્યો, જેના ફળસ્વરૂપ પાટલીપુત્ર દેવાઈ ગયું. કેવળ થડ લેકે પાટિયાં અને નાની મદદથી પિતાને જીવ બચાવી શકયા. (૩) રાજા કલ્કી પાવિત આચાર્યની સાથે બચી ગયો અને પછીથી તેણે એક સુંદર નગર વસાવ્યું. કેટલાક દિવસ સુધી કલ્કી ચૂ૫ બેઠે રહ્યો પરંતુ પાછળથી તેના અત્યાચારોને વેગ ખૂબ વધ્યો. જૈન સાધુઓ, જેમાં પાડિવા આચાર્ય પણ હતા, તેમની પાસેથી પામાં કર વસુલ કરવા માટે એક મોટી કષ્ટ આપ્યાં. For Private And Personal Use Only
SR No.521692
Book TitleJain_Satyaprakash 1952 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy