________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદિશા અને સાંચી
લેખક : પૂજ્ય મુનિરાજ શ્રીદર્શનવિજયજી (ત્રિપુટી)
શેવાળની દિશામાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ જૈન ગ્રંથની પ્રામાણિકતા પુરવાર થતી જાય છે. એક સમય એવો હતો જ્યારે ભારતમાંથી મળી આવેલા સમગ્ર સ્ટ્ર અને ગુફાઓ બૌદ્ધોની જ છે એવી માન્યતા ઠસાવવા પ્રયત્ન થયે હતો. પણુ મથુરાને અને રામનગરને જૈન સ્તૂપ મળી આવ્યા પછી પુરાતત્વવેત્તાઓને એ માન્યતા ધરમૂળથી બદલવી પડી અને બૌો કરતાં જેનોમાં રપ રચનાની કળા પ્રાચીન કાળથી ચાલી આવે છે એમ જાહેર કરવું પડયું. આવા જ એક “સાંચી સ્તૂપ” વિશેની માહિતી અહીં ઐતિહાસિક પ્રમાણ સાથે રજુ કરવામાં આવે છે.
માલવપતિ અવંતીષેણ અને કૌશાંબી પતિ મણિપ્રભ બંને ભાઈઓ હતા પરંતુ તેઓ તેમના આ સગપણથી તદન અનાત હતા. તેમની માતા ધારિણીએ પિતાના સતીત્વની રક્ષા માટે દીક્ષા લીધા પછી એ બંને ભાઈઓને પરિચય કરાવવાનો પ્રસંગ તેમને સાંપડયો નહોતો. એ પ્રસંગે અચાનક આવી પડ્યો.
માલવા અને કોસંબીને પરાપૂર્વથી વેર ચાલ્યું આવતું હતું આથી જયારે મણિપ્રભ રાજાએ માલવપતિ અવંતીષેણ ઉપર ચડાઈ કરી ત્યારે ધારિણીને ખબર પડતાં તેણે બને ભાઈઓને પરિચય આપી એ, યુદ્ધ અટકાવ્યું એટલું જ નહિ એ બંને રાજ્યો મિત્રરા તરીકે જાણીતાં થયાં. એ સમયે પ્રાંચીમાં “સમાધિતૂપ” ઉભો કરવામાં આવ્યો હતો એ ઉલ્લેખ જૈનોના પ્રાચીન ગ્રંથ “આવશ્ય નિયુકિત માંથી મળી આવે છે.
આ જમ્મસ્વામીના બે શ્રમણોએ અનશન કરવાનું વિચાર કર્યો. એક મુનિએ માનસન્માનની ભાવનાથી કૌશાંબીમાં જનતાની નજર પડે તે સ્થાનમાં અનશન કર્યું પરંતુ તે દિવસમાં જ અવંતીષેણે કૌશાંબીને ઘેરો ઘાલ્યો એટલે તેમને મનની મનમાં રહી ગઈ. માન-સન્માન તે ઠીક પરંતુ સ્વર્ગે ગયા પછી તેમના શરીરને પણ પ્રજાએ દૂરથી જિલ્લા બહાર ફેંકી દીધું અને એ સત્કાર-સન્માનની ભાવનાનો આ કરુણ અંત આવ્યો.
બીજ પ્રમાણે માળવાની સરહદ પર આવેલી વસ્બિકા નદીને કાંઠે પહાડની તળેટીમાં કઈ ન જાણી શકે તેવા અજ્ઞાત સ્થાનમાં અનશન કર્યું. રાજા અવંતીષેણ, રાજા મણિપ્રભ અને તેની માતા સાથ્વી ધારિણી ઉજજૈન જતાં અહીં આવ્યાં ત્યારે તેઓ આ તપસ્વી મુનિવરને જોઈ એમની ભક્તિ માટે અહીં રોકાઈ ગયાં. તેમણે એ મુનિવરનાં માન-સન્માન કર્યો. એ ધમધોષ મુનિવર કાલધર્મ પામ્યા એટલે તેમને સ્વર્ગગમન મહત્સવ કર્યો અને પછી તે સ્થાને મોટા વિસ્તારવાળો વિશાળ સમાધિસ્તૂપ બનાવ્યો.
(“આવશ્યક નિવ” ગા. ૧૨૮૭ની ટીકા)
For Private And Personal Use Only