________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧૨ ] કેટલીક જૈન અનુશ્રુતિએ.... [ ૨૦૧ કેટલીક જૈન અનુકૃતિઓને ચકાસવામાં આવી છે અને એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કઈ રીતે અનુકૃતિઓ અને પુરાતત્ત્વ એક બીજાની મદદથી ઈતિહાસ નિમીણમાં પિતાને હાથ લગાડે છે.
[૧] જેમને ઉત્તર ભારતની મોટી નદીઓને પરિચય છે, તેમને એ પણ જાણવામાં હશે કે અનવરત વર્ષથી એ નદીઓમાં કેવા પ્રલયંકારી પૂર આવી શકે છે. ગરમીમાં જે નદીઓ સુકાઈને કેવળ નાળાં જેવી બની જાય છે તે જ નદીઓ ઘનઘોર વાદ પછી ખૂબ ગરવ સાથે વિસ્તાર પામીને વસ્તી અને ખેતરોને ઘસડી જવા માટે તૈયાર થયેલી જોવામાં આવે છે. આપણા સમયમાં જ એવાં ઘણાં પૂર આવી ચુક્યાં છે, જેનાથી ધન અને જનનું ખૂબ નુકસાન થયેલું છે. પ્રાચીન ભારતમાં પણ આવાં ઘણાં પૂર આવતાં હતાં, જેમાંથી કેટલાંયે પૂરની યાદ અનુકૃતિઓમાં બચેલી જોવાય છે. પ્રાયઃ અનુશ્રુતિએ માં આવાં પૂરનું કારણ ઋષિ-મુનિઓને શ્રાપ અથવા રાજાને અત્યાચાર માનવામાં આવે છે. આવા એક પૂરનું વર્ણન તિગાલી પઈણય માં આપેલું છે, જે પૂરે પાટલીપુત્રને ખેદાનમેદાન બનાવી દીધું. આ અનુબૂતિનો સંબંધ પાટલીપુત્રના ખેદકામમાંથી સમજવાને માટે મુનિ કલ્યાણ વિજ્યજી દ્વારા “ તિગાલી’નાં કેટલાંક અવતરણોને અનુવાદ નીચે આપવામાં આવે છે.
કચ્છીને જ્યારે જન્મ થશે ત્યારે મથુરામાં રામ અને કૃષ્ણનાં મંદિર પડી જશે અને વિષ્ણુના ઉત્થાનના દિવસે (કાતિક સુદિ ૧૩) ત્યાં જનસંહારક ઘટના બનશે.
આ જગપ્રસિદ્ધ પાટલીપુત્ર નગરમાં જ “ચતુર્મુખ' નામને રાજા થશે, એ એટલે અભિમાની થશે કે બીજા રાજાઓને તૃણ સમાન ગણશે. નગરચર્યામાં નીકળેલ તે રાજા નોના પચિ સ્તૂપને જોશે અને તેના સંબંધમાં પૂછપરછ કરશે, ત્યારે તેને જવાબમાં કહેવાશે કે અહીં બલ, રૂપ, ધન અને યશથી સમૃદ્ધ નંદ રાજ ઘણા સમય સુધી રાજય કરી ગયો. તેણે જ બનાવેલા આ સૂપ છે. આમાં એણે એનું દાટયું છે જેને બીજો કોઈ રાજા લઈ નહિ શકે, આ સાંભળીને કચ્છી એ રતૂપને ખોદાવશે અને તેમનું તમામ સોનું લઈ લેશે. આ દ્રવ્ય પ્રાપ્તિથી તેની લાલચ વધશે અને દ્રવ્યપ્રાપ્તિની આશથી તે આખા નગરને ખોદાવશે, ત્યારે જમીનમાંથી પથ્થરની એક ગાય નીકળશે, જે લેણદેવી’ કહેવાશે.
લેણદેવી જાહેર રસ્તા પર ઊભી રહેશે અને ભિક્ષા નિમિત્તે જતા-આવતા સાધુઓને મારીને પાડી નાખશે, જેથી તેમનાં ભિક્ષાપાત્ર તૂટી જશે, તેમજ હાથ-પગ અને માથાં પણ ફૂટશે. નગરમાં એમને ચાલવું પણ મુશ્કેલ થઈ પડશે.
ત્યારે મહત્તર (સાધુઓના મુખી) કહેશે શમણે, આ અનાગત દોષ–જે ભગવાન વર્ધમાનસ્વામીએ પિતાના જ્ઞાન વડે અગાઉથી જ જોયે હત–તેની અગ્ર સૂચના છે. સાધુઓ ! આ ગાય વાસ્તવમાં આપણી હિતચિંતક છે. તે ભાવી સંકટની સૂચના આપે છે. એટલા માટે ચાલ, જલદીથી આપણે બીજા દેશમાં ચાલ્યા જઈ એ.
૧. મુનિ કલ્યાણવિજય? “ વીરનિર્વાણ સંવત ઔર ત કાલગણના ' પૂ. ૩૭-૪૦ મૂળ, ૪-૪૫ જાલોર સં. ૧૯૮૭,
For Private And Personal Use Only