SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨ ] જીવનશોધનનાં સોપાન.. [ ૨૦૭ દશામાં પછી ભલેને સાચી શ્રદ્ધા અને યથાર્થ જ્ઞાનને અનુરૂપ સદ્દવર્તન કરવા જેટલું પુરુષાર્થ મેહની પ્રબળતાને લઈને એ આત્મા ન કરી શકે એટલે એ લાચાર હેય, આ લાચારીને એણે ખુલ્લા મને સ્વીકાર કરે ઘટે. ગુણસ્થાન પ-૭–જે શ્રદ્ધાને થડે ઘણે અંશે પણ સક્તિ સ્વરૂપ આપવા જેટલે પ્રયાસ પણ એ સફળ રીતે કરી શકે તે તે ઈષ્ટ છે, અને એથી પણ ઈચ્છતર સ્થિતિ છે. પાંચ યમો યાન મહાવ્રતોના યથાર્થ સ્વીકાર અને તેનું પાલન છે, અને ઈષ્ટતમ સ્થિતિ તે એ પાલનમાં જરા જેટલો પણ પ્રમાદ ન લેવાય તે છે. આ પ્રમાણેની ઈષ્ટ, ઈછતર અને ઈષ્ટતમ સ્થિતિઓને અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુરુસ્થાન તરીકે ઓળખાવાય છે. એના નામ નીચે મુજબ છે: (૧) દેશવિરત, ૨) પ્રમત્તસંયત અને (૩) અપ્રમત્ત સંયત. યોગ્યતા–મોહની સામે મેરે માંડવા માટે જીવનશુદ્ધિની શરૂઆત કરવા માટે અધિકાર ચેથા ગુણસ્થાને આવનારને મળે છે, પરંતુ એના કરતાં એના પછીના ઉત્તરોત્તર ગુણસ્થાને આરૂઢ થયેલે આત્મા એના કરતાં વધારે સહેલાઈથી ને વધારે પ્રમાણમાં લાભ ઉઠાવી શકે એ સ્વાભાવિક છે. સંતુલન–હને વશ કરે એટલે કોધાદિને દાબી દેવા, એનાથી ચડિયાત અને અપ્રતિપાતી માર્ગ તે ક્રોધાદિનો સદંતર નાશ એ છે; પરંતુ આ કાર્ય વિકટ છે, કેમકે એ વિશેષ પુરુષાર્થની અપેક્ષા રાખે છે. આમ જે બે માગે છે તેને અનુક્રમે “ઉપશમ શ્રેણિ' અને “ક્ષપક-શ્રેણિ' કહે છે. અધિકારી–ઉપશમણિને અધિકારી ચોથાથી સાતમા ગુણસ્થાન પૈકી ગમે તે ગુણસ્થાને રહેલે આમા છે. ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થવા માટે તે આટલી જ યોગ્યતા ન ચાલે. એ માટે તે એ વ્યક્તિની વય આઠ વર્ષ કરતાં તે કંઈક અધિક હેવી જ જોઈએ. તેમજ એના શરીરને બાંધે સર્વોત્તમ હે જોઈએ અને શારીરિક બળ પણ અગાધ હેવું જોઈએ. દિગંબર સંપ્રદાય પ્રમાણે તો ઉપશમ-શ્રેણિનો આરંભ સાતમા ગુણસ્થાને આરૂઢ થયેલી જ વ્યક્તિ કરે છે; એ પૂર્વેના ગુણસ્થાનમાં રહેલી વ્યક્તિને તેમ કરવાનો અધિકાર નથી. ક્ષેપક શ્રેણિના આરંભ માટે પણ આ સંપ્રદાય સાતમા ગુણસ્થાનથી નીચેનાની ના પાડે છે. [૨] ઉપશમ શ્રેણિ ત્રણ કારણે–સાચી શ્રદ્ધા યાને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય તે માટે આત્માને પુરુષાર્થ કરવું પડે છે તે પછી પરંપરાએ મેક્ષ અપાવનારી નિસરણીએ ચડવા માટે વિશેષ પુરુષાર્થ કરે પડે તેમાં શી નવાઈ? સમ્યકત્વની પ્રાપ્તિ માટે જૈન દર્શનના મતે અનાદિ કાળથી મિથાદષ્ટિ એ જીવ ત્રણ કરણે કરે છે; (1) યથાપ્રવૃત્તિ-કર, (૨) અપૂર્વ-કરણ, અને (૩) અનિવૃત્તિ-કરણ કરણ’ એટલે આત્માના પરિણામ-એને અધ્યવસાય. આ જ ત્રણ કરણે ક્રમશઃ ઉપશમશ્રેણિ માટે પણ કરાય છે. એ દરેકને કાળ અંતમુહૂર્ત છે. કર્મોની દીર્ધકાલીન સ્થિતિ For Private And Personal Use Only
SR No.521692
Book TitleJain_Satyaprakash 1952 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy