________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેન–જો–દામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની આકૃતિ
લેખક : પૂજ્ય મુનિરાજ શ્રીજભૂવિજયજી તત્વજ્ઞાનની ઐતિહાસિક મર્યાદામાં જૈનધર્મની પહેચ ખૂબ પ્રાચીન કાળ સાથે સંબંધ ધરાવે છે એ હવે નિર્જીત થઈ ચૂકયું છે. પરંતુ ભારતનાં પ્રાગઐતિહાસિક કાળનાં અવસાવશેષો સાથે ધર્મને સંબંધ છે અને કેટલો હતે એ દિશા તરફ હજી પુરાતત્વવિદેનું ધ્યાન ગયું નથી. આ લેખ એ દિશામાં પહેલ કરે છે, એટલું જ નહિ મૂર્તિવાદની એક સમસ્યા ઊભી કરે છે.
'વેદમાં મૂર્તિવાને સ્થાન નહોતું અને બૌદ્ધ ધર્મમાં બુદ્ધ ભગવાનની મૂર્તિ તેમના નિર્વાણ પછી કેટલેય કાળ વીત્યા બાદ બનાવવામાં આવી હતી. મોહન જે દડાની વસ્તુસામગ્રી પ્રાંચ હજાર વર્ષ પૂર્વથી લઈને તે પછીના કાળ સુધીની સાબિત થઈ ચૂકી છે અને તેથી મૂર્તિવાદનાં મૂળ કેટલાં ઊંદ છે અને જેની સાથે તેને સંબંધ કેટલે પ્રાચીન છે એ સહેજે કલ્પનામાં આવી જાય છે. પિણ ત્રણ હજાર વર્ષ પૂર્વના લગભગના કેરી કાળની આ જેન આકૃતિ તિવાદની પ્રાચીનતાને નિર્દેશ કરે છે. વસ્તુતઃ યજ્ઞની સામે પ્ર તીકાર કરનારી જે સંસ્થા હતી તેની મૂર્તિવાદનું સ્થાન મુખ્ય હતું. એ સંસ્થા કઈ કઈ હતી એને નિર્ણય કરવાનું પુરાતત્વવિદેને સેપિીએ છતાં એટલું નિશ્ચિત છે કે એ સંસ્થાઓ પૈકી જૈનધર્મને હિસ્સો મુખ્ય હતો.
સંપા
શ્ર અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની ગયા વર્ષે (સં. ૨૦૦૫માં) અક્ષમતીયા ઉપર યાત્રા કરીને ત્યાંથી વિહાર કરી અમારે આકેલા આવવાનું થયું હતું. ત્યાં આ વખતની સ્થિરતા દરમ્યાન વાંચવા માટે એક બુકસેલર પાસેથી કેટલાંક ભૌગોલિક અને ઐતિહાસિક અંગ્રેજી પુસ્તકે હું લાવ્યા હતા. તેમાં એક A Pageant of India નામનું Kemneth Saunders નામના લેખકે લખેલું ઈગ્લાંડની ઓકસફર્ડ યુનિવરસીટિથી પ્રસિદ્ધ થયેલું પુસ્તક હતું. આમ ભારતવર્ષના ઉપલભ્ય પ્રાચીનતમ ઇતિહાસથી આરંભી અર્વાચીન ઈતિહામ આપેલો હતો કે જે સામાન્યરીતે ગણુતા-માનતા ઇતિહાસના પુસ્તકેથી જુદી જ ઢબે આલેખાયેલ હતો. આના પ્રારંભમાં સરકારી પુરાતત્વખાતાએ ખેદકામ કરીને જોધી કાઢેલા (સિંધમાં આવેલા) મેહેન-જે-દાર નામના પ્રાચીન નગરમાંથી મળી આવેલી કેટલીક વસ્તુઓનું વર્ણન હતું. આમાં ધાતુના પતરાં ઉ૫ર કેતરેલી એક આકૃતિનું પણ વન હતું. એ વર્ણન વાંચતંની સાથે જ મને લાગ્યું કે આ આકૃતિ બીજી કોઈ નહીં,
For Private And Personal Use Only